ભારતીય શેરબજારમાં આજે ‘બ્લેક મન્ડે’, 10 સેકન્ડમાં જ 19 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી ટેરિફ નીતિ લાગુ થયા પછી, વિશ્વભરના શેરબજારોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતીય શેરબજાર પણ આ વૈશ્વિક પ્રભાવથી બચી શક્યું નથી. સોમવાર, 7 એપ્રિલના રોજ, ભારતીય શેરબજારનો મુખ્ય સૂચકાંક, BSE સેન્સેક્સ 3914.75 પોઈન્ટના ઘટાડા સાથે 71,449.94 પોઈન્ટ પર ખુલ્યો. તે જ સમયે, NSE નો નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 1146 પોઈન્ટના ઘટાડા સાથે 21,758.40 પોઈન્ટ પર ખુલ્યો. ઓવરઓલ વાત કરીએ તો બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 19.39 લાખ કરોડ રૂ. ઘટી ગયા હતા એટલે કે રોકાણકારોની સંપત્તિ જ માર્કેટ ખુલતા જ 19.39 લાખ કરોડ રૂ. ઘટી ગયા હતા. કોવિડ-૧૯ પછી ભારતીય શેરબજારમાં આ સૌથી મોટો ઘટાડો માનવામાં આવે છે.   ભારતીય શેરબજારમાં મોટાભાગની કંપનીઓ લાલ નિશાનમાં ખુલી:- આ ભારે ઘટાડામાં,…