ઓડિશામાં પૂરનો કહેર: 20 જિલ્લામાં આફત, 1.89 લાખથી વધુ લોકોનું સ્થળાંતર

આસામ બાદ હવે ઓડિશામાં પણ પૂરનું સંકટ વધુ ગંભીર બની રહ્યું છે. રાજ્યમાં મહાનદી અને તેની મુખ્ય શાખા નદી કાઠજોડીમાં પાણીના પ્રવાહમાં સતત વધારો થતાં અનેક જિલ્લાઓમાં સ્થિતિ કાબૂ બહાર જતી જોવા મળી રહી છે. પૂરના કારણે 20 જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત થયું છે, જ્યારે 1.89 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. રાજ્યના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં રસ્તાઓ, ખેતીની જમીન અને રહેણાંક વિસ્તારોને ભારે નુકસાન થયું છે. વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવામાં આવી છે અને અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવાની કામગીરી સતત ચાલી રહી છે. ઓડિશામાં મહાનદીમાં જળસ્તર વધતાં ચિંતા વધી ઓડિશામાં હાલ પૂરનું મુખ્ય કારણ મહાનદી અને તેની શાખા નદીઓમાં વધી રહેલો પાણીનો પ્રવાહ છે. મુંડલી અને નરાજ પાસે…

ચક્રવાત મોન્થા : ઓડિશામાં ભારે વરસાદનું એલર્ટ, 7 જિલ્લાઓમાં સરકારી રજાઓ રદ

ચક્રવાત મોન્થાની અસરને લઈને ઓડિશા રાજ્યમાં ભારે વરસાદ અને પવન માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે સાવચેતીના પગલાં તરીકે સાત જિલ્લાઓમાં સરકારી રજાઓ રદ કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તીવ્ર પવન સાથે ભારે વરસાદ થવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર અને પહાડી જિલ્લાઓમાં ભૂસ્ખલન થવાની શક્યતા છે. સરકારી તંત્ર દ્વારા સાવચેતીના પગલાં બાલાસોર, ગંજમ, કોરાપુટ અને રાયગડા સહિતના જિલ્લાઓના કલેક્ટરોને તાત્કાલિક સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરવા અને કટોકટી તૈયારી સુનિશ્ચિત કરવા માટે સૂચના આપવામાં આવી છે. રાજ્યના તમામ સત્તાધિકારીઓને તેમના મુખ્યાલય પરત ફરવાની પણ સૂચના આપી છે. ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સ (ODRAF)ની ટીમો એલર્ટ પર છે, જ્યારે કટોકટી વિભાગે જનતા માટે સમર્પિત હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. બચાવ અને રાહત કામગીરી સરકાર પહેલેથી…