મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ, ટ્રમ્પે કર્યો મોટી કાર્યવાહીનો ઈશારો
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ Donald Trumpએ ઈરાનને લઈને કડક નિવેદન આપ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દાવો કર્યો કે ઈરાનની હવાઈ સંરક્ષણ પ્રણાલી, વાયુસેના, નૌકાદળ અને તેનું નેતૃત્વ ગંભીર રીતે નબળું પડી ગયું છે. ટ્રમ્પે જણાવ્યું કે ઈરાન સાથે પરમાણુ અને બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમોને લઈને નવી વાટાઘાટો કરવાની વાત હવે મોડેથી થઈ રહી છે. ટ્રમ્પના નિવેદન મુજબ, આગામી દિવસોમાં સંઘર્ષનો “આગલો તબક્કો” આવી શકે છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી સંપૂર્ણ શક્તિથી કાર્યવાહી કરવામાં આવી નથી અને હજી વધુ કડક પગલાં શક્ય છે. મધ્ય પૂર્વના કેટલાક દેશો પર થયેલા મિસાઈલ અને ડ્રોન હુમલાઓને લઈને પણ તેમણે ચિંતા વ્યક્ત કરી. આ તરફ અમેરિકી વિદેશ મંત્રી Marco Rubioએ જણાવ્યું કે ઇઝરાયલ સાથે સંકલન…
તાત્કાલિક ઈરાન છોડો: અમેરિકાની એડવાઈઝરી બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ટેન્શન વધ્યું
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે અમેરિકાના વિદેશ વિભાગે ઈરાનમાં રહેતા તમામ અમેરિકન નાગરિકોને તાત્કાલિક દેશ છોડવાની એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરી બાદ મધ્ય પૂર્વમાં રાજકીય અને સુરક્ષા પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. અમેરિકા–ઈરાન વચ્ચે તણાવમાં વધારો ઉલ્લેખનીય છે કે ગયા વર્ષના અંતમાં ઈરાનમાં સત્તા વિરોધી આંદોલનો શરૂ થયા હતા. ત્યારબાદ ઈરાની સરકારે ઈન્ટરનેટ અને સંચાર સેવાઓ પર કડક નિયંત્રણો લાદ્યા હતા. ઈરાન સરકારનું કહેવું છે કે આ આંદોલનો પાછળ વિદેશી શક્તિઓ જવાબદાર છે અને આંદોલનકારોને આતંકવાદી ગણાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ, અમેરિકા વારંવાર ચેતવણી આપી રહ્યું છે કે જો ઈરાનમાં આંદોલનકારો પર હિંસા અથવા હત્યાઓ થશે તો તે કડક પગલાં લેશે. આ મુદ્દે બંને દેશો વચ્ચે વાકયુદ્ધ…








