આકાશમાં જોવા મળશે રંગબેરંગીન નજારો, કચ્છનાં સફેદ રણમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમ કરશે દિલધડક કરતબો
ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ સફેદ રણની ઉપર આકાશમાં તેમના કરતબોનું પ્રદર્શન કરશે. 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી 2025ના રોજ આકાશમાં રંગબેરંગીન નજારો જોવા મળશે. જેથી આકાશ લાલ રંગથી રંગાઈ જશે. આ ટીમ સચોટ ઉડાન ભરીને અજોડ પ્રદર્શન કરશે. તેમજ ભારતીય વાયુસેનાના પાઇલટ્સના કૌશલ્ય, કાર્યપારંગતતા અને ક્ષમતાઓનું પ્રદર્શન કરીને અહીં ઉપસ્થિત પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દેશે. IAFની પ્રખ્યાત નવ-વિમાનની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ દ્વારા રજૂ કરવામાં આવનારા એરોબેટિક એર પ્રદર્શનમાં કાર્યપારંગતતા અને ચોકસાઇ જોવા મળશે. જે ભારતીય વાયુસેનાની બે મુખ્ય લાક્ષાણિકતાઓ છે. ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્ય કિરણ એરોબેટિક ટીમની રચના 1996માં કરવામાં આવી હતી. અને તે વિશ્વની ખૂબ જ જૂજ એવી નવ વિમાનોની એરોબેટિક ટીમોમાંની એક છે અને એશિયામાં આવી એકમાત્ર ટીમ છે. આ અનન્ય ટીમે ભારતમાં…







