IPL 2025 : પંજાબ કિંગ્સ દ્વારા નવા કેપ્ટનની જાહેરાત, શ્રેયસ અય્યરને સોંપવામાં આવી જવાબદારી

આઈપીએલ 2025 પહેલા પંજાબ કિંગ્સે પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરી છે. શ્રેયસ અય્યરને પંજાબ કિંગ્સની કમાન સોંપવામાં આવી છે. ગત્ત સીઝનમાં પંજાબ કિંગ્સનો કેપ્ટન શિખર ધવન હતો. હવે તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છે. વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPLની આગામી સિઝન 21 માર્ચથી શરૂ થશે. BCCIની (AGM) બાદ BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ શેડ્યૂલને લઈને આ મહત્વપૂર્ણ માહિતી આપી છે.શ્રેયસ અય્યર પાસે પહેલાથી જ કેપ્ટનશીપનો અનુભવ છે. તે બોલિંગ પણ સારી કરે છે. તેની કેપ્ટનશીપમાં ગત્ત સીઝનમાં કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમે ખિતાબ જીત્યો હતો. પરંતુ ત્યારબાદ તેને કેકેઆરની ટીમે રિટેન કર્યો નહિ,KKRની ટીમ પહેલા અય્યર દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ સંભાળી ચૂક્યો છે.તેની કેપ્ટનશીપમાં દિલ્હીની ટીમે આઈપીએલ ફાઈનલમાં સ્થાન બનાવ્યું હતુ.

પંજાબ કિંગ્સની ટીમ વર્ષ 2008થી આઈપીએલમાં ભાગ લઈ રહી છે પરંતુ ટીમ એક વખત પણ ખિતાબ જીતી શકી નથી. આ વખતે પંજાબ કિંગ્સે ટ્રોફી જીતવા માટે આઈપીએલ 2025 મેગા ઓક્શનમાં શ્રેયસ અય્યરને 26.75 કરોડ રુપિયામાં ખરીદ્યો છે. ત્યારથી લોકોને લાગી રહ્યું હતુ કે, તે પંજાબ કિંગ્સનો કેપ્ટન બનશે. શ્રેયસ અય્યરે અત્યારસુધી આઈપીએલની 70 મેચમાં કેપ્ટનશીપ કરી છે. જેમાં તેમણે 38 મેચ જીતી છે અને 29 મેચમાં હાર મળી છે. અય્યર આઈપીએલનો પહેલો એવો કેપ્ટન છે. જેમણે 2 ટીમ દિલ્હી કેપિટલ્સ અને કોલકત્તા નાઈટરાઈડર્સની પોતાની કેપ્ટનશીપમાં ફાઈનલમાં લઈ જઈ ચૂક્યો છે.હવે તેની પાસે જે અનુભવ છે તે પંજાબ કિંગ્સને કામ આવી શકે છે.

Related Posts

Saroli : સારોલી સાલાસર માર્કેટ આગ: ૫મા માળે 4 દુકાનોમાં ભીષણ આગ, કાપડનો જથ્થો ભસ્મીભૂત થતાં ૧૫ ફાયર સ્ટેશન કાફલો ઘટનાસ્થળે Intense Smoke & Chaos

Saroliમાં સાલાસર માર્કેટના 5મા માળે ભીષણ આગ, 4 દુકાનમાં પ્રસરી: કાપડનો જથ્થો હોવાથી આગ વિકરાળ બની, 15 ફાયર સ્ટેશનની ગાડીઓ કાફલા સાથે ઘટનાસ્થળે સુરત શહેરમાં આગની વધુ એક મોટી ઘટના સામે આવી છે.Saroliવિસ્તારમાં આવેલા સાલાસર માર્કેટના પાંચમા માળે ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને પાંચમા માળે આવેલી ચાર દુકાનો સુધી આગ પ્રસરી હોવાની માહિતી સામે આવી છે. માર્કેટમાં મોટી માત્રામાં કાપડનો જથ્થો હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગને જાણ કરવામાં આવતા લગભગ 15 ફાયર સ્ટેશનની ગાડીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.ફાયર વિભાગના જવાનો દ્વારા આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આગના કારણે…

નકલી પાસપોર્ટ કેસ: Gujarat મહિલા કોંગ્રેસ પ્રમુખનો પુત્ર હરિકેશ પટેલ ઝડપાયો, પાસપોર્ટ જમા હોવા છતાં 5 દેશ ફર્યાનો ખુલાસો… Scandalous Nexus Exposed

નકલી પાસપોર્ટ સાથે Gujarat મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો પુત્ર ઝડપાયો: હરિકેશ પટેલનો પાસપોર્ટ 2023ના મની લોન્ડરિંગ કેસમાં કોર્ટમાં જમા છતાં 5થી વધુ દેશ ફરી આવ્યો Gujaratમાં નકલી પાસપોર્ટના કેસને લઈને ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ Gujarat મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના પુત્ર હરિકેશ પટેલની નકલી પાસપોર્ટના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં તેના પાસેથી નકલી પાસપોર્ટ મળી આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ કેસમાં વધુ મહત્વની બાબત એ છે કે હરિકેશ પટેલનો અસલ પાસપોર્ટ વર્ષ 2023માં નોંધાયેલા મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં કોર્ટમાં જમા હોવાનું સામે આવ્યું હોવા છતાં તેણે પાંચથી વધુ દેશોની મુસાફરી કરી હોવાની માહિતી તપાસમાં સામે આવી હોવાનો દાવો છે.આ સમગ્ર મામલે હવે પોલીસ અને સંબંધિત તપાસ એજન્સીઓ દ્વારા પાસપોર્ટ,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *