દુબઈ એર-શો દરમિયાન તેજસ વિમાન ક્રેશ: વિંગ કમાન્ડર નમન શ્યાલ શહીદ, દેશે ગુમાવ્યો બહાદુર પાઇલટ

દુબઈ એર-શો 2025 દરમિયાન ભારતના તેજસ ફાઇટર જેટ સાથે ગંભીર અકસ્માત થયો, જેમાં ભારતીય વાયુસેનાના પાઇલટ વિંગ કમાન્ડર નમન શ્યાલ શહીદ થયા. પ્રદર્શન ઉડાન દરમિયાન વિમાન અચાનક અનિયંત્રિત થઈ જમીન સાથે અથડાયું. અકસ્માત બપોરે લગભગ 3:40 વાગ્યે થયો હતો. બહાદુરીથી બચાવ્યો હજારો લોકોનો જીવ Indian Air Forceના પ્રાથમિક અહેવાલ મુજબ, વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા વિંગ કમાન્ડર નમન શ્યાલે વિમાનને ભીડથી દૂર લેનાર છેલ્લી ઘડીએ પ્રયાસ કર્યો. જો તેઓ ઇજેક્ટ થઈ જતા, તો વિમાન ભીડ પર પડી મોટા પાયે જાનહાનિ થવાની શક્યતા હતી. પરંતુ પાઇલટ અંત સુધી કોકપિટમાં રહ્યા અને લોકોનું જીવન બચાવવા પોતાનું જીવન બલિદાન આપ્યું. કોણ હતા વિંગ કમાન્ડર નમન શ્યાલ? – હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના નાગરોટા વિસ્તારના રહેવાસી – વય માત્ર 34 વર્ષ –…