ઇસ્કોન બ્રિજ દુર્ઘટના કેસ : આરોપી તથ્ય પટેલ સામે આજે ગ્રામ્ય કોર્ટમાં ચાર્જફ્રેમ
અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર થયેલી ભયાનક દુર્ઘટનાના મુખ્ય આરોપી તથ્ય પટેલ સામે આજે, મંગળવારે, અંતે ગ્રામ્ય કોર્ટમાં ચાર્જફ્રેમ થવાના છે. આ અકસ્માતમાં નવ નિર્દોષ લોકોના કરૂણ મૃત્યુ થયા હતા, જેના કારણે સમગ્ર રાજ્યમાં શોક અને આક્રોશ ફેલાયો હતો. લાંબા સમયથી કેસ ચાલી રહ્યો હોવા છતાં, દસથી વધુ વખત ચાર્જફ્રેમની કાર્યવાહી મુલતવી રહી હતી. મૃતકોના પરિવારો તથા વકીલોએ વારંવાર વિનંતી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કર્યો હતો અને ટ્રાયલ કોર્ટને ત્રણ અઠવાડિયામાં ચાર્જફ્રેમ કરવાની સુચના આપી હતી. સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ હવે કાર્યવાહી ઝડપી બની રહી છે. આજે તથ્ય પટેલને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેના વિરુદ્ધ કાયદેસરના ગુનાઓ અંતર્ગત સત્તાવાર રીતે ચાર્જફ્રેમ કરવામાં આવશે. ચાર્જફ્રેમ થવાની પ્રક્રિયા બાદ કેસની ટ્રાયલ શરુ થશે અને…
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 9 લોકોના જીવ લેનારને કેસમાંથી મુક્તિ જોઈએ, તથ્ય પટેલે કરી હાઇકોર્ટમાં અરજી
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 9 નિર્દોષ લોકોના જીવ લેનાર તથ્ય પ્રજ્ઞેશ પટેલ જેલમાં છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ પોલીસ આરોપી તથ્ય વિરુદ્ધ મજબૂત પુરાવા એકઠા કર્યા છે. પોલીસની તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જો કે, હવે 9 લોકોનો ભોગ લેનાર અકસ્માતના આરોપીને આ કેસમાંથી મુક્તિ જોઈએ છે. –>તથ્ય પટેલે કરી હાઇકોર્ટમાં અરજી:- ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે કે, તેમને આ કેસમાંથી મુક્તિ જોઈએ છે. જેના પગલે આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. ઉલ્લેખનિય છે કે, અમદાવાદના ઈસ્કોન બ્રિજ પાસે જુલાઈ 2023માં અકસ્માત સર્જ્યો હતો જેમાં 9 લોકોના જીવ લીધા હતા. તેમજ 13 લોકોને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. –> શું છે સમગ્ર…








