Bindia
- Breaking News , Trending News , ગુજરાત
- January 18, 2025
સાબરકાંઠા બાદ હવે રાજકોટમાં પણ BZ જેવું કૌભાંડ, કંપનીને તાળા મારી સંચાલકો થયા ફરાર
B india રાજકોટ :- રાજકોટમાં બ્લોકઆરા કંપનીનું 300 કરોડનું પોન્ઝી કૌભાંડ સામે આવ્યું છે. આ કંપનીમાં 8000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યા હોવાની વિગતો મળી રહી છે. બ્લોકઆરા કંપની સવા ચાર લાખના રોકાણ સામે રોજ 4 હજારનું વળતર આપવાની રોકાણકારોને લાલચ આપવામાં આવી હતી. ત્યારે હવે સંચાલકો કંપનીને તાળા મારીને ફરાર થઈ ગયા છે.આ કૌભાંડમાં ભોગ બનનાર રાજકોટના મુલતાની મોહસીન રસીદભાઈ નામના અરજદારે પોલીસ કમિશ્નરમાં અરજી કરી છે. આ સાથે સુરતમાં આ મામલે ગુનો નોંધાયો છે. અરજી કરનાર મોહસીનભાઈ રસીદભાઈ મુલતાણી સહિતના રાજકોટના રોકાણકારોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું કે, અમે અમીત મનુભાઈ મુલતાનીને વર્ષોથી ઓળખીએ છીએ. અમે એક જ જ્ઞાતિના છીએ. જુન-2022 માં અમીતે રાજકોટ આવીને કહ્યું હતું કે, તે બ્લોક એરા કંપનીના…







