ગુજરાતમાં ઠંડીની ધીરે ધીરે વિદાય, પવનોની દિશા બદલાતા ઠંડીથી રહેશે રાહત
ગુજરાતમાંથી શિયાળો ધીરે ધીરે વિદાય લઈ રહ્યો છે. આ મહિનાના અંત સુધીમાં ઠંડી વિદાય લેશે તેવી સંભાવના દેખાઈ રહી છે. સાથે સાથે વહેલી સવારે આવતી ફ્લાઇટ 1-2 કલાક મોડી ચાલી રહી છે. આગામી સાત દિવસ ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેશે. આગામી પાંચ દિવસ તાપમાન ધીરે ધીરે વધશે પરંતુ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની શક્યતા નથી. હાલ સિઝન બદલાઈ રહી છે. જેમાં જમીન પર થોડી ગરમી વધી રહી છે. હાલ લઘુત્તમ તાપમાન સામાન્યની આસપાસ જ છે. મહત્તમ તાપમાન ધીરે ધીરે વધી રહ્યું છે. પૂર્વ તરફથી પવન ફૂંકાશે તો દક્ષિણમાં થોડી ગરમી શરૂ થશે. ગુજરાતમાં ફરીથી ઠંડીનો ચમકારો વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને…







