બોલીવુડના સૌથી ધનિક અભિનેતાઓમાંથી એક છે સૈફ અલી ખાન, જાણો છોટે નવાબ પાસે છે કેટલી સંપતિ
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો થયો છે. તેઓ હાલમાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે. ઘરમાં ઘુસેલા ચોરોએ સૈફ પર હુમલો કર્યા બાદ હાલ સૈફ ખતરાની બહાર છે, પરંતુ આ ઘટના બાદ સૈફ સાથે જોડાયેલા સમાચારો ચર્ચામાં છે.. ચર્ચામાં એ સવાલ પણ છે કે સૈફ પાસે કુલ કેટલી સંપતિ છે. સૈફ બોલિવૂડનો ‘છોટે નવાબ’ છે. સૈફ અલી ખાન પટૌડી પરિવારના 10મા નવાબ છે. એટલા માટે તેમને બોલિવૂડમાં છોટે નવાબ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમનો જન્મ ૧૬ ઓગસ્ટ ૧૯૭૦ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. સૈફે બોલીવુડમાં પોતાની કારકિર્દીની શરૂઆત યશ ચોપરાની ફિલ્મ ‘પરંપરા’થી કરી હતી. પરંતુ તેને તેની ખરી ઓળખ ‘યે દિલ્લગી’ અને ‘મૈં ખિલાડી તુ અનાડી’ ફિલ્મો પછી મળી. અત્યાર સુધી તેમણે ઘણી ઉત્તમ…
ગુજરાત પોલીસની નવી પહેલ, મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’
B india અમદાવાદ : ગુજરાત પોલીસે નવી પહેલ શરૂ કરી છે. હવે દરેક પોલીસ સ્ટેશનમાં ‘સાંત્વના કેન્દ્ર’ શરૂ થશે. ‘સાંત્વના કેન્દ્ર’ એક એવું સ્થળ હશે જ્યાં પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે સાંભળવામાં આવશે. વુમન હેલ્પ ડેસ્ક, ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસર, 181-અભયમ અને PSBSS(પોલીસ સ્ટેશન બેઇઝડ્ સપોર્ટ સેન્ટર) જેવી વિવિધ સેવાઓ એક જ છત નીચે ‘સાંત્વના કેન્દ્ર’માં ઉપલબ્ધ બનશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ રાજ્યના નાગરિકો, ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો(સિનીયર સિટીઝન)ની સુરક્ષા અને સલામતી માટે સતત પ્રયત્નશીલ છે. આ ચાર સેવાઓ “સાંત્વના કેન્દ્ર”માં ઉપલબ્ધ બનશે -વુમન હેલ્પ ડેસ્ક: વુમન હેલ્પ ડેસ્ક પોલીસ સ્ટેશનમાં આવતી મહિલાઓને મદદરૂપ થવા…
અમદાવાદ ફ્લાવર શો: AMCની 12 દિવસમાં 6 કરોડ રૂપિયાની થઈ આવક
B india અમદાવાદ :- અમદાવાદ ફ્લાવર શોમાં રેકોર્ડ બ્રેક લોકોએ મુલાકાત લીધી છે. શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ઉપર યોજાયેલો ફ્લાવર શો ત્રણ જાન્યુઆરીથી આજ દિન સુધી 8 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે. જેનાથી એએમસીની તિજોરીમાં 6 કરોડ જેટલી રકમ આવી છે. આપને જણાવીએ કે, અત્યાર સુધી સૌથી વધુ મુલાકાતીઓનો ઘસારો મંગળવારે જોવા મળ્યો હતો. જેના કારણે ઉત્તરાયણ પર્વ નિમિત્તે AMCની તિજોરી છલકાઈ છે. કુલ 1,01,889 લોકોએ ફ્લાવર શોની મુલાકાત લેતાં AMCના તિજોરીમાં એક જ દિવસમાં 86 લાખ રૂપિયા આવ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ ઉપર યોજાયેલા ફ્લાવર શોમાં ઉત્તરાયણના દિવસે મુલાકાતીઓની સંખ્યાએ અલગ રેકોર્ડ સર્જ્યો હતો. 14મી જાન્યુઆરીની રજાનો લાભ લઇ 1.32 લાખ જેટલા મુલાકાતીઓ ઉમટી પડતાં રિવરફ્રન્ટના રોડ અને ફ્લાવર શોમાં જાણે કિડિયારું ઉભરાયું હોય તેવા દૃશ્યો…
જામનગરમાં ગોઝારો અકસ્માત, કારે પલટી મારતા 3 લોકોના મોત, બે ઈજાગ્રસ્ત
B india જામનગર :- જામનગરના ધ્રોલમાં ગોઝારો અકસ્માત સર્જાયો છે. કાર પલટી જતા ત્રણ લોકોના મોત થયા છે. જેમા લતીપર-ગોકુળપુર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે .આ અકસ્માતમાં બે વ્યકિતઓ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અને હાલ તો પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. -> કારે પલટી મારતા 3 લોકોના મોત :- જામનગરમાં ધ્રોલના લતીપર અને ગોકુળપુરની વચ્ચે મોડી રાત્રે અકસ્માત સર્જાયો છે. જેમાં પોલીસે અકસ્માત કઈ રીતે થયો અને કઈ રીતે કારે પલટી મારી તે દિશામાં તપાસ હાથ ધરી છે. હાલમાં મૃતકોના મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં ત્રણ લોકોનાં માત થાય છે. જેમાં મૃત્યુ પામનાર રીસીભાઇ લતીપર…
રાજ્યમાં કાતિલ ઠંડીની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં કેવું રહેશે વાતાવરણ
આજે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યા છે. ગુજરાત પર આવતા પવનોની દિશા બદલાતા ફરી એક વખત ઠંડીનું જોર વધે તેવી સંભાવના છે. તેમજ કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી, બોટાદ, ગાંધીનગર, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ કચ્છ, પાટણ સહિતના જિલ્લાઓમાં 11 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત અરવલ્લી, દાહોદ,દેવભૂમિ દ્વારકા, જામનગર, જુનાગઢ, મહીસાગર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 13 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. -> આ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાવાની શક્યતા :- બે દિવસ બાદ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે, જેને પગલે ઠંડીનો પારો 13 ડિગ્રી સુધી ગગડવાની આગાહી કરવામાં આવી છે, જે…
અમેરિકાની બાઇડન સરકારે જતા-જતા મોદી સરકારને આપી બે મોટી ભેટ
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનના કાર્યકાળના છેલ્લા દિવસોમાં, તેમની સરકારે ભારતને બે મોટી ભેટ આપી છે. આ ભેટો ભારત-અમેરિકા સંબંધોને વધુ ગાઢ બનાવશે અને બંને દેશો વચ્ચેના ટેકનોલોજીકલ અને સુરક્ષા સહયોગને નવી ઊંચાઈઓ પર લઈ જશે.અમેરિકાએ ભારતની કેટલાક મુખ્ય પરમાણુ સંસ્થાઓને તેના પરમાણુ નિયંત્રણ કાયદામાંથી બાકાત રાખી છે. યુએસ બ્યુરો ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ સિક્યુરિટી (BIS) એ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC), ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ (IGCAR) અને ઇન્ડિયન રેર અર્થ્સ લિમિટેડ (IREL) ને તેની ‘એન્ટિટી લિસ્ટ’માંથી દૂર કરી છે. -> ‘એન્ટિટી લિસ્ટ’ શું છે? :- ‘એન્ટિટી લિસ્ટ’નો ઉપયોગ અમેરિકા દ્વારા એવા સંગઠનો પર વેપાર પ્રતિબંધો લાદવા માટે કરવામાં આવે છે જે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અથવા વિદેશ નીતિ માટે ખતરો ઉભો કરી શકે છે. આ યાદીમાંથી…
સૈફ અલી ખાન પર ઘરમાં ઘુસેલા ચોરોએ કર્યો તીક્ષ્ણ હથિયારથી હુમલો, અઢી કલાક ચાલી સર્જરી
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર અજાણ્યા ચોરોએ છરીથી હુમલો કર્યો હતો, ત્યારબાદ તેમને તાત્કાલિક લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બુધવારે રાત્રે 2 વાગ્યે મુંબઈના બાંદ્રામાં એક ચોર તેમના ઘરમાં ઘૂસી ગયો. આ દરમિયાન સૈફ અને એક અજાણ્યા વ્યક્તિ વચ્ચે ઝપાઝપી થઈ. આ પછી ચોરે સૈફ પર છરી વડે હુમલો કર્યો, જેમાં તે ઘાયલ થયા. તેમને સવારે ૩.૩૦ વાગ્યે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. પોલીસ હાલમાં સીસીટીવી સ્કેન કરીને હુમલાખોરને શોધી રહી છે. -> આ કેસમાં બાંદ્રા પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધીને તપાસ શરૂ કરી છે :- સૂત્રોના જણાવ્યા અનુસાર, સૈફ અલી ખાનની નોકરાણીને પણ હાથ પર ઈજા થઈ છે. પોલીસ સૈફ અલી ખાનના ઘરે ગઈ અને કર્મચારીઓની પૂછપરછ કર્યા પછી, ત્યાં કામ કરતા ત્રણ લોકોને…
ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં જીનપિંગને આમંત્રણ, પીએમ મોદીને કેમ નહીં ?
-> ભારત-અમેરિકા સંબંધો માટે ભારતે રાજદ્વારી નિર્ણય લીધો :- જ્યારે ટ્રમ્પે મોદીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી, ત્યારે ભારતીય રાજદ્વારીઓ સમક્ષ એક મુશ્કેલ પ્રશ્ન ઉભો થયો. 2019માં ‘હાઉડી મોદી’ કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પની પરોક્ષ ચૂંટણી લીડને રાજદ્વારી ભૂલ માનવામાં આવી હતી. ભારતીય વિદેશ મંત્રાલયે નિર્ણય લીધો કે અમેરિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવારોથી અંતર જાળવી રાખવું ભારતના લાંબા ગાળાના હિતમાં રહેશે.જો મોદી ટ્રમ્પને મળ્યા હોત અને કમલા હેરિસ ચૂંટણી જીતી ગયા હોત, તો ભારત-અમેરિકા સંબંધો પર તેની નકારાત્મક અસર પડી શકી હોત. આ જ કારણ હતું કે મોદી ટ્રમ્પને મળ્યા નહીં. -> ટ્રમ્પની નારાજગી અને શપથ ગ્રહણ સમારોહનું આમંત્રણ :- એવું માનવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પ એ વાતથી નાખુશ હતા કે મોદીએ તેમની સાથે મુલાકાત કરવાનું ટાળ્યું, કારણકે મોદી…
ઇઝરાયલ અને હમાસ વચ્ચે 15 મહિનાથી ચાલી રહેલા ભીષણ યુદ્ધના સમાધાનમાં જાણો કોનો હાથ
આજનો દિવસ આખી દુનિયા માટે સારા સમાચાર લઈને આવ્યો છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે 15 મહિનાથી ચાલી રહેલા ભીષણ યુદ્ધનો અંત આવ્યો છે. ૧૫ મહિનાથી ચાલી રહેલા નરસંહારને કારણે ગાઝાની ભૂમિ લોહીથી લાલ થઈ ગઈ છે, પરંતુ હવે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ કરાર થયો છે. આ વાતની પુષ્ટિ તે વ્યક્તિએ પોતે કરી છે જેના કારણે આ યુદ્ધવિરામ કરાર સફળ થયો છે.ઉલ્લેખનીય છે કે આ ભયંકર યુદ્ધને રોકવામાં આ વ્યક્તિની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ રહી છે, જેમણે બંને લડતા દેશોને તેમની ધરતી પર સાથે બેસીને વાત કરવા મજબૂર કર્યા. ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પણ તેમનો વિરોધ કરી શક્યા નહીં અને હમાસે પણ તેમનામાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ચાલો તમને જણાવીએ કે 15 મહિનાથી ચાલી રહેલા ભીષણ…
વડનગરને કરોડોના વિકાસકાર્યોની ભેટ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું મ્યુઝિયમનું લોકાર્પણ
B india મહેસાણા :- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વડનગર શહેરમાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ, પ્રેરણા સંકુલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવા વિકાસકાર્યો પૂર્ણ થવાથી વડનગરની મુલાકાતે આવનારા પ્રવાસીઓને હવે એક નવો અનુભવ મળશે. ગુજરાતના પ્રાચીનતમ શહેર વડનગરનો ઇતિહાસ ખૂબ જ ભવ્ય છે. 2500 વર્ષ કરતા વધુ સમયથી સતત ધબકતું રહેલું આ શહેર સાત અલગ અલગ રાજવંશોના શાસન હેઠળ રહ્યું છે. વડનગર મુખ્ય વ્યાપારી માર્ગ પર સ્થિત હોવાને લીધે હિંદુ, બૌદ્ધ, જૈન અને ઇસ્લામ ધર્મોના સંગમનું એક જીવંત કેન્દ્ર હતું. વડનગર શહેર સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરોનો અણમોલ ખજાનો છે. તમામ ઐતિહાસિક ખાસિયતો ધરાવતું હોવા છતાં લોકોથી અજાણ્યું રહેલું વડનગર તે સમયે દેશ અને દુનિયાના નકશા પર ઉભરી આવ્યું, જ્યારે અહીંની ભૂમિમાં જન્મેલા…
















