હવે AI ના દુરુપયોગ પર લાગશે લગામ, IT નિયમોમાં બદલાવ માટે સરકારની તૈયારી

ભારતમાં ડીપફેક વીડિયો અને એઆઈ-જનરેટેડ નકલી માહિતીના વધતા ઉપયોગને ધ્યાનમાં લઈ કેન્દ્ર સરકારે માહિતી પ્રૌદ્યોગિકી (IT) નિયમોમાં મોટાં ફેરફાર માટે તૈયારી શરૂ કરી છે. આગામી સમયમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ (પૂર્વે ટ્વિટર) જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે કોઈપણ એઆઈ-જનરેટેડ કન્ટેન્ટ પર લેબલ લગાવવું ફરજિયાત બનાવાશે.

શું હશે નવા નિયમોની ખાસિયત?
– AI કે સિન્થેટિક કન્ટેન્ટ પર સ્પષ્ટ ચિહ્ન (લેબલ/માર્ક) ફરજિયાત રહેશે.
– વીડિયો માટે આ લેબલ સ્ક્રીનના ઓછામાં ઓછા 10% ભાગ પર દેખાવું જોઈએ.
– ઑડિયો કન્ટેન્ટ માટે તે શરૂઆતના 10% સમયગાળામાં સંભળાવું જરૂરી છે.
– પ્લેટફોર્મ્સે યુઝર્સ પાસેથી સ્પષ્ટ ડિક્લેરેશન લેવું પડશે કે કન્ટેન્ટ અસલી છે કે એઆઈ-જનરેટેડ.

ડીપફેકનો ખતરો વધી રહ્યો છે
મંત્રાલયે જણાવ્યું છે કે, તાજેતરના સમયમાં નકલી વિડિયો અને અવાજના આધારે રાજકીય પ્રચાર, વ્યક્તિગત માનહાની અને સામાજિક ગેરસમજ જેવી ઘટનાઓ વધતી ગઈ છે. ડીપફેક ટેક્નોલોજીનો દુરુપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ ખતરો બની શકે છે.

જનતા પાસેથી સૂચનો માંગ્યા
આ નિયમોનો ડ્રાફ્ટ જાહેર કરીને સરકારએ 6 નવેમ્બર 2025 સુધી જનતા અને નિષ્ણાતો પાસેથી સૂચનો માગ્યા છે. મંજૂરી બાદ આ નિયમો IT Act હેઠળ લાગુ પાડવામાં આવશે.

સરકારનો હેતુ
– વપરાશકર્તાઓને સાચી-ખોટી માહિતી વચ્ચે ભેદ કરવાની ક્ષમતા આપવી.
– એઆઈ ઈનોવેશન માટે સુરક્ષિત વાતાવરણ બનાવવું.
– સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને વધુ જવાબદાર બનાવવું.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

લગ્નના માંડવેથી પરીક્ષા ખંડ સુધી: રાધનપુરમાં નવદંપતીએ લગ્ન પહેલાં શિક્ષણને આપી પ્રાથમિકતા

રાધનપુર: લગ્નના મંડપમાંથી સીધા પરીક્ષા હોલ સુધી.વરરાજા અને કન્યાએ શિક્ષણને આપી પ્રથમ પ્રાથમિકતા.સમાજને પ્રેરણાદાયક સંદેશ આપતા વિદ્યાર્થીઓ

ખેડા : નડિયાદના ચકલાસીગામમાં બાજરીના ખેતરમાં યુવકની હત્યા.

ખેડા : નડિયાદના ચકલાસીમાં બાજરીના ખેતરમાં યુવકની હત્યા.અરવિંદ વાઘેલાની તીક્ષ્ણ હથિયારથી હત્યા.ચકલાસી PI, LCB, SOG અને DYSP સહિત ટીમો સ્થળે.FSL અને ડોગ સ્ક્વોડથી તપાસ તેજ, મહત્વના સૂત્રો મળ્યા.ઘટના સ્થળેથી તૂટેલો દંડો અને બળેલો મોબાઈલ મળી આવ્યો.પ્રેમપ્રકરણની આશંકા, 4 સગીરો શંકા હેઠળ, 1 ડિટેન, તપાસ ચાલુ