સુરતમાં રમતા-રમતા બાળક ખુલ્લી ટાંકીમાં ખાબકતા મોત, પરિવારજનોએ ઉધના રેલવે તંત્ર પર લગાવ્યો આરોપ

B india સુરત : સુરતમાંથી વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ઉધના રેલવે સ્ટેશનની બાંધકામ સાઈટ પર પાણીની ટાંકીમાં પડી જવાથી માસૂમ બાળકનું મોત નીપજ્યું છે. બાળકને સારવાર મળે તે પહેલા તબીબે મૃતક જાહેર કર્યો છે. મળતી માહિતી અનુસાર, અંડરગ્રાઉન્ડ ટાંકી ખુલ્લી હોવાથી બાળકનું પડી જવાથી મોત નિપજ્યું. રેલવે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના સિક્યુરિટી ગાર્ડ કે સુરક્ષા દીવાલ નહિ હોવાથી બાળક ત્યાં પહોંચ્યો હતો. રેલવે તંત્રની બેદરકારીના કારણે બાળકનું મોત નિપજ્યું હોવાના પરિવારના આરોપ છે. ઉધના રેલવે પોલીસે અક્સ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. -> પરિવારનો ઉધના રેલવે તંત્ર સામે આરોપ :- પરિવારનાં આક્ષેપ અનુસાર, ઉધના રેલવે યાર્ડમાં બનાવવામાં આવેલ પાણીની અંડરગ્રાઉન્ડ ટાંકી પાસે બાળક રમી રહ્યું હતું. ત્યારે રમતા રમતા બાળક પાણીની ટાંકીમાં…

બેટ દ્વારકામાં સતત ત્રીજા દિવસે પણ મેગા ડિમોલિશન યથાવત્, કરોડોની સરકારી જમીન પર દબાણ કરાયું દૂર

B india દ્વારકા :- બેટ દ્વારકામાં સતત ત્રીજા દિવસે પણ મેગા ડિમોલિશન યથાવત્ છે. આજે પણ બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી યથાવત રહેશે. અત્યાર સુધી સાડા નવ કરોડની કિંમતી સરકારી જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. 24,400 ચોરસ મીટર જગ્યા પરનું દબાણ તોડી પાડવામાં આવ્યું છે.મળતી માહિતી મુજબ, બેટ દ્વારકામાં બાલાપર વિસ્તારમાં દબાણો તોડી પાડવામાં આવ્યા છે. જેના કારણે ચારે તરફ કાટમાળ પથરાયેલો જોવા મળી રહ્યો છે. એક હજાર પોલીસ અને એસ.આર.પી. જવાનો સાથે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શનમાં મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે. -> 110 થી વધુ મકાનો તોડી પડાયા  :- બેટ દ્વારકામાં બે દિવસમાં 110 થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા. 250 જેટલા આસામીઓને તંત્ર દ્વારા નોટિસો આપવામાં આવી હતી. નોંધનીય છે કે,…

અમરેલીનાં જાફરાબાદમાં દીપડાનો આતંક, 7 વર્ષીય બાળકી પર હુમલો કરતા મોત

B india અમરેલી :  અમરેલીનાં જાફરાબાદમાં દીપડાએ આતંક મચાવ્યો છે. જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામે 7 વર્ષીય બાળકી પર દીપડાએ હુમલો કર્યો છે. દીપડાએ ગળાના ભાગે હુમલો કરતા 7 વર્ષીય બાળકીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી અને આખરે મોત નિપજ્યું છે.અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. રહેણાંક વિસ્તારમાં દીપડાના વધતા આતંકથી સ્થાનિકો ભયના ઓથા હેઠળ જીવવા મજબૂર બન્યા છે. તેવામાં ફરી માનવભક્ષી દીપડાનો આતંક વધ્યો છે. ચિત્રાસર ગામે દીપડાએ હુમલો કરતા 7 વર્ષ બાળકીનું મોત નિપજ્યુ છે. બાળકીને જાફરાબાદ સરકારી દવાખાને લાવવામાં આવી હતી. ઘટનાની જાણ થતા અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઇ શિયાળ તેમજ ભાવેશભાઈ સોલંકી ઘટના સ્થળે પહોંચ્યા હતા. ચિત્રાસર ગામે દીપડાએ 7 વર્ષની બાળકીને ગળાના ભાગે પકડતા બાળકીનું ઘટના…

IPL 2025 : પંજાબ કિંગ્સ દ્વારા નવા કેપ્ટનની જાહેરાત, શ્રેયસ અય્યરને સોંપવામાં આવી જવાબદારી

આઈપીએલ 2025 પહેલા પંજાબ કિંગ્સે પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરી છે. શ્રેયસ અય્યરને પંજાબ કિંગ્સની કમાન સોંપવામાં આવી છે. ગત્ત સીઝનમાં પંજાબ કિંગ્સનો કેપ્ટન શિખર ધવન હતો. હવે તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છે. વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPLની આગામી સિઝન 21 માર્ચથી શરૂ થશે. BCCIની (AGM) બાદ BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ શેડ્યૂલને લઈને આ મહત્વપૂર્ણ માહિતી આપી છે.શ્રેયસ અય્યર પાસે પહેલાથી જ કેપ્ટનશીપનો અનુભવ છે. તે બોલિંગ પણ સારી કરે છે. તેની કેપ્ટનશીપમાં ગત્ત સીઝનમાં કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમે ખિતાબ જીત્યો હતો. પરંતુ ત્યારબાદ તેને કેકેઆરની ટીમે રિટેન કર્યો નહિ,KKRની ટીમ પહેલા અય્યર દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ સંભાળી ચૂક્યો છે.તેની કેપ્ટનશીપમાં દિલ્હીની ટીમે આઈપીએલ ફાઈનલમાં સ્થાન બનાવ્યું હતુ. પંજાબ કિંગ્સની ટીમ વર્ષ 2008થી આઈપીએલમાં…

ક્રિકેટર સાથે દિલ્હી એરપોર્ટ પર થયું ગેરવર્તન, જાણો શું છે મામલો

ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન અભિષેક શર્માની સાથે દિલ્હી એરપોર્ટ પર ગેરવર્તૂણ થઈ છે.દિલ્હી એરપોર્ટ પર ડાબા હાથના ભારતીય ઓપનર સાથે જે પણ થયું તે તેણે પોતે સોશિયલ મીડિયા પર જણાવ્યું છે. અભિષેક શર્મા ઈન્ડિગો અને તેના સ્ટાફ સાથે આ સમગ્ર ઘટના જોડાયેલી છે. તેણે જણાવ્યું કે દિલ્હી એરપોર્ટ પર સ્ટાફ મેમ્બરના ગેરવર્તણૂકને કારણે તેની ફ્લાઈટ પણ ચુકાઈ ગઈ હતી.અભિષેક પોતાની રજા પર ક્યાંક જઈ રહ્યો હતો અને સમયસર એરપોર્ટ પહોંચી ગયો હતો, પરંતુ ઈન્ડિગોના કર્મચારીઓની બેદરકારીને કારણે અભિષેક તેની ફ્લાઈટ ચૂકી ગયો. આ પછી તેણે સોશિયલ મીડિયા દ્વારા ઈન્ડિગો અને તેના કર્મચારીઓ પર નિશાન સાધ્યું છે. અભિષેકે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું, ‘ મને ઈન્ડિગો સાથે દિલ્હી એરપોર્ટ પર સૌથી ખરાબ અનુભવ થયો અને સ્ટાફનું વર્તન,…

પોષી પૂર્ણિમાના પવિત્ર સ્નાન સાથે મહાકુંભ શરૂ, વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા

વિશ્વનો સૌથી મોટો, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મેળાવડો ‘મહાકુંભ 2025’ આજે પવિત્ર શહેર પ્રયાગરાજમાં શરૂ થયો. આ શુભ પ્રસંગે, પીએમ મોદીએ તમામ ભક્તો, સંતો, મહાત્માઓ, કલ્પવાસીઓ અને મુલાકાતીઓનું સ્વાગત કર્યું અને તેમને મહાકુંભના પ્રથમ સ્નાન માટે શુભકામનાઓ પાઠવી. -> પીએમ મોદીએ સોશિયલ :- મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “પોષ પૂર્ણિમાના પવિત્ર સ્નાન સાથે, આજથી પ્રયાગરાજની પવિત્ર ભૂમિ પર મહાકુંભ શરૂ થઈ ગયો છે. આપણી શ્રદ્ધા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા આ દિવ્ય પ્રસંગે, હું બધાને મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું.” હું ઈચ્છું છું કે ભારતીય આધ્યાત્મિક પરંપરાનો આ વિશાળ તહેવાર તમારા બધાના જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહ લાવે. બીજી તરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ મહાકુંભના પ્રથમ સ્નાનની શુભેચ્છા પાઠવી. -> સીએમ યોગીએ શુભેચ્છાઓ પાઠવી :- પોતાના સંદેશમાં સીએમ…

ભારતની યુદ્ધ ક્ષમતામાં થશે વધારો, મોદી સરકાર કરશે 1.5 લાખ કરોડ રૂપિયાના સંરક્ષણ સોદા

ભારત સરકાર આગામી સમયમાં પોતાના સંરક્ષણ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે ઘણા મોટા કરાર કરવા જઈ રહી છે. મોદી સરકારે ૩૧ માર્ચે પૂરા થતા નાણાકીય વર્ષ પહેલાં ૪ મુખ્ય સંરક્ષણ કરારોને અંતિમ સ્વરૂપ આપવાની યોજના બનાવી છે. માહિતી અનુસાર, આ સમયગાળા દરમિયાન ભારતીય કાફલામાં ફાઇટર જેટ, સબમરીન, હેલિકોપ્ટર અને તોપોનો સમાવેશ કરવા માટે 1.5 લાખ કરોડ રૂપિયાથી વધુના સોદા કરવામાં આવશે. આનાથી ભારતના સશસ્ત્ર દળોની ફાયરપાવર અને લડાઇ ક્ષમતામાં વધારો થશે. -> ભારત ફ્રાન્સ સાથે આ મોટો સોદો કરશે :- ભારત ટૂંક સમયમાં ફ્રાન્સ સાથે લગભગ 63,000 કરોડ રૂપિયાના 26 રાફેલ-મરીન ફાઈટર જેટના સીધા સંપાદન માટે કરાર કરવા જઈ રહ્યું છે. તેમને વિમાનવાહક જહાજ INS વિક્રાંતના ડેક પર તૈનાત કરવામાં આવશે.આ સોદામાં નૌકાદળ માટે 22 સિંગલ-સીટ મેરીટાઇમ…

લોસ એન્જેલસની આગ પર કાબુ મેળવવો હજુ મુશ્કેલ, મૃત્યુઆંક 24 પર પહોંચ્યો

લોસ એન્જલસ વિસ્તારમાં લાગેલી વિનાશક આગમાં 24 લોકો માર્યા ગયા છે, અને 1,50,000 થી વધુ લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી છે. સાન્ટા એનાના ભારે પવનથી ફેલાયેલી આગ ભયાનક બની ગઈ છે, જેના કારણે 12,000 થી વધુ ઇમારતોનો નાશ થયો છે. આ આગ સાન ફ્રાન્સિસ્કો કરતા પણ મોટા વિસ્તારને બાળીને રાખ કરી ગઈ છે. ૭ જાન્યુઆરીના રોજ શરૂ થયેલી આગમાં પેલિસેડ્સ, ઇટન, કેનેથ અને હર્સ્ટ વિસ્તારોમાં લગભગ ૧૬૦ ચોરસ કિલોમીટર વિસ્તાર પર વિનાશ વેરાયો છે. કેલ ફાયર મુજબ, પેલિસેડ્સ આગ માત્ર 11 ટકા કાબુમાં આવી છે અને ઇટન આગ 27 ટકા કાબુમાં આવી છે. PowerOutage.us ના અહેવાલ મુજબ, 70,000 થી વધુ લોકો વીજળી વગરના છે, જેમાંથી મોટાભાગના લોકો લોસ એન્જલસ કાઉન્ટીમાં છે. -> સંભવિત કારણો અને…

ચીને ફરીએકવાર સરહદ નજીક લશ્કરી કવાયત શરૂ કરી, અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ

ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસો વચ્ચે, ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) એ ફરી એકવાર સરહદ નજીક લશ્કરી કવાયત શરૂ કરી છે. આ કવાયતમાં ડ્રોન અને માનવરહિત સિસ્ટમ જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ચીનનું આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે બંને દેશો વચ્ચે પેટ્રોલિંગ પુનઃસ્થાપિત કરવા માટે કરાર થયો છે..ભારત અને ચીન વચ્ચે 21 ઓક્ટોબર 2024 ના રોજ એક કરાર પર હસ્તાક્ષર થયા હતા, જે હેઠળ ડેપસાંગ અને ડેમચોક જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ ફરી શરૂ કરવા સંમતિ આપવામાં આવી હતી. આ કરાર 2020 માં ગાલવાન ખીણમાં થયેલી અથડામણ પછી તણાવ ઘટાડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હતું. આ કરાર છતાં, સરહદ પર બંને પક્ષો વચ્ચે અનિશ્ચિતતા…

જુઓ: અમિતાભ બચ્ચન ‘જલસા’માંથી બહાર આવ્યા અને ચાહકોનો પ્રેમ મેળવ્યો, અભિષેક બાલ્કનીમાંથી પિતાને જોતો રહ્યો

સદીના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન એક એવું વ્યક્તિત્વ છે જે બાળકોથી લઈને વૃદ્ધો સુધીના લોકોના હૃદયમાં વસે છે. તેની દરેક શૈલી ચાહકોને ખૂબ ગમે છે. એટલા માટે મુંબઈમાં તેમના ઘરની બહાર દરરોજ ચાહકોની ભીડ જોવા મળે છે. દર રવિવારે, બિગ બી તેમના ઘર જલસામાંથી તેમના ચાહકોને મળવા અને તેમનું સ્વાગત કરવા માટે બહાર આવે છે જ્યાં સેંકડો લોકોની ભીડ જોવા મળે છે. ગયા રવિવારે ફરી એકવાર તે પોતાના ચાહકોને મળ્યો. ૧૨ જાન્યુઆરીના રોજ, ઘણા ચાહકો બિગ બીના ઘર જલસાની બહાર તેમની એક ઝલક જોવા માટે રાહ જોઈ રહ્યા હતા. અભિનેતાએ પણ બધાનું મોહક રીતે સ્વાગત કર્યું અને હાથ હલાવીને તેમનું સ્વાગત કર્યું. આ દરમિયાન તેમનો પુત્ર અભિષેક બચ્ચન પણ જોવા મળ્યો હતો. પણ તે પોતાના પિતા સાથે…