NIAના 5 રાજ્યોમાં દરોડા, જાણો શું છે મામલો

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ ગુરુવારે અલ કાયદા ગુજરાત આતંકવાદી કાવતરાના સંદર્ભમાં પાંચ રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. અલ કાયદા ગુજરાત આતંકવાદી કાવતરામાં ગેરકાયદેસર બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સ સામેલ હોવાની શંકા છે. NIA એ પાંચ રાજ્યોમાં 10 સ્થળોએ દરોડા પાડ્યા હતા. NIA ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે NIA ટીમોએ બુધવારે પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મેઘાલય, હરિયાણા અને ગુજરાતમાં વિવિધ શંકાસ્પદો અને તેમના સહયોગીઓ સાથે જોડાયેલા સ્થળોની તપાસ કરી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે ઘણા ડિજિટલ ઉપકરણો અને દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે અને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ કેસ 2023 માં નોંધવામાં આવ્યો હતો અને તેમાં ચાર બાંગ્લાદેશી નાગરિકો – મોહમ્મદ સોજીબ મિયાં, મુન્ના ખાલિદ અંસારી, અઝરુલ ઇસ્લામ અને અબ્દુલ લતીફના નામ છે. આરોપીઓ નકલી ભારતીય ઓળખ દસ્તાવેજોનો…

બાંગ્લાદેશે પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને આસામને બાંગ્લાદેશના ભાગ તરીકે દર્શાવતો નક્શો જાહેર કરતા વિવાદ

મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકારના ‘સલાહકાર’ તરીકે કામ કરનાર મહફૂઝ આલમે વિજય દિવસના અવસર પર મોટો વિવાદ ઉભો થાય તેવો નકશો જાહેર કરી પોતાના નાપાક ઇરાદા છતા કરી દીધા. 1971 ના બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધમાં પાકિસ્તાની સેના પર બાંગ્લાદેશી સેનાની જીતની યાદમાં 16 ડિસેમ્બરે વિજય દિવસ ઉજવવામાં આવે છે. સોમવારે ફેસબુક પર પોસ્ટ કરીને, કટ્ટર ઇસ્લામવાદી મહફૂઝ આલમે સૌથી પહેલા ઉત્તર-પૂર્વ ભારત અને ઉત્તર ભારતમાં રહેતા લોકો વચ્ચે સંસ્કૃતિના આધારે મતભેદ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેણે વિવાદાસ્પદ નકશો બહાર પાડ્યો, જેમાં પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને આસામને બાંગ્લાદેશના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. જોકે, વિવાદ વધ્યા બાદ તેણે પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. -> ઉત્તર પૂર્વ ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો :- મહફૂઝ આલમે પોતાની…