પશ્ચિમ બંગાળમાં હિંસા મામલે મિથુન ચક્રવર્તીનું મોટું નિવેદન, કરી રાષ્ટ્રપતિ શાસન લાદવાની અપીલ
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં હિંસા બાદ રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. ભાજપ નેતા અને ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તીએ હિંસા પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, હું કેન્દ્રીય ગૃહમંત્રીને બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની અપીલ કરું છું. બંગાળમાં આગામી ચૂંટણી સેનાની હાજરીમાં થવી જોઈએ. અમે બંગાળમાં નિષ્પક્ષ ચૂંટણી ઇચ્છીએ છીએ. મિથુન ચક્રવર્તીએ વધુમાં કહ્યું કે, અમે રાજ્યમાં રમખાણો ઇચ્છતા નથી. બંગાળમાં દુઃખદ પરિસ્થિતિ છે. રમખાણોગ્રસ્ત વિસ્તારોમાં હિન્દુઓને તેમના ઘર છોડવાની ફરજ પાડવામાં આવી છે. બંગાળમાં તુષ્ટિકરણની રાજનીતિ ચાલી રહી છે. બંગાળ આપણા હાથમાંથી સરકી રહ્યું છે. વક્ફ સુધારા કાયદાના વિરોધમાં 11 એપ્રિલે પશ્ચિમ બંગાળમાં ભારે હિંસા થઈ હતી. મુસ્લિમ બહુમતી ધરાવતા મુર્શિદાબાદ અને માલદા જિલ્લાઓ તેમજ દક્ષિણ 24 પરગણાના ભાંગોરમાં હિંસક અથડામણો બાદ તણાવ વધી ગયો હતો.…
મુર્શિદાબાદ હિંસામાં બાંગ્લાદેશી આતંકવાદીઓનો હતો હાથ! ગુપ્તચર રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં તાજેતરમાં થયેલી હિંસા અંગે ગુપ્તચર એજન્સીઓએ મોટો દાવો કર્યો છે. એક ગુપ્ત અહેવાલ મુજબ, બાંગ્લાદેશના બે કટ્ટરપંથી આતંકવાદી સંગઠનો – જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ (JMB) અને અંસારુલ્લા બાંગ્લા ટીમ (ABT) – ના સભ્યો આ સાંપ્રદાયિક હિંસામાં સામેલ હતા. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ બાહ્ય તત્વોને હિંસા ફેલાવવામાં સ્થાનિક રાજકીય નેતાઓનો ટેકો મળ્યો હતો, જેનાથી મામલાની ગંભીરતા વધુ વધી ગઈ. જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ (JMB) એક પ્રતિબંધિત આતંકવાદી સંગઠન છે જે લશ્કર-એ-તૈયબા, હરકત-ઉલ-જીહાદ-અલ-ઇસ્લામી અને ISIS જેવા જૂથો સાથે જોડાયેલું છે. બાંગ્લાદેશ સરકારે 2005 માં તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સંગઠન ભારતમાં પણ પ્રતિબંધિત છે. અંસારુલ્લા બાંગ્લા ટીમ (ABT) પણ બાંગ્લાદેશથી કાર્યરત એક આતંકવાદી સંગઠન છે, જે 2013-2015 વચ્ચે નાસ્તિક બ્લોગર્સની હત્યામાં સામેલ હોવાનું માનવામાં…








