નરેન્દ્ર મોદી ફરી ગુજરાત પ્રવાસે: સાણંદમાં સેમિકંડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ બપોરે અંદાજે 3 વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચશે. એરપોર્ટ પર આગમન બાદ તેઓ હેલિકોપ્ટર દ્વારા સીધા સાણંદ જવા રવાના થશે. સાણંદ ખાતે વડાપ્રધાન સેમિકંડક્ટર ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ગણાતા નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે આ પ્રોજેક્ટને માઈલસ્ટોન માનવામાં આવી રહ્યો છે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન પ્લાન્ટની મુલાકાત લઈ ઉત્પાદન પ્રક્રિયા અને આધુનિક ટેકનોલોજી અંગે માહિતી મેળવે તેવી શક્યતા છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન સાંજે ફરી અમદાવાદ પરત ફરશે અને ત્યાંથી નવી દિલ્હી જવા રવાના થશે. રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાની વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. આ મુલાકાતને ગુજરાત માટે રોકાણ, રોજગાર સર્જન અને ટેકનોલોજી વિકાસના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવી…
GDP આંકડાઓ પર PM મોદીનો સ્પષ્ટ સંદેશ, કહ્યું ‘દુનિયા મંદી વિશે કરે છે વાત, પરંતુ….’
વૈશ્વિક આર્થિક મંદી અને અનિશ્ચિતતાઓ વચ્ચે ભારત વિકાસના નવા માપદંડ સ્થાપિત કરી રહ્યું છે, એવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં જણાવ્યું. PM મોદીએ કહ્યું કે દુનિયા જ્યાં વૃદ્ધિ ઘટાડાની ચિંતામાં છે, ત્યાં ભારત 8% થી વધુ GDP વૃદ્ધિ દર સાથે સ્થિરતા અને વિશ્વાસના મજબૂત સ્તંભ તરીકે ઉજાગર થયું છે. લાંબા ગાળાના રિફોર્મ પર ભાર PM મોદી મુજબ આજે ભારતની નીતિઓ પ્રતિક્રિયાશીલ નહીં પરંતુ લાંબા ગાળાના વિકાસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહી છે. તેમણે આગામી પેઢીના GST, ₹12 લાખ સુધીની આવક પર શૂન્ય કર, નાના ઉદ્યોગોની વ્યાખ્યામાં સુધારણા અને ઘણા ઉત્પાદનોને ફરજિયાત ગુણવત્તા નિયંત્રણમાંથી મુક્તિ જેવા પગલાંને દેશના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવ્યા. ‘ગુલામી માનસિકતા’માંથી મુક્ત થવાની અપીલ વડા પ્રધાને પોતાના ભાષણમાં કહ્યું કે બ્રિટિશ…








