લુધિયાણા એન્કાઉન્ટર: બબ્બર ખાલસા સાથે જોડાયેલા 2 આતંકીઓ ઢેર, ભારે માત્રામાં શસ્ત્રો જપ્ત

પંજાબના લુધિયાણામાં આજે વહેલી સવારે મોટો સુરક્ષા ઓપરેશન હાથ ધરવામાં આવ્યો હતો. દિલ્હી–અમૃતસર નેશનલ હાઈવે નજીક લાડોવાલ ટોલ પ્લાઝા પાસે પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં બે આતંકીઓના મોત થયાની પુષ્ટિ થઈ છે. બંને આતંકીઓ ખાલિસ્તાન સમર્થક સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે. બે આતંકીઓ ઢેર માહિતી મુજબ, એક દિવસ પહેલા પોલીસે કેટલાક શંકાસ્પદ લોકોને હેન્ડ ગ્રેનેડ સાથે પકડ્યા હતા. તેમની પૂછપરછમાં બે મુખ્ય આતંકીઓની ઓળખ મળી હતી, જેના આધારે પોલીસને તેમને પકડવા માટે ઓપરેશન ગોઠવ્યું હતું. જ્યારે પોલીસે ઘેરાવ કર્યો ત્યારે આતંકીઓએ અચાનક ગોળીબાર શરૂ કર્યો, જેના જવાબમાં પોલીસે પણ ફાયરિંગ કર્યું. અથડામણ દરમિયાન બંને આતંકીઓ ગંભીર રીતે ઘાયલ થયા અને બાદમાં તેમનું મોત થયું. BKI અને ISI સાથે કનેક્શન:…

પંજાબ પોલીસની મોટી કાર્યવાહી, મધ્યપ્રદેશ આધારિત હથિયાર તસ્કરી મોડ્યુલનો કર્યો પર્દાફાશ

પંજાબ પોલીસે એક મોટું ટાર્ગેટ કિલિંગ રોકી રાજ્યમાં ભારે હિંસક ઘટના બનતા અટકાવી છે. સુરક્ષા એજન્સીઓએ મધ્યપ્રદેશથી સંચાલિત હથિયાર તસ્કરી મોડ્યુલનો ભંડાફોડ કર્યો છે અને 9 ગેરકાયદેસર પિસ્તોલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. ગેંગસ્ટરો વચ્ચેની દુશ્મનાવટ માટે મંગાવવામાં આવ્યા હતા હથિયાર પંજાબના ડીજીપી ગૌરવ યાદવએ જણાવ્યું કે ગેંગસ્ટરો વચ્ચે વધતી દુશ્મનાવટ અને હિંસક ઘટનાને અંજામ આપવા માટે આ હથિયારો સપ્લાય કરવામાં આવી રહ્યા હતા. આરોપીઓ મોટું ટાર્ગેટ કિલિંગ કરવાની તૈયારીમાં હતા, પરંતુ પંજાબ પોલીસે સમયસર કાર્યવાહી કરી આખું કાવતરું નિષ્ફળ બનાવી દીધું. મધ્યપ્રદેશ આધારિત નેટવર્કની તપાસ ચાલુ પોલીસ અનુસાર, આ હથિયારો મુખ્યત્વે મધ્યપ્રદેશમાંથી રાજ્યમાં પહોંચાડવામાં આવી રહ્યા હતા. તસ્કરી નેટવર્કમાં સામેલ અન્ય વ્યક્તિઓ, સપ્લાય ચેન અને ફાઈનાન્સરની ભૂમિકાને લઈને વધુ તપાસ ઝડપથી આગળ વધી રહી…

પંજાબ: ઝેરી દારૂથી 21 લોકોના મોત, 10ની ધરપકડ, અનેક અધિકારીઓ સસ્પેન્ડ

પંજાબના અમૃતસર જિલ્લાના માજીઠા વિસ્તારમાં બનેલી ઝેરી દારૂ દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું છે. અત્યાર સુધીમાં ઝેરી દારૂ પીવાથી 21 લોકોના મૃત્યુ થયાનું પુષ્ટિ થઈ છે, જ્યારે 10 લોકો હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે. દુર્ઘટનાના દ્રશ્યો હ્રદયવિદ્રાવક છે. કોઈએ પતિ ગુમાવ્યો, કોઈએ દીકરો, તો કોઈએ પિતા. સમગ્ર માજીઠા વિસ્તારમાં શોક અને આંસુઓનું માહોલ છવાઈ ગયો છે. 10 આરોપીઓ ઝડપાયા, પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ ઘટનાની તપાસમાં જડપાઈ આવેલા મુખ્ય આરોપીઓમાં સાહિબ સિંહ, પ્રભજીત સિંહ, કુલબીર સિંહ, નિંદર કૌર, ગુરજંત સિંહ, અરુણ ઉર્ફે કાલા, સિકંદર સિંહ ઉર્ફે પપ્પુ, તેમજ લુધિયાણાના સાહિલ કેમિકલ્સના માલિક પંકજ કુમાર ઉર્ફે સાહિલ અને અરવિંદ કુમારનો સમાવેશ થાય છે. પોલીસે તાત્કાલિક પગલાં લેતાં માજીઠાના ડીએસપી અમોલક સિંહ અને…