Gen Z દેશની સૌથી પ્રામાણિક પેઢી, વિરોધ કરનારાઓને દેશદ્રોહી ન કહો: RSS પ્રમુખ મોહન ભાગવત
દેશભરમાં વિદ્યાર્થીઓ અને યુવાનો દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે દેશની નવી પેઢી એટલે કે Gen Z અને Gen Alpha પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે આજની યુવા પેઢી સવાલ પૂછે છે, તર્ક માંગે છે અને પરિવર્તનની માંગ કરે છે, જેને નકારાત્મક રીતે જોવાની જરૂર નથી. ભાગવતે કહ્યું કે યુવાનોનો અવાજ લોકશાહીની શક્તિ છે અને તેમની વાતને ગંભીરતાથી સાંભળવી જોઈએ. તેમણે ઉમેર્યું કે આજના યુવાનો માત્ર વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરતા નથી, પરંતુ તેઓ સમાજ અને વ્યવસ્થામાં જરૂરી સુધારાની માંગ માટે અવાજ ઉઠાવે છે. વિરોધ કરનાર પેઢીને દેશદ્રોહી ગણાવવું યોગ્ય નથી…
જાતિવાદને લઈ RSS વડા મોહન ભાગવતનું મોટું નિવેદન, લોકોને કરી આ અપીલ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે સમાજમાં પ્રવર્તતા જાતિ ભેદભાવ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો જાતિ ભેદભાવ નાબૂદ કરવો હોય તો પહેલા મનમાંથી જાતિ નાબૂદ કરવી પડશે. આ ભાષણ RSSની શતાબ્દી નિમિત્તે આયોજિત જાહેર સેમિનાર દરમિયાન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોહન ભાગવતે જનતા સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમની સાથે પ્રાંતીય સંઘચાલક અનિલ ભાલેરાવ પણ મંચ પર હતા. ભાષણ દરમિયાન તેમણે કહ્યું, “પહેલાં, જાતિ વ્યવસાય અને કાર્ય સાથે જોડાયેલી હતી, પરંતુ પછીથી તે સમાજમાં ફેલાયેલી અને ભેદભાવનું કારણ બની.” “મનમાંથી જાતિવાદ દૂર કરવો જ જોઇએ.” જાતિવાદની સમસ્યા પર બોલતા, ભાગવતે લોકોને અપીલ કરી કે તેઓ તેને તેમના મનમાંથી નાબૂદ કરે. તેમણે કહ્યું, “આ ભેદભાવનો અંત લાવવા માટે, મનમાંથી…
આતંકી હુમલા બાદ મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાના થોડા દિવસો પછી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે શનિવારે હિન્દુ ધર્મના સ્વરૂપ અને અહિંસાના સિદ્ધાંત પર એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે સમજાવ્યું કે અહિંસા હિન્દુ ધર્મનો મૂળ છે, પરંતુ જુલમ કરનારાઓને સજા આપવી એ પણ ધર્મનો એક ભાગ છે. એક કાર્યક્રમમાં બોલતા, તેમણે હિન્દુ સમાજને સમય અનુસાર તેમના ધર્મને સમજવા અને ચર્ચાની પરંપરા અપનાવવાની અપીલ કરી. દિલ્હીમાં સ્વામી વિજ્ઞાનાનંદના પુસ્તક ‘ધ હિન્દુ મેનિફેસ્ટો’ના લોન્ચિંગ કાર્યક્રમમાં બોલતા, RSS વડા મોહન ભાગવતે કહ્યું, ‘અહિંસા આપણો ધર્મ છે.’ પણ જુલમીઓને મારવા એ પણ એક ધર્મ છે, તે અહિંસા છે. એ હિંસા નથી. જેમની પાસે સારવાર નથી તેમને સારવાર માટે બીજી જગ્યાએ મોકલવામાં આવે છે. આપણે આપણા પડોશીઓને નુકસાન…
વલસાડમાં ધર્માંતરણને લઈ મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત ગઇકાલે ગુજરાતના પ્રવાસે હતા. આ દરમિયાન મોહન ભાગવત વલસાડમાં આવેલા ભાવેશ્વર મહાદેવ મંદિરના રજત જયંતિ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતા. જ્યાં તેમણે ધર્માંતરણને લઈને મોટું નિવેદન આપ્યું છે. જેમાં તેમણે લોકોને કોઈ પણ લાલચ કે ડરના કારણે ધર્મ ના બદલવા જણાવ્યું છે. વલસાડમાં ધર્માંતરણ મામલે મોહન ભાગવતે જણાવ્યું કે, રોજિંદા જીવનના લોભ અને લાલચનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે આપણે ધર્મથી દૂર થઈ શકીએ છીએ. આપણે યાદ રાખવું જોઈએ કે, ધર્મ જ દરેકને ખુશી તરફ લઈ જઈ શકે છે.લોકોએ કોઈ પણ સંજોગોમાં લોભ કે ભયના પ્રભાવ હેઠળ પોતાનો ધર્મ બદલવો જોઈએ નહીં. આ પણ વાંચો: સાબરકાંઠા: વડાલીમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ, પતિ-પત્ની સહિત ત્રણ બાળકોએ પીધી ઝેરી દવા મહાભારતનો…
ડોક્ટર મનમોહનસિંહનું યોગદાન હમેંશા યાદ કરવામાં આવશેઃ મોહન ભાગવત
દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે ગુરુવારે દિલ્હી AIIMS ખાતે અંતિમ શ્વાસ લીધા. દેશના એવા પીએમમાં મનમોહન સિંહનું નામ સામેલ છે, જેમના વખાણ વિપક્ષો પણ કરે છે. આરએસએસના વડા મોહન ભાગવતે પૂર્વ પીએમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, ભારતના પૂર્વ વડાપ્રધાન અને દેશના વરિષ્ઠ નેતા ડૉ. સરદાર મનમોહન સિંહના નિધનથી સમગ્ર દેશ અત્યંત શોકની લાગણી અનુભવી રહ્યો છે. -> પૂર્વ PMના નિધન પર RSS ચીફે શું કહ્યું? :- આરએસએસ ચીફે કહ્યું, “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમના પરિવાર અને અસંખ્ય પ્રિયજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે. ડૉ. મનમોહન સિંહ, એક સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી આવતા હોવા છતાં, દેશના સર્વોચ્ચ પદને શોભાવ્યું હતું. પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી ડૉ. મનમોહનસિંહનું યોગદાન હંમેશા યાદ કરવામાં આવશે. અમે ભગવાનને પ્રાર્થના કરીએ…










