સંદીપ પ્રધાન સેબીના પૂર્ણ સમયના સભ્ય તરીકે નિયુક્ત, કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય

ભારતના નાણાકીય બજારના નિયમનકારી સંસ્થા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)માં એક મહત્વપૂર્ણ નિયુક્તિ કરવામાં આવી છે. 1990 બેચના આઈઆરએસ અધિકારી સંદીપ પ્રધાનને કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ વર્ષ માટે સેબીના પૂર્ણ સમયના સભ્ય (Whole-Time Member) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સિક્યોરિટીઝ માર્કેટને મજબૂત બનાવવા દિશામાં પગલું સંદીપ પ્રધાન ભારતીય રેવન્યુ સર્વિસ (IRS–Income Tax)ના વરિષ્ઠ અધિકારી છે અને તેમની આ નિમણૂકથી સેબીના બોર્ડને વધુ મજબૂતી મળશે તેવી અપેક્ષા છે. કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ, પ્રધાનનો અનુભવ નાણાકીય બજાર, ટેક્ષેશન અને નીતિ નિર્માણમાં વિશેષ રહ્યો છે, જે રોકાણકારોના હિતો અને બજારની પારદર્શિતા વધારવામાં મદદરૂપ બનશે. ત્રણ વર્ષનો કાર્યકાળ તેમની નિયુક્તિ પદભાર સંભાળ્યાની તારીખથી ત્રણ વર્ષ સુધી માન્ય રહેશે અથવા સરકારના આગળના આદેશો સુધી, જે વહેલું હોય તે અમલમાં…

દિવાળી પર શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગ 21 ઑક્ટોબરે, જાણો સમય અને વિગતો

દિવાળીની ઉજવણીની સાથે શેરબજારમાં પણ પરંપરાગત રીતે મુહૂર્ત ટ્રેડિંગ સત્ર યોજાય છે. આ વર્ષ 2025માં મંગળવાર, 21 ઑક્ટોબરના રોજ મુહૂર્ત ટ્રેડિંગ રહેશે. દાયકામાં પહેલી વખત, આ ટ્રેડિંગ બપોરે યોજાશે, જે સામાન્ય રીતે સાંજના સમયે થતું હતું. મુહૂર્ત ટ્રેડિંગ સમયસૂચિ: – પ્રી ઓપન સત્ર: બપોરે 1:30 થી 1:45 – મુખ્ય ટ્રેડિંગ: બપોરે 1:45 થી 2:45 – ક્લોઝિંગ સત્ર: બપોરે 2:55 થી 3:05 દિવાળીના આ શુભ અવસર પર રોકાણકારો નવા નાણાકીય વર્ષની શુભ શરૂઆત માનીને ટ્રેડિંગ કરતા હોય છે. NSE અને BSE બંને આ ખાસ સત્રનું આયોજન કરે છે. આ વર્ષે પણ રોકાણકારો દ્વારા સકારાત્મક ભાવના સાથે માર્કેટમાં પ્રવેશની અપેક્ષા છે. જો કે, રેગ્યુલર ટ્રેડિંગ સત્ર 20 અને 22 ઑક્ટોબર પર બંધ રહેશે.   Follow us On Social…