વિદેશ મંત્રી અને NSA ડોભાલ BRICSની મહત્વપૂર્ણ બેઠકમાં નહીં આપે હાજરી, જાણો કેમ લેવાયો આ નિર્ણય
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવને કારણે, ભારતીય વિદેશ પ્રધાન એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે 30 એપ્રિલે બ્રાઝિલમાં યોજાનારી બ્રિક્સ વિદેશ પ્રધાનો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. તેમની ગેરહાજરીમાં, ભારતીય બ્રિક્સ શેરપા બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. બ્રાઝિલમાં યોજાનારી બ્રિક્સ બેઠકમાં 11 સભ્ય દેશોના વિદેશ પ્રધાનો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો હાજરી આપશે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય જુલાઈમાં યોજાનારી બ્રિક્સ પરિષદ માટે એજન્ડા તૈયાર કરવાનો અને તેને અંતિમ સ્વરૂપ આપવાનો છે. બેઠકોમાં AI, ક્લાઇમેટ ફાઇનાન્સ, ક્રોસ બોર્ડર પેમેન્ટ પહેલ અને બહુપક્ષીય સંસ્થાઓમાં સુધારા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ પણ વાંચો: કપિલ સિબ્બલે સંસદના વિશેષ સત્રને લઈ સરકાર પાસે કરી આ માંગ,…







