China : ચીને 10 માર્ચથી અમેરિકી સામાન પર 10 થી 15 ટકા ટેરીફની જાહેરાત કરી, વેપાર યુદ્ધનુ જોખમ વધ્યું

અમેરિકાએ ચીન પર ટેરિફ લાદવાનો આદેશ જારી કર્યો છે. તેના જવાબમાં, ચીને સોયાબીન, જુવાર, બીફ, જળચર ઉત્પાદનો, ફળો, શાકભાજી અને ડેરી ઉત્પાદનો સહિત ઘણા અમેરિકન કૃષિ ઉત્પાદનો પર 10 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. સમાચાર એજન્સી રોઇટર્સના અહેવાલ મુજબ, ચીનના નાણા મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે દેશ 10 માર્ચથી કેટલીક યુએસ આયાત પર 10%-15% નો વધારાનો ટેરિફ લાદશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીની માલ પર ટેરિફ દર 10 થી વધારીને 20 ટકા કર્યા બાદ ચીનનું આ પગલું આવ્યું છે. આ પણ વાંચો :- અમેરિકાને સાથી તરીકે ગુમાવવા નથી માંગતા, પરંતુ રશિયા સાથે…..: ઝેલેન્સકી આ વધારો ચીન દ્વારા કરવામાં આવતી અન્યાયી વેપાર પ્રથાઓને રોકવા માટે અમેરિકાની વ્યાપક વ્યૂહરચનાનો એક ભાગ છે. ચીન…

Canada : ટ્રમ્પે કેનેડા પર 25 ટકા ટેરીફ લગાવતા ટ્રુડો આકરા પાણીએ, કહ્યું અમે પણ….

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ મેક્સિકો અને કેનેડાથી થતી આયાત પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી છે. તે જ સમયે, ચીનથી થતી આયાત પર વધારાના 10% ટેરિફની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો કિંગ ચાર્લ્સ III ને મળ્યા, જેમાં તેમણે કેનેડાની સાર્વભૌમત્વ અને સ્વતંત્રતા અંગે ચર્ચા કરી. આ પણ વાંચો :- આવતીકાલથી કેનેડા-મેક્સિકો પર ટેરીફનો ટ્રમ્પનો નિર્ણય થશે લાગુ, દરને લઇને અંતિમ નિર્ણય બાકી આ બેઠક અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાનું સૂચન કર્યા બાદ થઈ રહી છે, જેને કેનેડાએ સખત રીતે નકારી કાઢ્યું છે. રાષ્ટ્રપતિ બન્યા પછી, ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર કેનેડાને 51મું યુએસ રાજ્ય બનાવવાની વાત કરી ચૂક્યા છે. કેનેડાના રાજ્યના વડા તરીકે પણ સેવા આપતા…

આવતીકાલથી કેનેડા-મેક્સિકો પર ટેરીફનો ટ્રમ્પનો નિર્ણય થશે લાગુ, દરને લઇને અંતિમ નિર્ણય બાકી

યુએસ વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે રવિવારે પુષ્ટિ આપી હતી કે કેનેડિયન અને મેક્સીકન માલ પરના ટેરિફ મંગળવારના રોજ નિર્ધારિત સમય મુજબ અમલમાં આવશે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં ટેરિફ દરોને અંતિમ સ્વરૂપ આપશે. “તે હાલમાં જે વિચારી રહ્યા છે તે એ છે કે તે મેક્સિકો અને કેનેડા સાથે સોદો કરવા માંગે છે, અને તે એક અસ્થિર પરિસ્થિતિ છે,” તેમણે પુનરોચ્ચાર કર્યો કે ટેરિફ લાદવામાં આવશે, પરંતુ રાષ્ટ્રપતિ અને તેમની ટીમ દ્વારા વાટાઘાટો માટે છેલ્લી ઘડીનો અવકાશ છોડી દેવામાં આવ્યો હતો. આ પણ વાંચો :- અમેરિકાને સાથી તરીકે ગુમાવવા નથી માંગતા, પરંતુ રશિયા સાથે…..: ઝેલેન્સકી સરહદ સુરક્ષા અને ફેન્ટાનાઇલ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી :- લુટનિકે સ્વીકાર્યું કે જ્યારે કેનેડા અને મેક્સિકોએ યુનાઇટેડ સ્ટેટ્સ…

ડોનાલ્ડ ટ્રમ્પ માર્ચ મહિનાની શરૂઆતના સમયમાં જ મેક્સિકો. કેનેડા અને ચીનને ઉંચા ટેરીફનો ઝટકો આપશે

ટ્રમ્પ વહીવટીતંત્રે ટેરિફ અંગે મોટો નિર્ણય લીધો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે જણાવ્યું હતું કે મેક્સીકન અને કેનેડિયન માલ પર તેમના પ્રસ્તાવિત 25% ટેરિફ 4 માર્ચથી અમલમાં આવશે. આ ઉપરાંત, ચીનની આયાત પર વધારાની 10% ડ્યુટી પણ લાદવામાં આવશે કારણ કે તે દેશોમાંથી હજુ પણ ઘાતક દવાઓ અમેરિકા આવી રહી છે. ટ્રમ્પે ઓવલ ઓફિસમાં જણાવ્યું હતું કે ચીની આયાત પરનો તાજેતરનો ટેરિફ ફેન્ટાનાઇલ ઓપીયોઇડ કટોકટીને કારણે 4 ફેબ્રુઆરીએ લાદવામાં આવેલા 10% ટેરિફ ઉપરાંતનો હશે. -> અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વાત કહી :- યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “યુનાઇટેડ સ્ટેટ્સમાં હજુ પણ મોટી માત્રામાં દવાઓ (ફેન્ટાનાઇલ) આવી રહી છે, જેમાંથી એક મોટો હિસ્સો ઘાતક ઓપીઓઇડ ફેન્ટાનાઇલ છે.” પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે તેમણે…

ટ્રમ્પની ચેતવણી , BRICS નવી કરન્સી શરૂ કરશે તો અમે 100 ટકા ટેરિફ લાદીશું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીન સહિત બ્રિક્સ દેશોને ધમકી આપી છે. ટ્રમ્પે ધમકીભર્યા સ્વરમાં કહ્યું કે બ્રિક્સ દેશોએ સમજવું જોઈએ કે તેઓ યુએસ ડોલરનું સ્થાન લઈ શકતા નથી. જો આવું કરવાનો કોઈ પ્રયાસ કરવામાં આવશે તો અમેરિકા આ ​​દેશો પર 100 ટકા ટેરિફ લાદશે. ટ્રમ્પે કહ્યું કે જો બ્રિક્સ અમેરિકન ડોલરને પડકારવા માટે પોતાનું નવું ચલણ લોન્ચ કરશે તો તેને ભારે કિંમત ચૂકવવી પડશે. તેમને અમેરિકન બજારમાંથી બાકાત રાખવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા પ્રેક્ષક બનીને રહેશે નહીં અને આ ધમકીનો જવાબ આપશે. -> ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર શું લખ્યું? :- ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે બ્રિક્સ દેશો યુએસ ડોલરના વર્ચસ્વને પડકારવાનો પ્રયાસ કરી રહ્યા છે. આપણે…

ટ્રમ્પનું ચીન પ્રત્યે કુણું વલણ શું ભારત માટે કોઇ સંદેશ છે ? શું છે ટ્રમ્પનો ગેમ પ્લાન ?

અમેરિકાની કમાન સંભાળતાની સાથે જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક પછી એક એવી જાહેરાતો કરી, જેનાથી ભારતની ચિંતા વધી ગઈ. બીજી તરફ ચીન પ્રત્યે તેમનું વલણ ઘણું નરમ જણાય છે. ગુરુવારે એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે તેઓ ચીન પર ટેરિફ લાદવા ઈચ્છુક નથી. તેમણે સૂચવ્યું કે આ રીતે વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચેના વેપાર યુદ્ધને ટાળી શકાય છે. જોકે, તેઓ લાંબા સમયથી ચીન પર ભારે ટેરિફ લાદવાની વાત કરી રહ્યા હતા.ફોક્સ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ચીન માટે અમારી પાસે સૌથી મોટી શક્તિ ટેરિફ છે, પરંતુ ચીન તે નથી ઇચ્છતું અને હું પણ તેનો ઉપયોગ કરવા નથી ઈચ્છતો, પરંતુ ચીન માટે અમારી પાસે આ જબરદસ્ત શક્તિ છે .’ ડોનાલ્ડ ટ્રમ્પે ઈન્ટરવ્યુ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ…

ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથે વેપારને લઇને કર્યુ મોટુ એલાન, કહી 10 ટકા ટેરિફ લગાવવાની વાત

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યું કે તેમની સરકાર 1 ફેબ્રુઆરીથી ચીન પર 10 ટકા ટેરિફ લાદવાનું વિચારી રહી છે. ટ્રમ્પે કહ્યું કે ચીન પર ટેરિફ લાદવાનો નિર્ણય એ હકીકત પર આધારિત હશે કે તે મેક્સિકો અને કેનેડામાં ફેન્ટાનાઇલ મોકલી રહ્યું છે કે નહીં. ફેન્ટાનાઇલ એક એવું માદક દ્રવ્ય છે જે હેરોઈન કરતાં ૫૦ ગણું વધુ શક્તિશાળી અને વ્યસનકારક છે.”અમે ચીન પર 10% ટેરિફ લાદવા જઈ રહ્યા છીએ,” ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે ઓરેકલના ચીફ ટેકનોલોજી ઓફિસર (CTO) લેરી એલિસન, સોફ્ટબેંકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) માસાયોશી સન અને ઓપન એઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેન સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું, અમે ચીન પર 10 ટકા ટેરિફ લગાવવાનો વિચાર કરી રહ્યા છે જે ચીન દ્વારા મેક્સિકો અને કેનેડાને ફેન્ટાનાઇલ…