યુદ્ધના ખતરા વચ્ચે રશિયાએ યુક્રેન સામે તૈનાત કરી 9M729 ક્રુઝ મિસાઇલ, જાણો વિગત

યુક્રેન અને રશિયાના સંઘર્ષમાં હવે 9M729 ક્રુઝ મિસાઇલ (નાટો કોડ: SSC-8 ‘સ્ક્રુડ્રાઇવર’)ની એન્ટ્રી થઈ છે. યુક્રેનના વિદેશ મંત્રી એન્ડ્રી ત્સિબિહાના જણાવ્યા મુજબ, ઓગસ્ટ 2025થી રશિયાએ આ મિસાઇલ 23 વખત ઉપયોગ કરી ચુકી છે. 5 ઑક્ટોબર, 2025ના રોજ, 600 કિમી દૂર લાપીવકા ગામને નિશાન બનાવી આ મિસાઇલ લૉન્ચ કરવામાં આવી હતી, જેમાં 4 લોકોના મોત થયા.

મિસાઇલ વિવાદનું કારણ
આ મિસાઇલ એટલી વિવાદાસ્પદ કેમ છે? મુખ્ય કારણ INF સંધિ છે.

– અમેરિકા દાવો: મિસાઇલની રેન્જ 2,500 કિમી, જે INF સંધિનું ઉલ્લંઘન કરે છે.
– રશિયા દાવો: મિસાઇલ માત્ર 480-500 કિમીની રેન્જ ધરાવે છે.

INF સંધિ વિવાદને કારણે જ 2019માં અમેરિકા સંધિમાંથી બહાર નીકળી ગયું હતું. યુક્રેન પર 600 કિમી દૂરના લક્ષ્યને નિશાન બનાવવું અમેરિકાના આરોપોને સમર્થન આપે છે.

યુરોપ અને નાટો માટે ચેતવણી
યુક્રેનનું દાવો છે કે રશિયાએ મિસાઇલનો ઉપયોગ દબાણ વધારવા અને યુરોપને ચેતવણી આપવા માટે કર્યો છે. યુદ્ધ નિષ્ણાતો માને છે કે આ મિસાઇલ યુદ્ધને લંબાવવાની રશિયાની તૈયારી અને નાટો તથા યુરોપિયન દેશોને ડરાવવાની વ્યૂહરચનાનો ભાગ છે.

9M729 મિસાઇલની વિશેષતાઓ
– પ્રકાર: ગ્રાઉન્ડ-લોન્ચ્ડ ક્રુઝ મિસાઇલ (GLCM)
– લંબાઈ/વ્યાસ: 6-8 મીટર લંબાઈ, 0.514 મીટર વ્યાસ
– વૉરહેડ: 500 કિગ્રા પરંપરાગત અથવા પરમાણુ હથિયાર
– મુશ્કેલ લક્ષ્ય: 50 મીટરની ઊંચાઈ સુધી ઉડી શકે છે, રડારથી અટકાવવું મુશ્કેલ
– માર્ગદર્શન: INS, GPS/GLONASS, DSMCM સિસ્ટમ
– લોન્ચર: 9K720 ઈસ્કંદર ટેલ (TEL), એકસાથે ચાર મિસાઇલ લૉન્ચ કરી શકે છે

આ મિસાઇલના ઉપયોગથી પ્રાદેશિક સુરક્ષા પર ચિંતા વધી છે. યુએસ પ્રમુખ ટ્રમ્પે પરમાણુ પરીક્ષણો ફરી શરૂ કરવાનો આદેશ આપ્યો અને રશિયા સહિતના દેશોને તાકાત દર્શાવી છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Eco-Friendly Ganesh Utsav 2026 : ગણેશ મૂર્તિકારો માટે આશીર્વાદરૂપ યોજના.. Eco Triumph..

માટી મૂર્તિ મેળો-2026: 23,542 ઇકો-ફ્રેન્ડલી Ganesh મૂર્તિઓનું વેચાણ, રૂ. 5 કરોડની આવક અમદાવાદ, વડોદરા અને સુરતમાં 7 દિવસીય મેળાને મળ્યો જબરદસ્ત પ્રતિસાદ ગુજરાતમાં ગણેશોત્સવ દરમિયાન પર્યાવરણમિત્ર Ganesh મૂર્તિઓને પ્રોત્સાહન આપવાના પ્રયાસોને સારો પ્રતિસાદ મળ્યો છે. રાજ્ય સરકારના કુટિર અને ગ્રામોદ્યોગ પ્રભાગ હેઠળ કાર્યરત ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન દ્વારા 8થી 14 સપ્ટેમ્બર, 2026 દરમિયાન અમદાવાદ, વડોદરા અને સુરતમાં આયોજિત ‘માટી મૂર્તિ મેળો-2026’ સફળ રહ્યો છે. સાત દિવસ સુધી ચાલેલા આ મેળામાં રાજ્યના 361 નોંધાયેલા માટી મૂર્તિકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી કુલ 23,542 ઇકો-ફ્રેન્ડલી Ganesh મૂર્તિઓનું વેચાણ થયું હતું. આ વેચાણથી કારીગરોને અંદાજે રૂ. 5 કરોડની આવક થઈ હોવાનું જણાવાયું છે. મેળામાં પર્યાવરણપ્રેમીEco-Friendly Ganesh Utsav 2026: Ganeshભક્તોએ મોટી સંખ્યામાં માટીની મૂર્તિઓ ખરીદી હતી. -> 361…

Himalayas : ગ્લેશિયર પીગળવાનો ખતરો, નેપાળ-તિબેટ બાદ વૈજ્ઞાનિકોની મોટી ચેતવણી 2026 Dangerous

Himalayas પર મોટી આપત્તિનો ખતરો! ગ્લેશિયર પીગળતા વૈજ્ઞાનિકોની ચેતવણી, 2 અબજ લોકો પર અસર નેપાળ-તિબેટ સરહદે ઓગસ્ટ 2026માં થયેલી વિનાશક ગ્લેશિયર-રોક ધસવાની ઘટના બાદ સમગ્ર હિમાલય ક્ષેત્રમાં ગ્લેશિયર અને પર્માફ્રોસ્ટ અંગે ચિંતા વધી છે. તાજેતરના વૈજ્ઞાનિક વિશ્લેષણો અનુસાર, વધતું તાપમાન હિમનદીઓ અને પર્વતીય ઢોળાવો વધુ અસ્થિર બનાવી રહ્યું છે, જેના કારણે ફ્લેશ ફ્લડ, ભૂસ્ખલન અને હિમનદી તળાવો ફાટવાના જોખમમાં વધારો થઈ શકે છે. 1. નેપાળ-તિબેટની દુર્ઘટનાએ વધારી ચિંતા 26 ઓગસ્ટ 2026ના રોજ નેપાળ-તિબેટ વિસ્તારમાં ગ્લેશિયર અને ખડકોના મોટા પાયે ધસવાથી વિનાશક પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ હતી. તાજેતરના અહેવાલો અનુસાર નેપાળમાં 1,386 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને 5,130થી વધુ લોકો હજુ ગુમ છે, જ્યારે તિબેટમાં પણ જાનહાનિ નોંધાઈ છે. વૈજ્ઞાનિકોના મતે, આ ઘટના માત્ર એક…