ચાંદી એક દિવસમાં 40,500 રૂપિયા થઈ મોંઘી, 7,300 રૂપિયાના ઉછાળા સાથે સોનાએ રચ્યો ઈતિહાસ

સોના અને ચાંદીના ભાવમાં જે રીતે ભડકો થઈ રહ્યો છે જેને રોકાણકારો અને સામાન્ય જનતા બંનેને વિચારતા કરી મૂક્યા છે. દરેકને સવાલ થઈ રહ્યો છે આખરે ભાવ વધશે તો વધશે કેટલા, શું સોના અને ચાંદી લેવું હવે સપના જેવું થઈ જશે? આજે મંગળવારે દિલ્હીના સર્રાફા બજારમાં સોના અને ચાંદીના ભાવે તમામ જૂના રેકોર્ડ તોડીને એક નવો ઈતિહાસ રચી દીધો છે. ખાસ કરીને ચાંદીમાં જોવા મળેલી તેજી અત્યાર સુધીની સૌથી મોટી એક દિવસીય તેજી માનવામાં આવી રહી છે. એક જ દિવસમાં 40,500 રૂપિયાનો જંગી ઉછાળો ચાંદીના ભાવમાં આજે 27 જાન્યુઆરીએ એક જ દિવસમાં 40,500 રૂપિયાનો જંગી ઉછાળો જોવા મળ્યો છે, જેના કારણે તેની કિંમત 3,70,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના જાદુઈ આંકડા પર પહોંચી ગઈ છે. ગયા શુક્રવારે ચાંદીનો ભાવ 3,29,500 રૂપિયા હતો, પરંતુ સોમવારે પ્રજાસત્તાક દિવસની રજા બાદ બજાર ખુલતાની સાથે જ ચાંદીમાં 12.3 ટકાનો રેકોર્ડબ્રેક વધારો થયો છે. સોનું આજે 7,300 રૂપિયા મોંઘું માત્ર ચાંદી જ નહીં, પણ સોનાના ભાવમાં પણ તોફાની તેજી જોવા મળી રહી છે. મંગળવારે 99.9 ટકા શુદ્ધતા ધરાવતું સોનું 7,300 રૂપિયા મોંઘું થઈને 1,66,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નવી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું છે. અગાઉ શુક્રવારે સોનાનો ભાવ 1,58,700 રૂપિયા પર બંધ રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું-ચાંદી રેકોર્ડબ્રેક આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના ચાંદીના ભાવમાં ચમકતી તેજી જોવા મળી રહી છે. જ્યાં ચાંદીના ભાવ પ્રથમ વખત 100 ડોલર પ્રતિ ઔંસની સપાટી વટાવી ગયા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચાંદીની વધીને 117.73 ડોલર પ્રતિ ઔંસની નવી ટોચે પહોંચી ગઈ છે. બીજી તરફ, વૈશ્વિક બજારમાં સોનામાં સતત સાતમા દિવસે તેજી યથાવત રહી હતી જેથી પ્રથમ વખત 5,000 ડોલરની સપાટી વટાવીને 5,110.24 ડોલર પ્રતિ ઔંસના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. સુરક્ષિત રોકાણ બજારના નિષ્ણાતોના મતે આ પ્રચંડ તેજી પાછળનું મુખ્ય કારણ વૈશ્વિક સ્તરે વધી રહેલા તણાવ અને ટેરિફના કારણે વધેલા વેપારી વિવાદોને લીધે હવે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદી તરફ વળ્યા છે, જેને કારણે આ કિંમતી ધાતુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. વૈશ્વિક બજારમાં આર્થિક અસ્થિરતા પણ સોના ચાંદીના ભાવ વધારા પાછળનું મોટું કારણ છે.  Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

ફિન નિફ્ટી ટ્રેડિંગમાં NSEનો મોટો નિર્ણય, જથ્થાબંધ ફ્રીઝ મર્યાદામાં ઘટાડો

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ ફ્યુચર્સ અને ઓપ્શન્સ (F&O) બજારમાં બજારની સ્થિરતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ડિસેમ્બર 1, 2025 થી અમલમાં આવતી સુધારણા હેઠળ, ફિન નિફ્ટી કોન્ટ્રાક્ટ્સ માટેની ક્વોન્ટિટી ફ્રીઝ મર્યાદા ઘટાડીને 1200 કોન્ટ્રાક્ટ્સ કરવામાં આવી છે, જે અગાઉ 1800 કોન્ટ્રાક્ટ્સ હતી. ક્વોન્ટિટી ફ્રીઝ મર્યાદા શું છે? ક્વોન્ટિટી ફ્રીઝ મર્યાદા બજારમાં સુરક્ષા કવચ તરીકે કામ કરે છે. F&O ટ્રેડિંગ દરમિયાન, કોઈ ભૂલ અથવા “ફેટ ફિંગર ટ્રેડ”ના કારણે મોટા ઓર્ડર મૂકી દેવામાં આવે તો તે બજારની સ્થિરતામાં વિક્ષેપ પેદા કરી શકે છે. NSE આ જોખમ રોકવા માટે નક્કી કરે છે કે એક જ સમયે દરેક કરાર પર કોઈ વેપારી કેટલી મહત્તમ રકમ મૂકી શકે છે. મર્યાદા કરતાં વધુ ઓર્ડર મૂકાય તો સિસ્ટમ તેને આપોઆપ રદ (Reject) કરી દે છે, જેથી બજારને નુકસાન ન પહોંચે. અન્ય મુખ્ય ઇન્ડેક્સ માટેની મર્યાદાઓ – બેંક નિફ્ટી: 600 – નિફ્ટી: 1,800 – મિડકેપ નિફ્ટી: 2,800 – નિફ્ટી નેક્સ્ટ 50: 600 ‘આઇસબર્ગ ઓર્ડર’ દ્વારા મર્યાદા ટાળવાનો રસ્તો કેટલાક મોટા રોકાણકારો અને સંસ્થાઓ આઇસબર્ગ ઓર્ડર પદ્ધતિનો ઉપયોગ કરે છે, જેમાં મોટા ઓર્ડર ને નાના ભાગોમાં વિભાજિત કરીને બજારમાં મૂકી શકાય છે. આ રીતે દરેક ભાગ ફ્રીઝ મર્યાદાથી નીચે રાખવામાં આવે છે, જે સિસ્ટમને Reject કરતું અટકાવે છે. NSEના નવા નિયમથી હવે ફિન નિફ્ટી માટે મોટા ઓર્ડર મૂકવા માટે બજારમાં વધુ નાના ટુકડાઓ (Icebergs) માં વિભાજન કરવું પડશે. આ પગલું બજારની સ્થિરતા અને સારા ટ્રેડિંગ વાતાવરણ માટે મહત્વપૂર્ણ ગણાય છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

ભારતીય ચલણને ઝટકો: રૂપિયો 7 પૈસા ઘટ્યો, ડોલર સામે ₹88.63 પર બંધ!

ભારતીય ફોરેક્સ માર્કેટમાં આજે રૂપિયામાં નબળાઈ જોવા મળી છે. ટ્રેડિંગના અંતિમ તબક્કે રૂપિયો યુએસ ડોલર સામે 7 પૈસા ઘટીને ₹88.63 પર બંધ થયો. અમેરિકન ડોલરની વૈશ્વિક મજબૂતાઈ અને વૈશ્વિક અર્થતંત્રની અનિશ્ચિતતા રૂપિયાને દબાણમાં લાવી છે. વિશ્લેષકો અનુસાર, ડોલર ઇન્ડેક્સ 99.61 ના સ્તરે પહોંચ્યો છે, જે યુએસ ડોલરની શક્તિ દર્શાવે છે. વૈશ્વિક બજારોમાં ડોલરની માંગમાં વધારો અને વિદેશી મૂડીની અવરજવર રૂપિયાની દિશાને અસર કરી રહ્યા છે. નાણાકીય નિષ્ણાતોના મતે, આગામી દિવસોમાં રૂપિયાના મૂલ્યમાં વધુ ચઢાવ-ઉતાર જોવા મળી શકે છે, ખાસ કરીને જો અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ફેરફાર થાય તો. ભારતીય શેરબજારમાં પણ રૂપિયાની આ નબળાઈનો મિશ્ર પ્રભાવ જોવા મળ્યો છે. નિકાસકારો માટે આ સ્થિતિ અનુકૂળ ગણાય છે, જ્યારે આયાતકારો માટે ખર્ચ વધી શકે છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in