રાજ્યમાં કાતિલ ઠંડીની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં કેવું રહેશે વાતાવરણ

આજે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યા છે. ગુજરાત પર આવતા પવનોની દિશા બદલાતા ફરી એક વખત ઠંડીનું જોર વધે તેવી સંભાવના છે. તેમજ કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી, બોટાદ, ગાંધીનગર, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ કચ્છ, પાટણ સહિતના જિલ્લાઓમાં 11 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત અરવલ્લી, દાહોદ,દેવભૂમિ દ્વારકા, જામનગર, જુનાગઢ, મહીસાગર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 13 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.

-> આ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાવાની શક્યતા :- બે દિવસ બાદ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે, જેને પગલે ઠંડીનો પારો 13 ડિગ્રી સુધી ગગડવાની આગાહી કરવામાં આવી છે, જે આ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઇ શકે એમ છે. કારણ કે, આ સિઝનમાં અત્યાર સુધીમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીના નીચે ગયું નથી.છેલ્લા બે દિવસથી ઉત્તર ભારતમાં બરફ વર્ષા શરૂ થઈ છે, જેને પગલે તાપમાન ફ્રીઝિંગ પોઇંટ પર છે. આ ઉપરાંત સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઉત્તર-પૂર્વ દિશા તરફથી બર્ફીલા પવનો ફૂંકાવાના શરૂ થતાં અચાનક તાપમાનમાં મોટો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.

-> અંબાલાલ પટેલની આગાહી :- હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર 16 જાન્યુઆરી પછી ઠંડીમાં ઘટવાની શક્યતા વધી શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં કાતિલ ઠંડી જોવા મળી શકે છે. અમદાવાદ – ગાંધીનગરનું લઘુતમ તાપમાન વધી શકે છે. 16 થી 18 જાન્યુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહે તેવી આગાહી કરવામાં આવી છે.

Related Posts

Somnathમાં શિવ મહોત્સવનો પ્રારંભ: વરસાદ વચ્ચે શિવાલયોમાં ‘હર હર ભોલે’ના નાદ સાથે ભક્તોની ભીડ Sacred Celebration 2026

Somnathમાં શિવ મહોત્સવનો પ્રારંભ: ઝરમર વરસાદ વચ્ચે ભક્તોની ભારે ભીડ, ‘હર હર ભોલે’ના નાદથી ગુંજ્યા શિવાલયો  ગુજરાતમાં શ્રાવણ માસના પ્રારંભ સાથે Somnathમાં શિવ મહોત્સવનો માહોલ જામ્યો. ઝરમર વરસાદ વચ્ચે ભક્તોની દર્શન માટે લાંબી કતારો લાગી અને ‘હર હર મહાદેવ’ના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા. ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ સમગ્ર રાજ્ય શિવભક્તિના રંગમાં રંગાઈ ગયું છે. પ્રથમ જ દિવસે Somnath સહિત રાજ્યના વિવિધ શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. Somnath મહાદેવના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા. ઝરમર વરસાદ વચ્ચે પણ શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને મંદિર પરિસર **‘હર હર મહાદેવ’, ‘હર હર ભોલે’ અને ‘ઓમ નમઃ શિવાય’**ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. Somnathમાં શ્રાવણનો ભક્તિમય પ્રારંભ શ્રાવણ મહિનો ભગવાન…

Gujaratમાં ફરી ચોમાસું સક્રિય: અમદાવાદ સહિત મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી Weather Warning, 2026

Gujaratમાં ફરી ચોમાસું સક્રિય: અમદાવાદ સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી, પવન-ગાજવીજનું પણ એલર્ટ Gujarat માં ચોમાસું ફરી સક્રિય બન્યું છે. અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા સહિત મધ્ય અને દક્ષિણ Gujarat ના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જાણો સંપૂર્ણ હવામાન અપડેટ. Gujarat માં ફરી એકવાર ચોમાસું સક્રિય બન્યું છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગના તાજા નાઉકાસ્ટ મુજબ અમદાવાદ સહિત મધ્ય અને દક્ષિણ Gujarat ના અનેક જિલ્લાઓમાં આગામી કલાકોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા અને પવન સાથે વરસાદી ઝાપટાં પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ સહિત 16 જિલ્લાઓમાં વરસાદની શક્યતા હવામાન વિભાગના તાજા અપડેટ મુજબ અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *