અંતરિક્ષમાં મહાસંકટના સંકેત: આદિત્ય-L1 એ પૃથ્વી પર તોળાતા ખતરા અંગે ચેતવણી આપી
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના મહત્વાકાંક્ષી સૌર મિશન આદિત્ય-L1એ અંતરિક્ષમાંથી એવા ચોંકાવનારા ડેટા મોકલ્યા છે, જેણે વૈજ્ઞાનિકોમાં ચિંતા વધારી છે. ઈસરોના તાજા ખુલાસા અનુસાર, સૂર્યમાંથી ઉદ્ભવતા શક્તિશાળી સૌર વાવાઝોડા હવે માત્ર અવકાશ સુધી સૂચિત નથી, પરંતુ પૃથ્વીના વાતાવરણ અને આધુનિક જીવન પર પણ સીધી અસર કરી રહ્યા છે. પૃથ્વીનું સુરક્ષા કવચ જોખમમાં આદિત્ય-L1ના વિશ્લેષણ મુજબ, ઓક્ટોબર 2024માં થયેલી એક ભીષણ સૌર ઘટનાએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર પર સીધો પ્રહાર કર્યો હતો. આ વાવાઝોડું એટલું શક્તિશાળી હતું કે પૃથ્વીનું સુરક્ષા કવચ દબાઈને અસામાન્ય રીતે નજીક આવી ગયું હતું. પરિણામે, ભ્રમણકક્ષામાં રહેલા અનેક સંદેશાવ્યવહાર ઉપગ્રહો થોડા સમય માટે જોખમમાં મુકાયા હતા. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, જો આવી ઘટનાઓ વધુ તીવ્ર બને તો ઇન્ટરનેટ સેવા, GPS નેવિગેશન, મોબાઇલ નેટવર્ક અને ટીવી…







