ધંધુકાની પ્રાથમિક શાળા ટાવર ચોક ખાતે પોક્સો અને બાળ અધિકાર તાલીમ શિબિર યોજાઈ
B INDIA ધંધુકાના ભાલ પંથકના ધોળી વિસ્તારના પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધંધુકાની મિશ્ર 1 પ્રાથમિક શાળા ટાવર ચોક ખાતે પોક્સો તાલીમ શિબિર યોજવામાં આવી હતી. 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને જાતીય શોષણ , જાતીય સતામણી તેમજ તેને લગતા કાયદાઓની સમજ આપવી ખૂબ જ જરૂરી છે , કારણ કે ઘણી વખત ગંભીર પ્રકારના બનાવો બનતા હોય છે , પરંતુ બાળકોને તેની પૂરતી જાણકારી ન હોવાના કારણે તે બનાવો બહાર આવતા નથી અને દબાઈ જતા હોય છે. દેશમાં દિવસેને દિવસે હત્યા, લૂંટ, ચોરી, છેડતી જેવા ગંભીર ગુનાહો વધી રહ્યા છે.જેના કારણે લોકો સરળતાથી બહાર નિકળી શકતા નથી.આ પ્રકારના ગુન્હાઓને રોકવા તંત્ર દ્વારા સતત પ્રયાસો થતા રહે છે.પરંતું સમયની સાથે સાથે ગુન્હા ખોરી વધતી રહેતી હોય…







