સાબરકાંઠા બાદ હવે રાજકોટમાં પણ BZ જેવું કૌભાંડ, કંપનીને તાળા મારી સંચાલકો થયા ફરાર

B india રાજકોટ :- રાજકોટમાં બ્લોકઆરા કંપનીનું 300 કરોડનું પોન્ઝી કૌભાંડ સામે આવ્યું છે. આ કંપનીમાં 8000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યા હોવાની વિગતો મળી રહી છે. બ્લોકઆરા કંપની સવા ચાર લાખના રોકાણ સામે રોજ 4 હજારનું વળતર આપવાની રોકાણકારોને લાલચ આપવામાં આવી હતી. ત્યારે હવે સંચાલકો કંપનીને તાળા મારીને ફરાર થઈ ગયા છે.આ કૌભાંડમાં ભોગ બનનાર રાજકોટના મુલતાની મોહસીન રસીદભાઈ નામના અરજદારે પોલીસ કમિશ્નરમાં અરજી કરી છે. આ સાથે સુરતમાં આ મામલે ગુનો નોંધાયો છે. અરજી કરનાર મોહસીનભાઈ રસીદભાઈ મુલતાણી સહિતના રાજકોટના રોકાણકારોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું કે, અમે અમીત મનુભાઈ મુલતાનીને વર્ષોથી ઓળખીએ છીએ. અમે એક જ જ્ઞાતિના છીએ. જુન-2022 માં અમીતે રાજકોટ આવીને કહ્યું હતું કે, તે બ્લોક એરા કંપનીના સૌરાષ્ટ્ર હેડ છે.

આ કંપની ક્રિપ્ટો કરન્સી – “TBAC” કોઈનનું કામ કરે છે. જેમાં બ્લોક ઓરા કંપનીના “TBAC” કોઈનમાં રોકાણ કરવાની સ્કીમ જણાવી હતી. આ સ્કીમમાં રોકાણ કરવાથી રોજ સારું વળતર મળે છે. ત્યારબાદ કંપનીની ઝુમ મીટીંગ તથા મુંબઈ સ્થિત સાહારા સ્ટાર હોટલમાં યોજેલ મોટી મિટીંગના વીડિયો બતાવ્યો હતો. આ બાદ અનેક લોકોએ તેમની સ્કીમમાં રોકાણ કર્યું હતું. રોજબરોજ તે વેબસાઈટ પર રોકાણનું વળતર દેખાડતું હતું અને અવારનવાર કંપનીના લોકો વિશેષ નાણાં રોકાણ કરવા માટે મોટી મોટી હોટલોમાં કોન્ફરન્સ કરતા હતાં, અને લોકોને લોભામણી લાલચો આપતા. આ બાદ અમને રકમ ઉપાડવા માટે કંપનીનો સંપર્ક કર્યો હતો.

તેઓએ જણાવ્યું કે, હાલ થોડો સમય સીસ્ટમમાં એરર આવી ગઈ છે. જેથી થોડા દિવસમાં વધારે વળતર સાથે પૈસા પરત કરીશું. ત્યારબાદ અનેક બહાનાઓ આગળ ધરી અમારી માતબર રકમ પરત ન કરી. અમે WWW.COINMARKET.COM” પર તપાસ કરતા જાણવા મળ્યું કે, “blockaura” કે “TBAC” કોઈન કોઈ જગ્યાએ લિસ્ટીંગ થયા નથી. અમે કંપનીના લોકોનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે તેઓ મુંબઈ જતા રહ્યાં છે. આમ, અનેક લોકોએ આ સ્કીમમાં રોકાણ કરીને પોતાના નાણા ગુમાવ્યાં છે.

Related Posts

પંચામૃત ડેરીનો મોટો નિર્ણય: દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો : Awesome

પંચામૃત ડેરીનો મોટો નિર્ણય: દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો, હવે મળશે રૂ. 885 – પશુપાલકોમાં ખુશીનો માહોલ પંચામૃત ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં કર્યો વધારો: પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધ્યા, હવે મળશે રૂ. 885 પંચામૃત ડેરીએ પશુપાલકોને મોટી રાહત આપતા દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો જાહેર કર્યો છે. નવા દર મુજબ હવે રૂ. 885 પ્રતિ કિલો ફેટ ચૂકવાશે. જાણો આ નિર્ણયથી પશુપાલકોને શું લાભ થશે. ગુજરાતના લાખો પશુપાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યની અગ્રણી સહકારી ડેરીઓમાંની એક પંચામૃત ડેરી દ્વારા દૂધ ખરીદીના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. ડેરીના નિર્ણય અનુસાર હવે પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે દૂધનો નવો ખરીદી…

2026 : Gujarat Rain Forecast : અમદાવાદમાં રાહત, સોમવારથી વરસાદ ઘટે તેવી શક્યતા Red Alert Lifted : IMD Rain Warning

અમદાવાદ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી. અમદાવાદને રેડ એલર્ટમાંથી બહાર રાખવામાં આવ્યું, સોમવારથી વરસાદની તીવ્રતા ઘટવાની શક્યતા. ગુજરાતમાં મેઘમહેર યથાવત, અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ ચાલુ અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં સક્રિય રહેલી વરસાદી સિસ્ટમની અસર હજુ પણ યથાવત જોવા મળી રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં સતત વરસાદને કારણે નદીઓ, તળાવો અને જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં જનજીવન પણ પ્રભાવિત બન્યું છે. હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ આજે પણ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, રાહતના સમાચાર એ છે કે અમદાવાદ શહેરને હાલ રેડ એલર્ટમાંથી બહાર રાખવામાં આવ્યું છે. શહેરમાં છેલ્લા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *