હવે AI ના દુરુપયોગ પર લાગશે લગામ, IT નિયમોમાં બદલાવ માટે સરકારની તૈયારી

ભારતમાં ડીપફેક વીડિયો અને એઆઈ-જનરેટેડ નકલી માહિતીના વધતા ઉપયોગને ધ્યાનમાં લઈ કેન્દ્ર સરકારે માહિતી પ્રૌદ્યોગિકી (IT) નિયમોમાં મોટાં ફેરફાર માટે તૈયારી શરૂ કરી છે. આગામી સમયમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ (પૂર્વે ટ્વિટર) જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે કોઈપણ એઆઈ-જનરેટેડ કન્ટેન્ટ પર લેબલ લગાવવું ફરજિયાત બનાવાશે. શું હશે નવા નિયમોની ખાસિયત? – AI કે સિન્થેટિક કન્ટેન્ટ પર સ્પષ્ટ ચિહ્ન (લેબલ/માર્ક) ફરજિયાત રહેશે. – વીડિયો માટે આ લેબલ સ્ક્રીનના ઓછામાં ઓછા 10% ભાગ પર દેખાવું જોઈએ. – ઑડિયો કન્ટેન્ટ માટે તે શરૂઆતના 10% સમયગાળામાં સંભળાવું જરૂરી છે. – પ્લેટફોર્મ્સે યુઝર્સ પાસેથી સ્પષ્ટ ડિક્લેરેશન લેવું પડશે કે કન્ટેન્ટ અસલી છે કે એઆઈ-જનરેટેડ. ડીપફેકનો ખતરો વધી રહ્યો છે મંત્રાલયે જણાવ્યું છે કે, તાજેતરના સમયમાં નકલી વિડિયો અને અવાજના આધારે રાજકીય પ્રચાર, વ્યક્તિગત…