રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત ગઇકાલે ગુજરાતના પ્રવાસે હતા. આ દરમિયાન મોહન ભાગવત વલસાડમાં આવેલા ભાવેશ્વર મહાદેવ મંદિરના રજત જયંતિ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતા. જ્યાં તેમણે ધર્માંતરણને લઈને મોટું નિવેદન આપ્યું છે. જેમાં તેમણે લોકોને કોઈ પણ લાલચ કે ડરના કારણે ધર્મ ના બદલવા જણાવ્યું છે.
વલસાડમાં ધર્માંતરણ મામલે મોહન ભાગવતે જણાવ્યું કે, રોજિંદા જીવનના લોભ અને લાલચનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે આપણે ધર્મથી દૂર થઈ શકીએ છીએ. આપણે યાદ રાખવું જોઈએ કે, ધર્મ જ દરેકને ખુશી તરફ લઈ જઈ શકે છે.લોકોએ કોઈ પણ સંજોગોમાં લોભ કે ભયના પ્રભાવ હેઠળ પોતાનો ધર્મ બદલવો જોઈએ નહીં.
આ પણ વાંચો: સાબરકાંઠા: વડાલીમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ, પતિ-પત્ની સહિત ત્રણ બાળકોએ પીધી ઝેરી દવા
મહાભારતનો કર્યો ઉલ્લેખ
મોહન ભાગવતે વધુમાં કહ્યું કે, મહાભારતના સમયે ધર્માંતરણ કરાવનારું કોઈ નહતુ, પરંતુ દુર્યોધને પાંડવોનું રાજ્ય પચાવી પાડવા લાલચ આપી જે કામ કર્યું, તે અધર્મ હતુ. આપણે કોઈ સ્વાર્થી લાલચમાં ફસાયા વિના ધાર્મિક આચરણનું નિયમિત પાલન કરવું પડશે.આપણે આસક્તિ અને મોહના પ્રભાવ હેઠળ કામ ન કરવું જોઈએ, ન તો આપણે સ્વાર્થમાં ફસાઈ જવું જોઈએ. એવું ન થવું જોઈએ કે લોભ કે ડર આપણને આપણી શ્રદ્ધાથી દૂર કરી દે. તેથી જ અહીં આવા કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I






