ડોનાલ્ડ ટ્રમ્પે પોતાને જાહેર કર્યા વેનેઝુએલાના ‘કાર્યકારી રાષ્ટ્રપતિ’, તસવીર શેર કરી જાણો શું લખ્યું?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોતાનો એક ફોટો શેર કર્યો હતો, જેના કારણે ભારે ચર્ચા શરૂ થઈ હતી. વેનેઝુએલા પરના હુમલા અને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ બાદ, ટ્રમ્પે હવે પોતાને વેનેઝુએલાનો “કાર્યકારી રાષ્ટ્રપતિ” જાહેર કર્યા છે. ટ્રમ્પે આ ફોટો મજાક તરીકે શેર કર્યો હતો. અગાઉ, દેશના ઉપરાષ્ટ્રપતિ, ડેલ્સી રોડ્રિગ્ઝને વેનેઝુએલાના વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ટ્રમ્પે રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથઆઉટ પર પોતાનો આ ફોટો શેર કર્યો. આ તસવીરમાં વિકિપીડિયાના સત્તાવાર પેજનું સંપાદન છે, જેમાં જાન્યુઆરી 2026 માં ડોનાલ્ડ ટ્રમ્પને વેનેઝુએલાના વર્તમાન રાષ્ટ્રપતિ તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ ગઈ, જેમાં લોકોએ ટ્રમ્પના ઇરાદા પર સવાલ ઉઠાવ્યા. નોંધનીય છે કે 3 જાન્યુઆરીના રોજ, અમેરિકાએ એક મોટી લશ્કરી કાર્યવાહી…







