અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 9 લોકોના જીવ લેનારને કેસમાંથી મુક્તિ જોઈએ, તથ્ય પટેલે કરી હાઇકોર્ટમાં અરજી

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 9 નિર્દોષ લોકોના જીવ લેનાર તથ્ય પ્રજ્ઞેશ પટેલ જેલમાં છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ પોલીસ આરોપી તથ્ય વિરુદ્ધ મજબૂત પુરાવા એકઠા કર્યા છે. પોલીસની તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જો કે, હવે 9 લોકોનો ભોગ લેનાર અકસ્માતના આરોપીને આ કેસમાંથી મુક્તિ જોઈએ છે.

–>તથ્ય પટેલે કરી હાઇકોર્ટમાં અરજી:- ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે કે, તેમને આ કેસમાંથી મુક્તિ જોઈએ છે. જેના પગલે આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. ઉલ્લેખનિય છે કે, અમદાવાદના ઈસ્કોન બ્રિજ પાસે જુલાઈ 2023માં અકસ્માત સર્જ્યો હતો જેમાં 9 લોકોના જીવ લીધા હતા. તેમજ 13 લોકોને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

–> શું છે સમગ્ર મામલો?:- મહત્વનું છે કે, જુલાઈ 2023માં ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ તરફથી પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. 141.27થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી. આ ભયાનક અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું હતું. અકસ્માત સર્જનાર જેગુઆર ચાલક પણ ઘાયલ થતા સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે કેસના મુખ્ય આરોપીનું નામ તથ્ય પટેલ છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

KDCC ખેડામાં AI ક્રાંતિનો આરંભ: નડિયાદમાં “AI ટેકનોલોજી મંડળી”નું ભવ્ય ઉદ્ઘાટન

ખેડા : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી KDCC બેંક માં વિશ્વની પ્રથમ “ખેડા જિલ્લા AI ટેકનોલોજી મંડળી લી.” નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સાથે Intel India ના સહકારથી આયોજિત…

ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *