આજે BJP સ્થાપના દિવસ, અનેક પડકારો બાદ થઈ આ રીતે સ્થાપના; જાણો ઇતિહાસ
દેશના રાજકીય ઇતિહાસમાં 6 એપ્રિલનું વિશેષ મહત્વ છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી માટે. આજનો દિવસ ભાજપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે 45 વર્ષ પહેલાં, આજના દિવસે, 6 એપ્રિલ, 1980 માં, ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ હતી. 6 એપ્રિલ 1980નો દિવસ ભારતીય રાજકારણમાં ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ દિવસે ભારતીય જનતા પાર્ટીનો પાયો નંખાયો હતો. આજે તે વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ બની ગયો છે. ભાજપ પાર્ટી હવે તેના સ્થાપના દિવસની તૈયારીઓમાં વ્યસ્ત છે. 2014 માં જ્યારે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ કેન્દ્રમાં સત્તા પર આવ્યું, ત્યારે પાર્ટીના કુલ સભ્યોની સંખ્યા 5 થી 6 કરોડની વચ્ચે હતી. હાલ શું છે સ્થિતિ આજે, BJPને વિશ્વની સૌથી મોટી પાર્ટી બનાવવામાં સૌથી મહત્વપૂર્ણ નિર્ણય એ પાર્ટીમાં…







