gandhinagar : ગુજરાત સરકારને મળી અરજીઓ, એપ્રિલમાં જંત્રીના નવા દર લાગુ થવાની શક્યતા

રાજ્ય સરકારે જંત્રીના દરમાં વધારો કર્યો હતો. ત્યાર બાદ એપ્રિલ મહિનામાં જંત્રીના નવા દર લાગુ થવાની શક્યતાઓ રહેલી છે. ત્યારે જંત્રીના ભાવોમાં રાહત મળે તેવી સંભાવના સેવાઈ રહી છે. કારણ કે, 11000 જેટલી વાંધા અરજીઓ ફેરફાર માટે મળી હતી. જેમાં 6000 જેટલી અરજીઓ જંત્રી ઘટાડા માટેની છે. CM કક્ષાએ અંતિમ નિર્ણય બાદ નવા દર જાહેર થઈ શકે છે. આ પણ વાંચો :- રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 78મી પુણ્યતિથિ: ધંધુકામાં ‘ચારણ-કન્યા’ થીમ પાર્કનું લોકાર્પણ એક શહેરમાંથી 1000 જેટલી અરજી આવેલી છે. જેમાં 800 વાંધા અરજીઓ આવી છે. મોટા ભાગે જંત્રી દરમાં વિસંગતતા હોવાની અરજીઓ છે. સૂચિત જંત્રીદર સામે વાંધા અરજી દાખલ કરવામાં આવી છે. જે કેટલી યોગ્ય છે અને જંત્રીદરમાં કેટલી વિસંગતતા છે તેની સમીક્ષા કરવા કલેકટર…