10 લાખ કે તેથી વધુ રોકડ જમા/ઉપાડ માટે PAN ફરજિયાત: નવા ડ્રાફટ નિયમો 1 એપ્રિલથી લાગુ થશે
આવકવેરાના નવા ડ્રાફટ નિયમો હેઠળ હવે એક નાણાકીય વર્ષમાં વ્યક્તિના એક અથવા વધુ ખાતાઓમાં રૂ. 10 લાખ કે તેથી વધુ રોકડ જમા કરાવવું અથવા ઉપાડવું હોય તો PAN (પાન કાર્ડ) ફરજિયાત રહેશે. હાલની સ્થિતિમાં બેંકમાં એક દિવસમાં રૂ. 50,000થી વધુ રોકડ જમા કરવા PAN જરૂરી છે. નવા નિયમો 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે. નાણા મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ, આ ડ્રાફટ નિયમો 1962ના જૂના નિયમોને બદલશે અને નોટિફિકેશન માર્ચના પ્રથમ સપ્તાહ સુધી બહાર પાડવામાં આવશે. નિયમોમાં ક્રિપ્ટો એક્સચેન્જ માટે ટેક્સ વિભાગ સાથે માહિતી શેર કરવાનું ફરજિયાત બનાવવાની અને એમ્પ્લોયર્સ દ્વારા આપવામાં આવતી સવલતોના મૂલ્યમાં સુધારો કરવાની દરખાસ્ત પણ સામેલ છે. મુદ્દાઓ: – મોટર સાયકલ સહિતના વાહનોની ખરીદીમાં રૂ. 5 લાખથી વધુ ખર્ચ પર PAN ફરજિયાત. ટુ-વ્હીલર માટે…







