દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો આજે થશે જાહેર, બપોરે 2 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ
દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો આજે જાહેર કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. ચૂંટણી પંચની યોજના અનુસાર ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં મતદાન યોજાય તેવી સંભાવના છે. અને 17 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થવાની સંભાવના છે. ચૂંટણી પંચ દ્વારા આજે બપોરે 2 કલાકે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આગામી ચૂંટણીની પ્રક્રિયા અને તેને લગતા પાસાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવશે. -> કેટલા મહિલા મતદાર, કેટલા પુરુષ મતદાર ? :- ECIએ સોમવારે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે અંતિમ મતદાર યાદી જાહેર કરી. આ યાદીમાં કુલ 1 કરોડ 55 લાખ 24 હજાર 858 મતદારો નોંધાયેલા છે. જેમાં 84 લાખ 49 હજાર 645 પુરૂષ મતદારો છે જ્યારે 71 લાખ 73 હજાર 952 મહિલા…
આખરે પાકિસ્તાનના એક પત્રકારે સ્વીકાર્યુ કે ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી
આઝાદી બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ક્યારેય સામાન્ય રહ્યા નથી. આ જ કારણ છે કે ભાગલા પછીથી બંને દેશો વચ્ચે 4 યુદ્ધો થયા છે, પરંતુ દરેક વખતે પાકિસ્તાનને ભારતના હાથે હારનો સામનો કરવો પડ્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં પણ ભારતે પાકિસ્તાનને તેના નાપાક ઈરાદાઓને કારણે પાઠ ભણાવ્યો છે. પુલવામા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. જો કે, પાકિસ્તાને અત્યાર સુધી એ વાત સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો કે ભારતે ક્યારેય કોઈ સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. હવે પાકિસ્તાનના એક પત્રકારે સ્વીકાર્યું છે કે ભારતે સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. પાકિસ્તાની પત્રકાર નાઝીમ સેઠીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન સ્વીકાર્યું હતું કે ભારતે પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. આ ઈન્ટરવ્યુનો એક નાનો ભાગ X (અગાઉ ટ્વિટર)…
નાગપુરમાં HMPVના બે નવા કેસ નોંધાયા, અત્યાર સુધીમાં 7 લોકો વાયરસનો શિકાર
દેશમાં HMPV એટલે કે હ્યુમન મેટાપ્યુમોવાયરસના કેસ સતત વધી રહ્યા છે. નાગપુરમાં પણ આ વાયરસના ચેપના બે નવા કેસ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધીમાં 7 લોકો આ વાયરસનો શિકાર બન્યા છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે કેસ વધવાથી કોવિડ જેવી સ્થિતિ નહીં થાય, માટે ગભરાવાની જરૂર નથી. બેંગલુરુ, નાગપુર અને તમિલનાડુમાં બે-બે અને અમદાવાદમાં એક કેસ નોંધાયા છે. -> કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ એક નિવેદન જાહેર કર્યું હતું :- કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ સોમવારે એક વીડિયો સ્ટેટમેન્ટ જારી કરીને કહ્યું કે HMPV વાયરસ નવો નથી અને ઘણા સ્વાસ્થ્ય નિષ્ણાતોએ સ્પષ્ટતા કરી છે કે આ વાયરસની ઓળખ 2001માં થઈ હતી અને ત્યારથી તે આખી દુનિયામાં ફેલાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે એચએમપીવી વાયરસ શ્વસન દ્વારા…
સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો: ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામે નવી લડાઈનો પ્રારંભ
–>ગુજરાતને સ્પર્શતા રાજ્યની બહાર થતા ક્રિકેટ સટ્ટા, ડબ્બા ટ્રેડિંગ, ડ્રગ્સ, પ્રોહિબિશન, જુગાર અને કબુતરબાજી જેવા ગુનાઓની સ્વાયત્ત તપાસ થઇ શકશે:- • સ્ટેટ મોનિટરિંગ સેલને રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયનું સીધું માર્ગદર્શન મળશે તેમજ તપાસમાં પણ ગુપ્તતા જળવાઇ રહેશે. B INDIA GUJARAT : રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામેની લડાઈને વધુ મજબૂત બનાવવા માટે એક નવો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. પોલીસ ભવન ખાતે કાર્યરત સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ને ઝીરો બજેટથી અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો આપી વિશેષ સત્તાઓ આપવામાં આવી છે. રાજ્યમાં અને રાજ્યની બહાર બનતાં ક્રિકેટ સટ્ટા, ડબ્બા ટ્રેડિંગ, ડ્રગ્સ, પ્રોહિબિશન, જુગાર અને…
શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો, રાજકોટમાં વિદ્યાર્થિનીઓને બિભત્સ વીડિયો બતાવ્યાનો આક્ષેપ, શિક્ષક સામે નોંધાઈ ફરિયાદ
રાજકોટમાં શિક્ષણજગતને લાંછન લગાવતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના વાછક પર બેડી ગામે શિક્ષકે વિદ્યાર્થિઓની છેડતી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થિનીઓને બિભત્સ વીડિયો બતાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. શિક્ષક વિદ્યાર્થીનિઓ સામે અર્ધનગ્ન થતો હોવાનો પણ આક્ષેપ કર્યો છે. -> લંપટ શિક્ષક કમલેશ અમૃતિયા સામે ફરિયાદ :- રાજકોટના બેડી ગામમાં આવેલી સરકારી શાળામાં ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થિઓની લંપટ શિક્ષકે છેડતી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે કમલેશ અમૃતિયા નામના શિક્ષકે ધોરણ 5 અને 6ની વિદ્યાર્થિનીઓની છેડતી કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, સરકારી શાળાના શિક્ષક કમલેશ અમૃતિયા વિદ્યાર્થિનીઓને બિભત્સ વીડિયો દેખાડતો હોવાનો પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે, તો બીજી તરફ શિક્ષક પર વિદ્યાર્થિનીઓ સામે અર્ધનગ્ન થઈને…
ગુજરાતમાં લોકોને આયુષ્માન કાર્ડમાં એપ્રુવલ નહીં મળતા હાલાકી, ભાજપના MLA કુમાર કાનાણીએ લખ્યો CMને પત્ર
એક વખત ફરી ભાજપનાં MLA કુમાર કાનાણીએ લોકોના પ્રશ્નોને લઈને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલને લઈ ગુજરાતની જનતાને પડી રહેલી મુશ્કેલી મામલે કુમાર કાનાણી આગાળ આવ્યા છે. તેમણે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં કહ્યું કે, આયુષ્માન કાર્ડમાં એપ્રુવલ નહિ મળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. -> ભાજપના MLAએ શું લખ્યું પત્રમાં ? :- ભાજપના MLA કુમાર કાનાણીએ પત્રમાં લખતા કહ્યું કે, મને એવું લાગે છે કે, ગુજરાતમાં કોઈ પણ યોજનાનો દુરુપયોગ ન થાય તે જરૂરી છે. પરંતુ સાચા દર્દીઓના તાત્કાલિક એપ્રુવલ મળવું પણ જરૂરી છે. ઘણા દર્દીઓ છેલ્લા એક અઠવાડિયાથી હોસ્પિટલની પથારીએ કાર્ડના એપ્રુવલની રાહ જોઈને બેઠા છે. જેમાં એકસીડન્ટ કેસો પણ સામેલ છે. મુખ્યમંત્રીને પત્ર લખતા વરાછાના MLA કુમાર કાનાણીએ વધુમાં કહ્યું કે,…
સાવધાન ગુજરાત: અમદાવાદમાં HMPV વાયરસનો નોંધાયો પ્રથમ કેસ, 2 મહિનાનું બાળક પોઝિટિવ
ચીનની મહામારીની હવે ગુજરાતમાં એન્ટ્રી થઈ છે. અમદાવાદમાં HMPV વાયરસને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. HMPV વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો છે. મળતી માહિતી મુજબ, 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ બાળક અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. -> ગુજરાતમાં HMPV વાયરસની એન્ટ્રી :- HMPV વાયરસથી પોઝિટિવ બાળક મૂળ મોડાસામાં આવેલું એક ગામનું રહેવાસી છે બાળકની તબિયત બગડતા પરિવારજનો બાળકને અમદાવાદ લાવ્યા હતા. ત્યારે આ બાળકમાં શરદી અને તાવના લક્ષણો જોવા મળ્યા છે. ત્યાર બાદ લેબોરેટરીમાં બાળકનો HMVP રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી બાળક હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જો કે, બાળકની તબિયત હાલ સ્વસ્થ હોવાનું જાણવા મળી રહ્યું છે.ઉલ્લેખનિય છે કે, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે થોડા સમય પહેલા જ કહ્યું…
આર્થિક તંગીનો સામનો કરી રહેલા પાકિસ્તાનને મોટી સહાય, વિશ્વબેંક આપશે 20 બિલિયન ડોલરનું લોન પેકેજ
ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન ગરીબી અને ભૂખમરાના સંકટનો સામનો કરી રહ્યો છે. જો કે, આ દરમિયાન તેને એક મોટો સહારો મળી ગયો છે જેને લઇને આ ઈસ્લામિક દેશને મોટી રાહત મળી છે. વિશ્વ બેંકે પાકિસ્તાન માટે $20 બિલિયન યૂએસ ડોલર(લગભગ 1.70 લાખ કરોડ રૂપિયા)ના લોન પેકેજને મંજૂરી આપવાનો સંકેત આપ્યો છે. આ લોન આગામી 10 વર્ષમાં હપ્તામાં આપવામાં આવશે. ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, આ લોન પાકિસ્તાનને રાજકીય સ્થિરતા જાળવવામાં અને અટકેલા પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં મદદ કરશે. પાકિસ્તાન માટે આ લોન પેકેજ ‘પાકિસ્તાન કન્ટ્રી પાર્ટનરશિપ ફ્રેમવર્ક 2025-35’ હેઠળ આપવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય મહત્વપૂર્ણ પરંતુ ઉપેક્ષિત ક્ષેત્રોમાં સુધારો કરવાનો છે. આ યોજના હેઠળ, સામાજિક સૂચકાંકોને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અને પાકિસ્તાનમાં લાંબા સમયથી પેન્ડિંગ પ્રોજેક્ટ્સ…
વણસેલા સંબંધો વચ્ચે બાંગ્લાદેશે ભારતમાં આયોજિત ન્યાયિક તાલીમ કાર્યક્રમને રદ કરવાની જાહેરાત કરી
બાંગ્લાદેશની વચગાળાની સરકારે રવિવારે ભારતમાં આયોજિત ન્યાયિક તાલીમ કાર્યક્રમને રદ કરવાની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમ અંતર્ગત આવતા મહિને 10 ફેબ્રુઆરીએ 50 બાંગ્લાદેશી ન્યાયાધીશો અને ન્યાયિક અધિકારીઓ મધ્યપ્રદેશ સ્થિત નેશનલ જ્યુડિશિયલ એકેડમી ઓફ ઈન્ડિયામાં તાલીમ લેવાના હતા. બાંગ્લાદેશના કાયદા મંત્રાલય દ્વારા આ નિર્ણયની પુષ્ટિ કરવામાં આવી હતી, જોકે રદ કરવાના કારણો વિશે કોઈ વિગતવાર માહિતી આપવામાં આવી નથી. સ્થાનિક અહેવાલો અનુસાર, આ નિર્ણય બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટના નિર્દેશો હેઠળ લેવામાં આવ્યો છે.કાર્યક્રમ હેઠળ, બાંગ્લાદેશના 50 ન્યાયાધીશો એક દિવસીય તાલીમ કાર્યક્રમમાં ભાગ લેવા ભારત આવવાના હતા. આ તાલીમ ઝુંબેશમાં જિલ્લા અને સત્ર ન્યાયાધીશો, અધિક જિલ્લા અને સેશન્સ ન્યાયાધીશો, સંયુક્ત જિલ્લા ન્યાયાધીશો, વરિષ્ઠ મદદનીશ ન્યાયાધીશો અને મદદનીશ ન્યાયાધીશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો સમગ્ર ખર્ચ ભારત સરકાર દ્વારા…
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો આજે રાજીનામું આપી શકે છે, તેમની જ પાર્ટીમાં વધી રહ્યો છે વિરોધ
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પોતાનું પદ છોડવાના છે. અખબાર ધ ગ્લોબ એન્ડ મેલના અહેવાલ મુજબ, જસ્ટિન ટ્રુડો આજે રાજીનામું આપી શકે છે. લિબરલ પાર્ટીમાં વધી રહેલા મતભેદ અને સભ્યો દ્વારા તેમના પર દબાણ લાવવામાં આવતા ટ્રુડોએ આ મોટો નિર્ણય લેવાનું નક્કી કર્યું છે.ધ ગ્લોબ એન્ડ મેલ મુજબ, લિબરલ પાર્ટીમાં અસંતોષ અને ઝઘડો વધી રહ્યો છે. આ મામલે લિબરલ પાર્ટીની આંતરિક બાબતોની જાણકારી ધરાવતા ત્રણ અગ્રણી સ્ત્રોતોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ટ્રુડો તેમના રાજીનામાની જાહેરાત કરી શકે છે. 8 જાન્યુઆરીએ બુધવારે નેશનલ લિબરલ પાર્ટીની સંસદીય પાર્ટીની બેઠક યોજાવા જઈ રહી છે, જે પહેલા ટ્રુડોના રાજીનામાની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. -> ટ્રુડોનો સત્તામાં પ્રવેશ અને ચૂંટણી યાત્રા :- જસ્ટિન ટ્રુડો 2015માં પહેલીવાર ચૂંટણી જીતીને કેનેડામાં…
















