ચૈત્રી નવરાત્રીને લઈને પાવાગઢમાં દર્શનનાં સમયમાં ફેરફાર, મંદિરના ટ્રસ્ટે સમય પત્રક કર્યુ જાહેર

ચૈત્રી નવરાત્રીમાં માતાજીના અન્ય યાત્રાધામોની જેમ પાવાગઢમાં પણ ભક્તોની ભીડ ઉમટતી હોય છે. જેને લઈને પાવાગઢ મંદિર ટ્રસ્ટે ખાસ સમય પત્રક બહાર પાડ્યું છે..જેથી ભક્તો આ સમય પત્રકને ધ્યાનમાં રાખે તો તેમને દર્શન માટે કોઇ અગવડતા નહીં પડે. અને ભક્તો સારી રીતે માતાજીનાં દર્શન કરી શકશે. પાવાગઢ મંદિરના સમય પત્રક અનુસાર, એકમ, આઠમ, નોમ અને પૂનમના દિવસે મંદિર સવારે 4 વાગ્યે ખુલશે, જ્યારે બાકીના દિવસોમાં મંદિર સવારે 5 વાગે ખુલશે. તમામ નવ દિવસોમાં મંદિર રાત્રે 8 વાગ્યે બંધ થશે.જેનું ભક્તોએ ખાસ ધ્યાનમાં રાખવું. ચૈત્રી નવરાત્રીનો ઈતિહાસ:- પૌરાણિક માન્યતાઓ અનુસાર પૃથ્વી પર મહિષાસુર નામના રાક્ષસનો આતંક ઘણો વધી ગયો હતો. મહિષાસુરને વરદાન હતું કે કોઈ દેવ કે દાનવ તેને હરાવી શકશે નહીં. મહિષાસુરનાં આતંકને કારણે સર્વત્ર અરાજકતા…