ચામડી દઝાડતા તાપમાં કેવા પ્રકારનું સનસ્ક્રીન વાપરવું? ખરીદતા પહેલા ધ્યાનમાં રાખો

ઉનાળાની ઋતુ પોતાની સાથે અનેક પડકારો લઈને આવે છે, જેમાંથી એક છે ત્વચા સંબંધિત સમસ્યાઓ. હકીકતમાં, સૂર્યના તીવ્ર કિરણોના સંપર્કમાં આવવાથી ત્વચાને નોંધપાત્ર નુકસાન થાય છે. યુવી કિરણોત્સર્ગના સંપર્કમાં આવવાથી ત્વચામાં વિવિધ ફેરફારો થાય છે, જેમ કે શુષ્કતા, કરચલીઓ, ઇલાસ્ટિન અને કોલેજનનું ભંગાણ, ફ્રીકલ્સ અને ઉંમરના ફોલ્લીઓ. તેથી, આ ઋતુ દરમિયાન, તમારી ત્વચાની સંભાળ રાખવા માટે યોગ્ય SPF સ્તર સાથે નિયમિતપણે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કે સનસ્ક્રીન ખરીદતી વખતે તમારે કયા પરિબળો ધ્યાનમાં રાખવા જોઈએ.

Census2026/ 1 જૂનથી શરૂ, ગુજરાતીઓ તૈયાર રહો આ 33 સવાલોનાં જવાબ આપવા માટે

Gujarat Census 2026: ગુજરાતમાં આગામી 1 જૂન, 2026થી 30 જૂન, 2026 દરમિયાન રાજ્યવ્યાપી વસ્તી ગણતરી અને હાઉસ લિસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ વખતે સરકાર વસ્તી ગણતરીની (Gujarat Census 2026) પ્રક્રિયાને વધુ આધુનિક, ઝડપી અને ભૂલરહિત બનાવવા માટે સંપૂર્ણપણે ડિજિટલ ટેક્નોલોજી પર ભાર મૂકી રહી છે.

ડાકોર રણછોડરાય મંદિરમાં મનોરથના દરોમાં મોટો વધારો, ભક્તોમાં ચર્ચા

શ્રી રણછોડરાયજી મંદિર ખાતે ભક્તો માટે વિવિધ ધાર્મિક મનોરથ અને સેવાઓ હવે વધુ મોંઘી બની ગઈ છે. મંદિર કમિટીએ તાજેતરમાં મનોરથના લાગામાં નોંધપાત્ર વધારો જાહેર કર્યો છે, જેના કારણે ભક્તોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. મંદિરના શિખર પર ધજા ચડાવવાના ખર્ચમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ ₹610માં થતો ધજા મનોરથ હવે ₹2500માં કરવામાં આવશે. જ્યારે 52 ગજની વિશેષ ધજા ચડાવવા માટે ભક્તોએ હવે ₹11,000 ચૂકવવાના રહેશે. બાધા-માનતા માટે કરવામાં આવતા રાજભોગ મનોરથના દરોમાં પણ વધારો થયો છે. અગાઉ ₹3900માં થતો રાજભોગ હવે ₹9345માં થશે. તેવી જ રીતે કુંજ મનોરથ માટે પહેલાં ₹5100 લાગતા હતા, જ્યારે હવે આ ખર્ચ વધારીને ₹11,000 કરવામાં આવ્યો છે. વિશેષ ધાર્મિક પ્રસંગો માટેના મનોરથ પણ મોંઘા બન્યા છે. Tulsi Vivah…

ગુજરાતમાં વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો જૂનથી શરૂ, સરકારે જાહેર કર્યું નોટિફિકેશન

ગુજરાતમાં વસ્તી ગણતરી પ્રક્રિયાને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા વસ્તી ગણતરી અંગેનું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશન અનુસાર રાજ્યમાં વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો આગામી જૂન માસથી શરૂ થશે. સરકારના આયોજન મુજબ 1 જૂનથી 30 જૂન દરમિયાન રાજ્યભરમાં “હાઉસ લિસ્ટિંગ” પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ તબક્કામાં ગણતરી કર્મચારીઓ ઘર-ઘર જઈને રહેણાંક મકાનો, પરિવારો તેમજ ઘરેલુ સુવિધાઓ સંબંધિત માહિતી એકત્રિત કરશે. સરકાર દ્વારા આ સમગ્ર પ્રક્રિયા 30 દિવસની અંદર પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ વખતની વસ્તી ગણતરીમાં ડિજિટલ વ્યવસ્થાને પણ ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. નાગરિકો માટે ઓનલાઇન માધ્યમ દ્વારા પોતાની માહિતી સ્વયં નોંધાવવાની સુવિધા ઉપલબ્ધ કરાશે. સરકારના જણાવ્યા મુજબ ડિજિટલ પદ્ધતિ અપનાવવાથી પ્રક્રિયા વધુ ઝડપી, પારદર્શક અને…

ભાવનગરમાં મોટી કાર્યવાહી: 5 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ, પોલીસે શરૂ કરી તપાસ

ભાવનગરમાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ Special Operations Group (SOG)એ બાતમીના આધારે દરોડા પાડી પાંચ બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી પાડી છે. આ કાર્યવાહી બોર તલાવ વિસ્તારમાં કરવામાં આવી હતી. ઝડપાયેલ મહિલાઓની ઓળખ પાખી ખાનમ (22), રીમા અખ્તર ઉર્ફે લીલી (35), લાખી બેગમ (35), સુબરના બેગમ (39) અને લેબીના ખાનમ (33) તરીકે થઈ છે. પોલીસે તેમની પાસેથી બાંગ્લાદેશી સીમકાર્ડ અને કેટલાક દસ્તાવેજો પણ કબજે કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. એસઓજી દ્વારા તમામ મહિલાઓને વધુ પૂછપરછ માટે એસપી ઓફિસ ખાતે લઈ જવાઈ છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે મહિલાઓ કેટલા સમયથી ગુજરાતમાં રહેતી હતી, તેઓ ક્યાં-ક્યાં ગઈ હતી અને આ મામલે અન્ય કોણ લોકો સંડોવાયેલા હોઈ શકે છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન મહિલાઓ…

મુઘલો અને અંગ્રેજો કેમ ગોવા ન જીતી શક્યા? જાણો રસપ્રદ ઈતિહાસ

ભારતના ઈતિહાસમાં અનેક સામ્રાજ્યો આવ્યા અને ગયા, પરંતુ Goaનું સ્થાન હંમેશાં અનોખું રહ્યું છે. દેશના મોટા ભાગ પર શાસન કરનાર Mughal Empire અને બાદમાં British Empire હોવા છતાં ગોવા લાંબા સમય સુધી તેમની પહોંચ બહાર રહ્યું હતું.

અગમ્ય કારણે આગ લાગી, ઘરની સાથે નસીબ પણ બળીને ખાખ

કહેવુ સહેલું હોય છે કે રાખમાંથી બેઠો થાય તે માનવી અને અમે તો ફિનિક્સ પક્ષી સમાન છીએ જે રાખમાંથી પુન:ઉત્પન થાય છે. જ્યારે પ્રશ્ન ધરતી પરનાં પોતાનાં સ્વર્ગ એવા પોતાનાં ઘરનો હોય ત્યારે આ તમામ વાતો સુફિયાણી જ લાગે. જે લોકો કોઇ પણ વાંક ગુના વિના જ પોતાનું ઘર ગુમાવી દેતા હોય છે તેની મનોદશા આવી સુફિયાણી વાતોને લઇને અકલ્પનીય થઇ જાય છે

સાદગીનું ઉત્તમ ઉદાહરણ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સામાન્ય નાગરિકની જેમ મેટ્રોમાં કરી મુસાફરી

ભારતીય લોકશાહીમાં જ્યારે ‘VIP કલ્ચર’ અને પ્રોટોકોલની ભભક સામાન્ય ગણાતી હોય, ત્યારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રજૂ કરેલું ઉદાહરણ શાસન અને જનતા વચ્ચેના અંતરને ઓગાળનારું સાબિત થયું છે. ગાંધીનગરથી અમદાવાદ સુધીની તેમની મેટ્રો મુસાફરી માત્ર એક પ્રવાસ નહોતો, પરંતુ તે પદની ગરિમા અને વ્યક્તિગત સાદગીના સમન્વયની એક વિરલ ઘટના હતી.

ગુજરાતનો 870 મેગાવોટનો પાવર બેકઅપ તૈયાર: વધારાની વીજળીનો સંગ્રહ કરતી બેટરી સિસ્ટમ

રાજ્યમાં મોઢેરા સહિત કુલ પાંચ બેટરી સ્ટોરેજ પ્રણાલીઓ કાર્યાન્વિત, અન્ય 13 પ્રોજેક્ટ પાઇપલાઇનમાં, ઉચ્ચ માંગ સમયે વીજ પુરવઠો પહોંચાડશે. ગ્રીડને સ્થિર રાખવામાં મદદરૂપ થશે, વધારાની રિન્યૂએબલ ઊર્જાને સંગ્રહ કરીને ઇમરજન્સી બેકઅપ તરીકે પણ કામ કરશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય અત્યાધુનિક ઊર્જા સોલ્યુશન્સ અપનાવવામાં અગ્રેસર.

CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિરનાં નવા સંકુલનું ભૂમિપૂજન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શિક્ષણને રાષ્ટ્ર નિર્માણનું શક્તિશાળી માધ્યમ બનાવવામાં આવ્યું, રાજ્ય સરકાર શિક્ષણના સર્વાંગી વિકાસ દ્વારા ‘જ્ઞાનશક્તિ’થી વિકસિત ગુજરાતનો પાયો મજબૂત કરવા પ્રતિબદ્ધ. આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા ગોધાવીમાં નિર્માણ પામશે નવું ભવ્ય શૈક્ષણિક સંકુલ. સંસ્થામાં શિક્ષણની સાથે ધ્યાન, પ્રાણાયામ અને મંત્રોચ્ચાર જેવી યોગિક પદ્ધતિઓ દ્વારા માનવ મૂલ્યોનું સંવર્ધન કરવામાં આવશે. પરંપરા અને આધુનિકતાના સંગમ સાથે ભવિષ્યલક્ષી શિક્ષણ પર્યાવરણ પૂરું પાડવાનો સંસ્થાનો સંકલ્પ