રાજકોટમાં આવકવેરા વિભાગનો સપાટો, 500થી વધુ લોકોને ફટકારી નોટિસ

B INDIA રાજકોટ : રાજકોટમાં આવક વેરા વિભાગે 500થી વધુ લોકોને નોટિસ ફટકારી છે. લોકોએ રીર્ટન ભરતી વખતે દર્શાવેલ માહિતીના આધાર પર વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાવામાં આવી હતી. એકસાથે 500થી વધુ લોકોને નોટિસ ફટકારતા વેપારી અને બિલ્ડર લોબીમાં ફફડાટ જોવા મળ્યો છે.2019-2020ના રીટર્નની માહિતીની ચકાસણીમાં 3 ગણો ખર્ચ વિભાગના ધ્યાનમાં આવ્યો છે. રીટર્નમાં કેટલાક લોકોએ તેમની આવક કરતાં ત્રણ ગણો ખર્ચ બતાવ્યો હતો. આ લોકોએ સોનું, પ્રોપર્ટી અને અન્ય લક્ઝરી વસ્તુઓની ખરીદી કરી હતી. આ તમામની કેટલી ખરીદી થઈ હોવાના આંકડા રીટર્નમાં સામે આવ્યા હતા. જેના આધાર પર આ ખર્ચની તેમની આવક સાથે સરખામણી કરતાં અનિશ્ચિતતા સામે આવી હતી. દર વર્ષે વેપારી હોય કે બિલ્ડર અથવા તો પછી નોકરી કરનારા તમામ નાગરિકો દ્વારા રિટર્ન ભરવામાં…