યુક્રેન દ્વારા રશિયન રાષ્ટ્રપતિ પુતિનના નિવાસસ્થાન પર ડ્રોન એટેકનો પ્રયાસ
રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવએ સોમવારે દાવો કર્યો છે કે યુક્રે દ્વારા નોવગોરોડ ક્ષેત્રમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સત્તાવાર નિવાસસ્થાન પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. લાવરોવના જણાવ્યા અનુસાર, આ હુમલો 28 ડિસેમ્બરના રાત્રે 91 લાંબા અંતરના ડ્રોનથી કરવામાં આવ્યો હતો. લાવરોવએ દાવો કર્યો છે કે રશિયન હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ તમામ ડ્રોનને નિષ્ફળ બનાવ્યાં. તેમણે આ પ્રકારની “બેજવાબદાર કાર્યવાહી” ને રાજ્ય-પ્રાયોજિત આતંકવાદ ગણાવ્યો અને જણાવ્યું કે રશિયન સશસ્ત્ર દળો હવે બદલો લેવા માટે લક્ષ્યો ઓળખી લીધા છે. શાંતિ વાટાઘાટો પર અસર લાવરોવના જણાવ્યા અનુસાર આ હુમલો એવા સમયે થયો છે જ્યારે યુક્રેન સાથે સંભવિત શાંતિ કરાર અંગે વાટાઘાટો ચાલી રહ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે રશિયા વાટાઘાટોમાંથી પીછો નહીં ખેંચશે, પરંતુ વાટાઘાટોની સ્થિતિને ફરીથી સમીક્ષા કરવામાં…
‘યુક્રેન યુદ્ધ મુલતવી રાખવામાં આવ્યું છે, કોઈ સમયમર્યાદા નથી’: ઝેલેન્સકી સાથે બેઠક બાદ ટ્રમ્પનું નિવેદન
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ફ્લોરિડાના માર-એ-લાગો રિસોર્ટમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે મહત્વપૂર્ણ બેઠક કરી. આ બેઠકનો મુખ્ય હેતુ રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે ચાલી રહેલી શાંતિ વાટાઘાટોને આગળ વધારવાનો હતો. બેઠક પહેલા મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું કે યુક્રેન યુદ્ધને અટકાવવા માટેની વાટાઘાટો અંતિમ તબક્કામાં છે, પરંતુ હાલમાં કોઈ ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે જો સહમતિ ન બને તો આ સંઘર્ષ લાંબા સમય સુધી ચાલુ રહી શકે છે. પુતિન સાથે પણ કરી હતી વાતચીત ટ્રમ્પે ખુલાસો કર્યો કે ઝેલેન્સકી સાથે મુલાકાત કરતા થોડા કલાકો પહેલા તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર ચર્ચા કરી હતી. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, પુતિન શાંતિ માટે ગંભીર છે અને યુક્રેનની સુરક્ષા માટે એક…
રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન ટ્રમ્પની ગંભીર ચેતવણી, જાણો શું કહ્યું?
યુએસાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલુ યુદ્ધને લઈને ગંભીર ચેતાવણી આપી છે. ટ્રમ્પનું માનવું છે કે હાલનો દ્રશ્ય “ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થવાનો ભય” ઉભો કરી શકે છે જો પરિસ્થિતિને સમય રાખી રોકવામાં ન આવે. વ્હાઈટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાતચીત દરમ્યાન ટ્રમ્પે જણાવ્યું કે ગયા મહિને યુદ્ધમાં અંદાજે 25,000 લોકોનાં મોત થયા છે, જેમાં સૈનિકો અને સામાન્ય નાગરિકો બંનેનો સમાવેશ છે. તેમણે કહ્યું છે કે તેમનું પ્રથમ લક્ષ્ય આ હિંસાને રોકવું અને યુદ્ધને સમાપ્ત કરવું છે. ટ્રમ્પે શું કહ્યું? ટ્રમ્પે જણાવ્યું “હું માનું છું કે હત્યા અટકવી જોઈએ. અત્યાર સુધીમાં લાખો લોકો પરિસ્થિતિથી પ્રભાવિત થયા છે. જ્યારે આપણે આવી હિંસા જોઈ રહ્યા છે, ત્યારે આ ત્રીજા વિશ્વયુદ્ધમાં ફેરવાઈ શકે છે.” તેમણે નોંધ્યું છે…
ટ્રમ્પનું યુક્રેન-રશિયા વિવાદ પર વિવાદાસ્પદ નિવેદન: “ઝેલેન્સકીએ પુતિન સામે સમર્પણ કરવું જોઈએ”
યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ યુક્રેનને $350 બિલિયનની સહાય આપવા માટે વર્તમાન રાષ્ટ્રપતિ જોઈ બિડેનને કડક ટીકા કરી છે. ટ્રમ્પે સૂચવ્યું છે કે યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ રશિયાને તેની કેટલાક પ્રદેશો સોંપીને વ્લાદિમીર પુતિન સામે સમાધાન કરવું જોઈએ. ટ્રમ્પે યુક્રેન જ નહીં, પણ સમગ્ર યુરોપ પર પણ પોતાની ટીકા વ્યક્ત કરી છે. તેમણે દાવો કર્યો કે યુરોપ નબળું પડી ગયું છે અને વધતા ઇમિગ્રેશનને કારણે પોતાની ઓળખ ગુમાવી રહ્યું છે. ટ્રમ્પે લંડન અને પેરિસ જેવા શહેરોના ઉદાહરણ આપીને જણાવ્યું કે યુરોપિયન નેતાઓ “મૂર્ખ” છે અને તેમની ઇમિગ્રેશન નીતિઓ નિષ્ફળ ગઈ છે, જેનો અસરો યુએસમાં પણ દેખાઈ શકે છે. વિદેશ નીતિ પર ટ્રમ્પની ચિંતાઓ ઇન્ટરવ્યુ દરમિયાન, ટ્રમ્પે લશ્કરી વ્યૂહરચના પર ખુલ્લેઆમ ચર્ચા કરવાનો ઇનકાર કર્યો. જ્યારે પૂછાયું…
રશિયા-યુરોપ તણાવ ચરમસીમાએ, પુતિનએ આપ્યો કડક ચેતાવણીભર્યો સંદેશ
રશિયા અને યુરોપ વચ્ચેનો તણાવ હવે નવા શિખરે પહોંચ્યો છે. ભારતની 4 થી 5 ડિસેમ્બરની મુલાકાત પહેલાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુરોપને સીધો અને કડક સંદેશ આપ્યો છે. પુતિને જણાવ્યું કે રશિયા યુદ્ધ શરૂ કરવા માંગતું નથી, પરંતુ જો યુરોપ સંઘર્ષ ઇચ્છે, તો રશિયા સંપૂર્ણપણે તૈયાર છે. યુરોપ પર પુતિનની સીધી ટીકા પુતિને યુક્રેનને લઈને યુરોપ દ્વારા મૂકવામાં આવી રહેલી “અસ્વીકાર્ય અને અયોગ્ય માંગણીઓ” પર નિશાન સાધ્યું. યુરોપિયન યુનિયન યુક્રેનને સતત લશ્કરી મદદ આપી રહ્યું છે, જેના કારણે રશિયા-યુરોપ વચ્ચેનો તણાવ સતત વધી રહ્યો છે. પુતિનના કહેવા પ્રમાણે, – યુરોપ રશિયા સાથેની શાંતિ વાટાઘાટોમાં અવરોધ ઊભો કરી રહ્યું છે. – યુરોપે રશિયા સાથેનો સંપર્ક તોડી પોતાને શાંતિ પ્રક્રિયાથી દૂર કર્યું છે. – ટ્રમ્પ પ્રસ્તાવિત શાંતિ કરારનો…
યુદ્ધના ખતરા વચ્ચે રશિયાએ યુક્રેન સામે તૈનાત કરી 9M729 ક્રુઝ મિસાઇલ, જાણો વિગત
યુક્રેન અને રશિયાના સંઘર્ષમાં હવે 9M729 ક્રુઝ મિસાઇલ (નાટો કોડ: SSC-8 ‘સ્ક્રુડ્રાઇવર’)ની એન્ટ્રી થઈ છે. યુક્રેનના વિદેશ મંત્રી એન્ડ્રી ત્સિબિહાના જણાવ્યા મુજબ, ઓગસ્ટ 2025થી રશિયાએ આ મિસાઇલ 23 વખત ઉપયોગ કરી ચુકી છે. 5 ઑક્ટોબર, 2025ના રોજ, 600 કિમી દૂર લાપીવકા ગામને નિશાન બનાવી આ મિસાઇલ લૉન્ચ કરવામાં આવી હતી, જેમાં 4 લોકોના મોત થયા. મિસાઇલ વિવાદનું કારણ આ મિસાઇલ એટલી વિવાદાસ્પદ કેમ છે? મુખ્ય કારણ INF સંધિ છે. – અમેરિકા દાવો: મિસાઇલની રેન્જ 2,500 કિમી, જે INF સંધિનું ઉલ્લંઘન કરે છે. – રશિયા દાવો: મિસાઇલ માત્ર 480-500 કિમીની રેન્જ ધરાવે છે. INF સંધિ વિવાદને કારણે જ 2019માં અમેરિકા સંધિમાંથી બહાર નીકળી ગયું હતું. યુક્રેન પર 600 કિમી દૂરના લક્ષ્યને નિશાન બનાવવું અમેરિકાના આરોપોને સમર્થન આપે…













