બિશ્નોઈ ગેંગના સાગરીત પર SMCનું ફાયરિંગ, આસામથી પકડાયેલા આરોપીએ પોલીસ પર હુમલો કરતા કાર્યવાહી

ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે કુખ્યાત બિશ્નોઈ ગેંગના સાગરીત અને લિકર માફિયા અશોક બિશ્નોઈ પર ફાયરિંગ કર્યું છે. દાહોદ નજીક બનેલી આ ઘટનામાં આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસ પર જીવલેણ હુમલો કર્યો હતો, જેના જવાબમાં SMC ટીમે સ્વબચાવમાં ગોળી ચલાવી હતી. ફાયરિંગમાં આરોપીના પગમાં ગોળી વાગી છે.

આસામથી પકડાયો હતો આરોપી
લિકર કિંગ તરીકે ઓળખાતા અશોક બિશ્નોઈને SMCની ટીમે આસામમાંથી ઝડપી પાડ્યો હતો. ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી આરોપીને ખાનગી વાહનમાં આસામથી ગાંધીનગર લાવવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન દાહોદ નજીક તેણે ફિલ્મી ઢબે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

સીટ બેલ્ટથી પોલીસકર્મી પર હુમલો
આરોપીએ ચાલતી ગાડીમાં અચાનક હિંસક હુમલો કર્યો હતો. તેણે ગાડીની સીટ બેલ્ટ વડે પોલીસકર્મીના ગળે ફાંસો મારી દેવાનો પ્રયાસ કર્યો, જેના કારણે પોલીસકર્મીનું જીવ જોખમમાં મુકાઈ ગયું હતું. હુમલાના કારણે વાહન કાબૂ બહાર જાય અને ગંભીર અકસ્માત સર્જાય તેવી સ્થિતિ પણ ઊભી થઈ હતી.

સ્વબચાવમાં SMCનું ફાયરિંગ
પરિસ્થિતિ અત્યંત ગંભીર બનતા અને પોલીસકર્મીના જીવની સુરક્ષા માટે SMCની ટીમે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. એક ગોળી આરોપી અશોક બિશ્નોઈના પગમાં વાગતા તે અશક્ત બની ગયો અને ભાગવામાં નિષ્ફળ રહ્યો. બાદમાં તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

પોલીસ દ્વારા સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Gujaratમાં ડેન્ગ્યુ-મેલેરિયાના કેસોમાં ઘટાડો, આરોગ્ય વિભાગની સઘન કામગીરી 2026 Huge Relief

Gujaratમાં ડેન્ગ્યુ-મેલેરિયા પર આરોગ્ય વિભાગની સઘન નજર, કેસોમાં નોંધપાત્ર ઘટાડો ગાંધીનગર: Gujaratમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે. આ અંતર્ગત આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં વાહકજન્ય રોગ નિયંત્રણ કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના તમામ જિલ્લાઓ તેમજ મહાનગરપાલિકા વિસ્તારોમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન રાજ્યમાં ચાલી રહેલી રોગ નિયંત્રણ, નિદાન અને સર્વેલન્સ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને ડેન્ગ્યુના ઝડપી નિદાન માટેની વ્યવસ્થાઓ, સીરમ સેમ્પલના ટેસ્ટિંગ તેમજ શંકાસ્પદ દર્દીઓની તપાસ અંગે આરોગ્ય વિભાગ પાસેથી માહિતી મેળવવામાં આવી હતી. Gujarat:મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં ઘટાડો આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે,…

BardaLion: સિંહોના પુનર્વસવાટ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય,પોરબંદર વન વિભાગનું પુનર્ગઠન 2026 Best

BardaLionના પુનર્વસવાટ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, પોરબંદર વન વિભાગનું પુનર્ગઠન કરાયું BardaLion પોરબંદર, રાણાવાવ, ભાણવડ અને કુતિયાણા રેન્જને એકીકૃત વહીવટી માળખા હેઠળ આવરી લેવાઈ | બે મદદનીશ વન સંરક્ષકની નિમણૂકની વ્યવસ્થા | વન સંરક્ષણ અને વન્યજીવ વ્યવસ્થાપનને મળશે વહીવટી આધાર ગાંધીનગર: ગુજરાતમાં એશિયાટિક સિંહોના સંરક્ષણ અને બરડા અભયારણ્ય વિસ્તારમાં તેમના પુનર્વસવાટને વધુ સુવ્યવસ્થિત બનાવવા રાજ્ય સરકારે મહત્વનો વહીવટી નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પોરબંદર વન વિભાગનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી વન વિભાગની રેન્જ અને બીટની નવી રચના સાથે અધિકારીઓની જવાબદારીઓનું સ્પષ્ટ વિભાજન કરવામાં આવ્યું છે. સાથે જ પોરબંદર જિલ્લાના વન અને પર્યાવરણ સંબંધિત પ્રશ્નોના ઝડપી નિરાકરણ તથા વન્યજીવ વ્યવસ્થાપનને વધુ સુદૃઢ બનાવવાનો હેતુ રાખવામાં આવ્યો છે. વન અને પર્યાવરણ વિભાગ દ્વારા…