આકાશમાં જોવા મળશે રંગબેરંગીન નજારો, કચ્છનાં સફેદ રણમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમ કરશે દિલધડક કરતબો

ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ સફેદ રણની ઉપર આકાશમાં તેમના કરતબોનું પ્રદર્શન કરશે. 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી 2025ના રોજ આકાશમાં રંગબેરંગીન નજારો જોવા મળશે. જેથી આકાશ લાલ રંગથી રંગાઈ જશે. આ ટીમ સચોટ ઉડાન ભરીને અજોડ પ્રદર્શન કરશે. તેમજ ભારતીય વાયુસેનાના પાઇલટ્સના કૌશલ્ય, કાર્યપારંગતતા અને ક્ષમતાઓનું પ્રદર્શન કરીને અહીં ઉપસ્થિત પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દેશે. IAFની પ્રખ્યાત નવ-વિમાનની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ દ્વારા રજૂ કરવામાં આવનારા એરોબેટિક એર પ્રદર્શનમાં કાર્યપારંગતતા અને ચોકસાઇ જોવા મળશે.

જે ભારતીય વાયુસેનાની બે મુખ્ય લાક્ષાણિકતાઓ છે. ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્ય કિરણ એરોબેટિક ટીમની રચના 1996માં કરવામાં આવી હતી. અને તે વિશ્વની ખૂબ જ જૂજ એવી નવ વિમાનોની એરોબેટિક ટીમોમાંની એક છે અને એશિયામાં આવી એકમાત્ર ટીમ છે. આ અનન્ય ટીમે ભારતમાં 500થી વધુ પ્રદર્શનો કર્યાં છે, તેમજ ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપોર અને UAE જેવા અન્ય દેશોમાં પણ એર શોમાં ભારતીય વાયુસેનાની કાર્યપારંગતતાનું પ્રદર્શન કર્યું છે.

સૂર્ય કિરણ એરોબેટિક ટીમ સામાન્યપણે SKAT તરીકે પ્રખ્યાત છે, જે સરળતા સાથે “સદૈવ સર્વોત્તમ”ના સૂત્રનો વારસો જાળવીને તેના ભાવાર્થ “હંમેશા શ્રેષ્ઠ”નું ઉચિત રીતે નિરૂપણ કરે છે. આ કાર્યક્રમમાં પાઇલટ્સના અસાધારણ કૌશલ્યનું પ્રદર્શન તો જોવા મળશે જ, સાથે-સાથે જનતા અને તેમાં પણ ખાસ કરીને શાળાના બાળકો અને કોલેજના વિદ્યાર્થીઓને ભારતીય વાયુસેનાનું સમર્પણ અને શ્રેષ્ઠતા જોવાની તક પણ પૂરી પાડશે.

Related Posts

લોરેન્સ ગેંગની Canadaને ધમકી: “અમે Canadaપર રાજ કરીશું”, 5000થી વધુ ગેંગ સભ્યો હોવાનો દાવો; Threat Surge

લોરેન્સ ગેંગની Canadaને ધમકી: “અમે Canadaપર રાજ કરીશું”, 5000થી વધુ ગેંગ સભ્યો હોવાનો દાવો; ગોળીબારની પણ ધમકી Canadaમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલી તપાસ દરમિયાન સામે આવેલા એક કથિત ધમકીભર્યા પત્રને લઈને ચકચાર મચી છે. કેનેડિયન પોલીસને મોકલવામાં આવેલા આ પત્રમાં ગેંગ તરફથી કેનેડામાં 5,000થી વધુ સભ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પત્રમાં કેનેડિયન પોલીસ અને સુરક્ષા એજન્સીઓને પડકાર આપતા “અમે કેનેડા પર રાજ કરીશું” જેવી ધમકી આપવામાં આવી હોવાનો અહેવાલ છે. આ પત્ર મૂળ વર્ષ 2025માં Canadaના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના એબોટ્સફોર્ડ પોલીસ વિભાગને મોકલવામાં આવ્યો હતો. જોકે તેનો સંપૂર્ણ લખાણ તાજેતરમાં જ જાહેર થયેલા દસ્તાવેજોના આધારે સામે આવ્યું છે. CBC News દ્વારા મેળવવામાં આવેલા દસ્તાવેજો મુજબ, આ પત્ર ઈમિગ્રેશન એન્ડ રેફ્યુજી બોર્ડ (IRB)ની એક કાર્યવાહી…

એન. ચંદ્રશેખરન વધુ ૫ વર્ષ TATA સન્સના ચેરમેન રહેશે: બોર્ડે કાર્યકાળ લંબાવ્યો Elite Hold 2026

ચંદ્રશેખરન વધુ 5 વર્ષ Tataસન્સના ચેરમેન રહેશે: બોર્ડે કાર્યકાળ વધાર્યો; અગાઉ પુનઃનિયુક્તિ નહીં સ્વીકારવાની કરી હતી જાહેરાત Tata ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનના કાર્યકાળને લઈને છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલી અનિશ્ચિતતાનો નવો વળાંક આવ્યો છે. ટાટા સન્સના બોર્ડે ચંદ્રશેખરનને વધુ પાંચ વર્ષ માટે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે ચાલુ રાખવાની મંજૂરી આપી છે. આ નિર્ણય અગાઉના ઘટનાક્રમથી ખાસ મહત્વનો બની રહ્યો છે, કારણ કે ઓગસ્ટ 2026માં ચંદ્રશેખરને પોતાના વર્તમાન કાર્યકાળ બાદ પુનઃનિયુક્તિ નહીં સ્વીકારવાની જાહેરાત કરી હતી. તે સમયે ટાટા સન્સના બોર્ડમાં તેમની આગામી ટર્મને લઈને સર્વસંમતિ બની શકી નહોતી. હવે Tata સન્સના બોર્ડે ફરી એકવાર તેમના નામને આગામી પાંચ વર્ષની ટર્મ માટે મંજૂરી આપી છે. જોકે આ નિર્ણયને અંતિમ અસરકારક બનવા માટે કંપનીની વાર્ષિક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *