રેલવે મુસાફરો માટે ખુશખબરઃ જનરલ ટિકિટ માટે કાઉન્ટરની લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં
ભારતીય રેલવેમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. ખાસ કરીને જનરલ એટલે કે અનામત વગરની ટિકિટ લઈને મુસાફરી કરતા મુસાફરો માટે સ્ટેશન પર ટિકિટ કાઉન્ટરની લાંબી લાઈનો ઘણી વખત મુશ્કેલીનું કારણ બને છે. હવે આવા મુસાફરો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતીય રેલવેની RailOne એપ દ્વારા મુસાફરો ઘરે બેઠા અનરિઝર્વ્ડ એટલે કે જનરલ ટિકિટ બુક કરી શકે છે. આ ડિજિટલ સુવિધાનો સૌથી મોટો ફાયદો એ છે કે મુસાફરોને ટિકિટ લેવા માટે સ્ટેશનના કાઉન્ટર સુધી જવાની જરૂર પડતી નથી. ઉપરાંત, ઉપલબ્ધ રેલવે માહિતી અનુસાર RailOne એપ મારફતે જનરલ ટિકિટ બુક કરાવતી વખતે મુસાફરોને 3 ટકા ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે. શું છે RailOne એપ? ભારતીય રેલવે દ્વારા મુસાફરોને વિવિધ રેલવે સેવાઓ એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર…
1 ઓગસ્ટથી તત્કાલ ટિકિટ બુકિંગમાં મોટો ફેરફાર, રેલવે લાવશે નવી ટોકન સિસ્ટમ
ટ્રેનમાં મુસાફરી માટે તત્કાલ ટિકિટ બુક કરાવનારા લાખો મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારતીય રેલવેના પશ્ચિમ મધ્ય રેલવે (WCR) ઝોન દ્વારા 1 ઓગસ્ટથી તત્કાલ ટિકિટ બુકિંગની કાઉન્ટર સિસ્ટમમાં મોટા ફેરફારો અમલમાં મુકવામાં આવી રહ્યા છે. નવી વ્યવસ્થાનો મુખ્ય હેતુ રિઝર્વેશન કાઉન્ટર પર થતી ભીડ ઘટાડવાનો, દલાલો પર લગામ લગાવવાનો અને સામાન્ય મુસાફરોને વધુ પારદર્શક તથા સરળ સેવા આપવાનો છે. નવી ટોકન સિસ્ટમ હેઠળ હવે મુસાફરોને ટિકિટ કાઉન્ટર પર સીધા લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે. અગાઉથી ટોકન આપવામાં આવશે અને તે મુજબ જ મુસાફરોને ક્રમવાર કાઉન્ટર પર બોલાવવામાં આવશે. 1 ઓગસ્ટથી લાગુ થશે નવા નિયમો રેલવેના નવા નિયમો મુજબ 1 ઓગસ્ટથી કાઉન્ટર પરથી મળતી તત્કાલ ટિકિટ માટે ટોકન સિસ્ટમ ફરજિયાત બનાવવામાં આવશે. અત્યાર સુધી…
કન્ફર્મ ટ્રેન ટિકિટ પર હવે નહીં ભરવો પડે કેન્સલેશન ચાર્જ, રેલવે મંત્રીએ જાહેર કરી નવી સુવિધા
ભારતીય રેલવે દ્વારા મુસાફરો માટે એક મોટું અને રાહતભર્યું નિર્ણય લેવામાં આવ્યો છે. જાન્યુઆરી 2026થી શરૂ થનારી નવી નીતિ અનુસાર, હવે મુસાફરો પોતાની કન્ફર્મ ટ્રેન ટિકિટ પર કોઈપણ કેન્સલેશન ચાર્જ ચૂકવીયા વિના મુસાફરીની તારીખ બદલી શકશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું મોટું એલાન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક જાહેર નિવેદનમાં જણાવ્યું કે, “મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોને વધુ લવચીકતા અને સરળતા પૂરી પાડવાનો છે. અગાઉ, મુસાફરીના પ્લાનમાં બદલાવ થવાથી મુસાફરોને ટિકિટ રદ કરવાની મજબૂરી પડતી હતી અને ચાર્જ પણ ચૂકવવો પડતો હતો. હવે, એ સમસ્યા દૂર થઈ જશે.” નવી સુવિધા કેવી રીતે કામ કરશે? – મુસાફરોને જો નવી તારીખે સીટ ઉપલબ્ધ હોય તો, મુસાફરીની તારીખ બદલી શકાશે – જો નવું ભાડું વધુ હશે, તો તફાવત ચૂકવવો પડશે – જો…









