ઝારખંડ : બાબા વૈદ્યનાથ ધામમાં VIP દર્શન પર પ્રતિબંધ, સુરક્ષા માટે AI ટેક્નોલોજીનો ઉપયોગ
ઝારખંડના પ્રસિદ્ધ બાબા વૈદ્યનાથ ધામ અને બાસુકીનાથ મંદિરમાં આ વર્ષે શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય શ્રદ્ધાળુઓને સરળ અને સમાન રીતે દર્શન મળી રહે તે માટે VIP દર્શનની સુવિધા સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે. ઝારખંડ સરકારે શ્રાવણી મેળા દરમિયાન VIP અને આઉટ ઓફ ટર્ન દર્શનની વ્યવસ્થા પર પ્રતિબંધ મૂક્યો છે. 30 જુલાઈથી શરૂ થયેલા શ્રાવણ માસ સાથે જ આ નવી વ્યવસ્થા અમલમાં આવી ગઈ છે અને સમગ્ર શ્રાવણી મેળા દરમિયાન તેનો અમલ કરવામાં આવશે. 30 જુલાઈથી શરૂ થયેલા શ્રાવણ માસ સાથે જ નવી દર્શન વ્યવસ્થા અમલમાં આવી ગઈ છે. આ વ્યવસ્થા સમગ્ર શ્રાવણી મેળા દરમિયાન ચાલુ રહેશે. પ્રશાસનનું કહેવું છે કે શ્રાવણ દરમિયાન દેશભરમાંથી મોટી સંખ્યામાં આવતા ભક્તોની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં…
અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક: ધાર્મિક સમિતિનું પુનર્ગઠન થયું
અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં આગામી શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં આવનારા શ્રદ્ધાળુઓની સુવિધા, દર્શન વ્યવસ્થા, મંદિરના ધાર્મિક સંચાલન અને વહીવટી સુધારાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ટ્રસ્ટે મંદિરના સંચાલનને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. અયોધ્યા ધાર્મિક સમિતિનું પુનર્ગઠન, સંતોના માર્ગદર્શન હેઠળ થશે તમામ ધાર્મિક કાર્યો બેઠકમાં મંદિરના તમામ ધાર્મિક કાર્યોની પવિત્રતા જળવાઈ રહે તે માટે ધાર્મિક સમિતિનું પુનર્ગઠન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે મંદિરની પૂજા-અર્ચના, ધાર્મિક વિધિઓ અને પરંપરાગત કાર્યક્રમો સંતોના માર્ગદર્શન હેઠળ સંચાલિત થશે. અયોધ્યા ટ્રસ્ટના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરીને સમિતિના અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તેમની સાથે જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી…
પ્રયાગરાજમાં આસ્થાનું મહાકુંભ: આવતીકાલથી સંગમ તટે ‘માઘ મેળો 2026’નો ભવ્ય પ્રારંભ
ઉત્તર પ્રદેશના પવિત્ર તીર્થસ્થાન પ્રયાગરાજમાં આવતીકાલથી આસ્થાના મહાપર્વ માઘ મેળો 2026નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. ગંગા, યમુના અને અદૃશ્ય સરસ્વતીના ત્રિવેણી સંગમ ખાતે પોષ પૂર્ણિમા (3 જાન્યુઆરી)ના રોજ વર્ષનું પ્રથમ શાહી સ્નાન યોજાશે. આગામી 44 દિવસ સુધી લાખો ભક્તો અહીં મુક્તિની ડૂબકી લગાવશે. માઘ મેળો માત્ર ધાર્મિક મેળો નહીં પરંતુ હિન્દુ સંસ્કૃતિમાં આત્મશુદ્ધિ, તપસ્યા અને મોક્ષ પ્રાપ્તિનું સૌથી પવિત્ર કેન્દ્ર માનવામાં આવે છે. 44 દિવસનો મહાપર્વ, કલ્પવાસની શરૂઆત માઘ મેળો 2026 3 જાન્યુઆરીથી શરૂ થઈને 15 ફેબ્રુઆરી (મહાશિવરાત્રી) સુધી ચાલશે. આ દરમિયાન શ્રદ્ધાળુઓ કડકડતી ઠંડીમાં સંગમ તટે રેતી પર રહીને કલ્પવાસ કરશે. ભક્તો દિવસમાં ત્રણ વખત સંગમમાં સ્નાન કરી જપ-તપ અને દાન પુણ્ય કરશે. આ છ પવિત્ર સ્નાન તિથિઓનું વિશેષ મહત્વ માઘ મેળામાં કુલ…
પાવાગઢ : યાત્રાધામમાં છઠ્ઠા નોરતે બે લાખથી વધુ માઈભક્તો ઉમટ્યા, જાણો વિગત
આસો નવરાત્રિના છઠ્ઠા નોરતે પાવાગઢના પવિત્ર યાત્રાધામ પર ભક્તોની વિશાળ ભેગા જોવા મળી. મહાકાળી માતાજીના ઐતિહાસિક મંદિરમાં ભક્તો વહેલી સવારે જ દર્શન માટે ઊભા રહ્યા હતા અને દિવસભર ભારે ભક્તિમય વાતાવરણ રહેલું હતું. રવિવારની જાહેર રજાના કારણે સામાન્ય દિવસોની તુલનામાં ભક્તોનો ઘમાસાણ વધ્યો હતો. સવારે ચાર વાગ્યે મંદિરના દ્વાર ખોલાતા જ, હજારો ભક્તોએ લાંબી કતારમાં ઉભા રહી માતાજીના દર્શન માટે આતુરતા દર્શાવી. બપોર સુધી લગભગ 1 થી 1.5 લાખ ભક્તોએ શિસ્તબદ્ધ રીતે દર્શન કર્યા, જ્યારે સમગ્ર દિવસે બે લાખથી વધુ ભક્તોએ પાવાગઢના આ ધાર્મિક સ્થળ પર માતાજીની આરાધના કરી હતી. મંદિરમાં અને આસપાસના વિસ્તારમાં વહેલી સવારે ભારે ધુમ્મસ અને હળવા વરસાદ સાથે तेज પવન પણ છવાયેલું હતું. રોપ-વે સેવા અનિયમિત હોવા છતાં ભક્તોએ પગપાળા ચઢવા પસંદ…
Dakor : હોળીનાં દિવસે ડાકોરમાં માનવ મહેરામણ ઉમટ્યું, 1 લાખથી વધુ ભક્તોએ મંગળા આરતીનો લીધો લાભ
રાજ્યનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. ડાકોર મંદિરમાં આજે વહેલી સવારે બરાબર 5:00 વાગ્યાના અરસામાં દ્વાર ખોલતાની સાથે જ મંગળા આરતી કરવામાં આવી. હોળી તહેવારને લઈને આજે મધ્યરાત્રીથી જ ભાવિક ભક્તો મંદિરના દ્વારે આવી પહોંચ્યા હતા. મંગળા આરતીમાં આજરોજ 1 લાખ કરતા વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો. આ પણ વાંચો :- Kutch : સરકારી જમીન કૌભાંડ કેસમાં પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા પર કાર્યવાહી, કોર્ટે 2 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર મંદિરમો ભક્તોના ધસારો :- ‘ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે’ ના ગુંજથી આખું ડાકોર આજે કૃષ્ણભક્તિના રંગમાં રંગાયું છે. યાત્રાધામ ડાકોર પંહોચવા રાજ્યમાં જુદા-જુદા વિસ્તારમાંથી દિવસો પહેલા પગપાળા સંઘ નીકળ્યા છે જે આજે હોળી તહેવાર પર ડાકોર પંહોચ્યાં હતાં. ડાકોરથી દૂર ત્રણ કિલોમીટર સુધી…
Rajkot : જ્ઞાનપ્રકાશ સ્વામીના બફાટને લઈને બે દિવસ વીરપુર રહેશે સજ્જડ બંધ, ગ્રામ પંચાયતની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય
જ્ઞાનપ્રકાશ સ્વામીનાં વિવાદિત નિવેદન લઈને બે દિવસ વીરપુર સજ્જડ બંધ રહેશે. વીરપુર ગ્રામ પંચાયતની બેઠકમાં મોટો નિર્ણય લેવાયો છે. આજે-કાલે બે દિવસ વીરપુર સજ્જડ બંધ રહેશે. આવશ્યક વસ્તુઓને બાદ કરતાં શહેર બંધ રહેશે. દવા, હોસ્પિટલ, જરૂરી ચીજોની દુકાનો ચાલુ રહેશે. મહત્વનું છે કે, જ્ઞાનપ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટીમેટમ અપાયું છે. આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાતનાં કાળઝાળ ગરમી, જાણો ક્યાં કેટલું તાપમાન નોંધાયું વીરપુરની બેઠકમાં આગેવાનોનું સ્વામીને અલ્ટીમેટમ, સ્વામી કાલે સાંજ સુધીમાં વીરપુર આવી રૂબરૂ માફી માગે. માફી નહીં તો આગામી રણનીતિ 6 માર્ચે જાહેર થશે. વિવાદિત નિવેદન બાદ જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માગી તેમ છતાં વિરોધ શમવાનું નામ નથી લેતો. સંત શિરોમણી જલારામ બાપા સામેની વિવાદિત ટિપ્પણી બાદ નારાજગી વધી છે. યાત્રાધામ વીરપુરમાં પણ વિરોધનો…












