પીએમ મોદીના વિમાન પર આતંકી હુમલાની ધમકી આપનાર શખ્સ ઝડપાયો, માનસિક બીમાર હોવાનું આવ્યું સામે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બે દિવસીય અમેરિકા પ્રવાસ પહેલા તેમના વિમાનને આતંકવાદી ધમકી મળી છે, એમ મુંબઈ પોલીસે બુધવારે જણાવ્યું હતું . કોલ કરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને તે માનસિક રીતે બીમાર હોવાનું કહેવાય છે. પોલીસે જણાવ્યું હતું કે ‘મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો કોલ કરનાર વ્યક્તિની ચેમ્બુર વિસ્તારમાંથી અટકાયત કરવામાં આવી છે.’ તે માનસિક રીતે બીમાર છે. મીડિયા રિપોર્ટ્સમાં મુંબઈ પોલીસને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ‘૧૧ ફેબ્રુઆરીના રોજ મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો હતો, જેમાં ચેતવણી આપવામાં આવી હતી કે પીએમ મોદીના વિમાન પર આતંકવાદીઓ હુમલો થઇ શકે છે કારણ કે તેઓ સત્તાવાર વિદેશ પ્રવાસ પર જઈ રહ્યા છે. માહિતીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પોલીસે અન્ય એજન્સીઓને તેની જાણ કરી અને તપાસ…