અમદાવાદ સહિત ગુજરાતના 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બન્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત સહિતના જિલ્લાઓમાં વરસાદે ભારે અસર પેદા કરી છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને પૂર જેવી સ્થિતિ સર્જાતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. અમદાવાદ સહિત ગુજરાતના 20થી વધુ જિલ્લાઓમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે વિવિધ જિલ્લાઓ માટે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે. 24 જુલાઈએ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગની આગાહી મુજબ 24 જુલાઈએ રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે…

અમદાવાદ જિલ્લામાં પાણીમાં ફસાયેલા 300થી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળાંતર

અમદાવાદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અને કેટલાક સ્થળોએ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતાં વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે નાગરિકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લાના સાણંદ, વિરમગામ, દસક્રોઈ અને ધોળકા સહિતના તાલુકાઓમાં વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. સ્થાનિક પ્રાંત કચેરી, તાલુકા વહીવટીતંત્ર અને અન્ય વિભાગોની ટીમો દ્વારા અસરગ્રસ્ત લોકો માટે રહેઠાણ, ભોજન અને પીવાના પાણી સહિતની જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ સાણંદના વાસણામાં 110 લોકોનું સ્થળાંતર સાણંદ તાલુકાના વાસણા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો માટે…

નાગાલેન્ડમાં ભારે વરસાદથી ભૂસ્ખલન, 8ના મોત; અનેક લોકો કાટમાળ નીચે હોવાની આશંકા

નાગાલેન્ડમાં સતત પડી રહેલા ભારે વરસાદે વિનાશ વેર્યો છે. રાજ્યના મોન જિલ્લામાં રવિવારે સવારે થયેલા ભયાનક ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટનામાં 13 મકાનો સંપૂર્ણપણે કાટમાળ નીચે દબાઈ ગયા છે, જ્યારે અનેક લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટીતંત્રે યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી છે. આ દુર્ઘટના મોન જિલ્લાના ડિફેન્સ કોલોની વિસ્તારમાં બની હતી, જ્યાં ભારે વરસાદ બાદ અચાનક પહાડીનો મોટો ભાગ ધસી પડતાં રહેણાંક મકાનો ક્ષણોમાં જ કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી છે. SDRF, NDRF અને આસામ રાઇફલ્સ બચાવ કામગીરીમાં જોડાયા ભૂસ્ખલનની માહિતી મળતા જ SDRF, NDRF,…

Ahmedabad : આપત્તિ વ્યવસ્થાપન સજ્જતાને મજબૂત કરવા SVPI એરપોર્ટ ખાતે મલ્ટી એજન્સી મોક એક્સરસાઇઝનું આયોજન કરાયું

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) ખાતે કુદરતી આફતો દરમિયાન વિવિધ એજન્સીઓ વચ્ચેની સજ્જતા અને સંકલનની સમીક્ષા કરવા માટે આપત્તિ વ્યવસ્થાપન સંબંધિત ‘મોક એક્સરસાઇઝ’ યોજવામાં આવી હતી. આ કવાયતનું આયોજન NDMA(એનડીએમએ) દ્વારા AAI (એએઆઈ), GSDMA(જીએસડીએમએ) અને NDRF(એનડીઆરએફ)ના સહયોગથી કરવામાં આવ્યું હતું. મલ્ટિ-હેઝાર્ડ સિનારીયો (બહુવિધ જોખમી પરિસ્થિતિ) પર આધારિત આ કવાયતમાં ભૂકંપ અને તેની અન્ય અસરોનું કૃત્રિમ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રતિભાવ પદ્ધતિઓ, ઇન્સિડન્ટ રિસ્પોન્સ સિસ્ટમ(IRS)ના અમલીકરણ, સંદેશાવ્યવહારની કાર્યક્ષમતા અને સંસાધનોની ગતિશીલતાનું મૂલ્યાંકન કરવાનો હતો. આ કવાયતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગો, NDRF, SDRF(એસડીઆરએફ), પોલીસ, ફાયર સર્વિસ અને અન્ય હિતધારકોના અધિકારીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો. વિવિધ એજન્સીઓ વચ્ચેના સંકલનને મજબૂત બનાવવાનો, કામગીરીમાં રહેલી ખામીઓને ઓળખવાનો અને કટોકટીના સમયે જાનમાલ તથા મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને…

Pune-Mumbai એક્સપ્રેસવે પર 24 કલાકથી લાંબો ટ્રાફિક જામ, હજારો વાહનચાલકો ફસાયા

મુંબઈ-પૂણે એક્સપ્રેસવે પર ટ્રાફિક જામની સમસ્યા 24 કલાકથી વધુ સમયથી જારી છે. ખંડાલા ઘાટની આડોશી સુરંગ નજીક મંગળવારે સાંજે આશરે 5 વાગ્યે કેમિકલ ભરેલું ગેસ ટેન્કર પલટી ગયું હતું. અકસ્માત બાદ ટેન્કરમાંથી ગેસ લીક થઈને સમગ્ર વિસ્તાર જોખમી સ્થિતિમાં આવી ગયો છે. 20 થી 22 કિલોમીટર લાંબી વાહનોની લાઈનો આ દુર્ઘટનાના કારણે મુંબઈ તરફના ટ્રાફિકને સુરક્ષાના કારણે પુરી રીતે બંધ કરવામાં આવ્યું છે. અસર બંને દિશામાં જોવા મળી રહી છે. એક્સપ્રેસવે પર લગભગ 20 થી 22 કિ.મી. સુધી વાહનોની લાંબી લાઈનો ઉભી થઈ છે. ડ્રોન દ્વારા લીધેલા દ્રશ્યોમાં હજારો વાહનચાલકો ટ્રાફિકમાં ફસાયેલા જોવા મળે છે. મુસાફરોને મળી રહી છે મોટી મુશ્કેલી ઘણા લોકો સવારના 4 વાગ્યાથી એક જ જગ્યાએ અટકાયેલા છે. આ ભારે ટ્રાફિકજામના કારણે ઘણા…

20 રાજ્યોમાં આપત્તિ જોખમ ઘટાડા માટે અમિત શાહના નેતૃત્વમાં મોટો નિર્ણય, ₹507 કરોડ મંજૂર કરાયા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ-સ્તરીય સમિતિની બેઠકમાં આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સમિતિએ 20 રાજ્યોમાં પંચાયતી રાજ સંસ્થાઓને મજબૂત બનાવીને સમુદાય-આધારિત આપત્તિ જોખમ ઘટાડા (Community-Based Disaster Risk Reduction – CBDRR) માટેના રાષ્ટ્રીય પ્રોજેક્ટ માટે ₹507 કરોડથી વધુની રકમ મંજૂર કરી છે. પંચાયત સ્તરે આપત્તિ વ્યવસ્થાપન મજબૂત બનશે ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ૨૦૨૧માં શરૂ કરાયેલું રાષ્ટ્રીય આપત્તિ નિવારણ ભંડોળ હવે પંચાયત સ્તર સુધી વિસ્તૃત કરવામાં આવ્યું છે. આ પહેલનો મુખ્ય હેતુ એ છે કે કોઈપણ કુદરતી કે માનવસર્જિત આપત્તિનો સામનો કરવા માટે સ્થાનિક સમુદાયોને સજ્જ બનાવવામાં આવે. ‘બોટમ-અપ’ અભિગમ પર ભાર આ કાર્યક્રમ હેઠળ નીચેથી ઉપરના અભિગમ (Bottom-up Approach) દ્વારા આપત્તિ જોખમ ઘટાડા (DRR)ની પ્રથાઓને શાસન માળખામાં એકીકૃત કરવામાં આવશે. સ્થાનિક જરૂરિયાતો અને…

ચક્રવાત દિત્વાહ: 47 ફ્લાઇટ્સ રદ ટ્રેનો પણ બંધ; તમિલનાડુ–પુડુચેરીમાં હાઈ એલર્ટ, NDRF તૈનાત

ચક્રવાત દિત્વાહ આજે તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા પાસે ખૂબ નજીક પહોંચી ગયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર વાવાઝોડું આજે જ ભૂમિ પર ત્રાટકવાની શક્યતા છે. હાલમાં તોફાન “ચક્રવાતી તોફાન” સ્તરે છે અને વધુ મજબૂત થવાના કોઈ સંકેત નથી. શ્રીલંકામાં ભારે વિનાશ – દિત્વાહ ભૂમિ સ્પર્શ કરતાં પહેલાં શ્રીલંકાના પૂર્વ કિનારે ભારે તબાહી મચાવી હતી. – અત્યાર સુધી 150 થી વધુ લોકોના મોત – અનેક વિસ્તારોમાં વ્યાપક નુકસાન – હજારો લોકો બેસહારા – તમિલનાડુમાં રેડ અને ઓરેન્જ એલર્ટ IMD એ રાજ્ય માટે ગંભીર ચેતવણીઓ જાહેર કરી છે: – 4 જિલ્લાઓમાં રેડ એલર્ટ – 5 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ – કેટલાક શહેરોમાં પહેલેથી જ ભારે વરસાદ અને તીવ્ર પવન ફૂંકાઈ રહ્યા છે. – IMD મુજબ, ચક્રવાત…

ગુજરાતમાં 16 હજાર ગામોનો સર્વે પૂર્ણ, 42 લાખ હેક્ટર વિસ્તારમાં પાકમાં થયું નુકસાન

રાજ્યમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોને થયેલા મોટા પાયે નુકસાન અંગે રાજ્ય સરકાર સક્રિય બની છે. આ અંગે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, રાજ્યના 16 હજાર ગામોમાં સર્વે પૂર્ણ થઈ ગયો છે અને અંદાજે 42 લાખ હેક્ટર વિસ્તારમાં પાકનું નુકસાન નોંધાયું છે. મંત્રીએ જણાવ્યું કે, ખેડૂતોને થયેલા આ નુકસાન માટે રાહત પેકેજ તૈયાર કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે, તેમજ એકપણ ખેડૂત સાથે અન્યાય ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. “ખેડૂતોના બગડેલા પાક માટે ટૂંક સમયમાં જ વળતર જાહેર કરવામાં આવશે. અમે સંવેદના સાથે ખેડૂતોની સાથે છીએ,” એમ જીતુ વાઘાણીએ જણાવ્યું. વધારાનું ફંડ અને રાહત પગલાં મંત્રીએ વધુમાં જણાવ્યું કે રાહત પેકેજ માટે SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ…

ઉત્તર પ્રદેશના બહરાઇચમાં દુર્ઘટના : કૌડિયાલા નદીમાં હોડી પલટી, 20થી વધુ લોકો ગુમ

ઉત્તર પ્રદેશના બહેરાઇચ જિલ્લામાં મોટી દુર્ઘટના સામે આવી છે. કૌડિયાલા નદીમાં એક હોડી પલટી જતા 20થી વધુ લોકો ગુમ થયા હોવાનું પ્રાથમિક અહેવાલો પરથી જાણવા મળ્યું છે. ઘટના બનતાની સાથે જ આસપાસના ગામોમાં ચકચાર મચી ગઈ હતી. નદીમાં વહેતા લોકોને બચાવવા માટે તાત્કાલિક બચાવ દળોને એલર્ટ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ હોડીમાં સ્થાનિક ગામલોકો બજાર તરફ જઈ રહ્યા હતા, ત્યારે હોડી અચાનક સંતુલન ગુમાવીને પલટી ગઈ. હોડીમાં કુલ કેટલા લોકો સવાર હતા તે અંગે હજી સ્પષ્ટ માહિતી મળી નથી, પરંતુ 20થી વધુ લોકો ગુમ થયા છે અને કેટલાક લોકોને સ્થાનિક માછીમારો અને ગ્રામજનો દ્વારા બચાવાયા છે. સ્થાનિક વહીવટીતંત્રે ઘટના બાદ NDRF અને SDRFની ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલી દીધી છે, જ્યાં બચાવ કામગીરી ચાલી રહી…

મોન્થાનો ચક્રવાતનો મહાખતરો: આંધ્રપ્રદેશના કિનારે તોળાઈ રહ્યું સંકટ, 4 રાજ્યોમાંથી 50 હજાર લોકોનું સ્થળાંતર

બંગાળની ખાડીમાં સર્જાયેલ ચક્રવાતી વાવાઝોડું ‘મોન્થા’ વધુ તીવ્ર બનીને દક્ષિણ ભારત તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું દરિયાકાંઠાના વિસ્તારોમાં ગંભીર ખતરો ઉભો કરી રહ્યું છે અને વિશેષતઃ આંધ્રપ્રદેશના કિનારે ભારે નુકસાનનો અંદેશો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, વાવાઝોડું હાલમાં આંધ્રપ્રદેશના દરિયાકિનારેથી માત્ર 50 કિલોમીટર દૂર છે અને પવનની ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાક છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનારા 24 કલાકમાં કાકીનાડા અને મછલીપટ્ટનમ વચ્ચે આંધ્રપ્રદેશના કિનારેથી વાવાઝોડું પસાર થવાની સંભાવના છે, જેમાં પવનની મહત્તમ ગતિ 110 કિમી/કં સુધી પહોંચી શકે છે. 4 રાજ્યોમાં હાઈ એલર્ટ આ ગંભીર પરિસ્થિતિને પગલે આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ સરકારોએ હાઈ એલર્ટ જાહેર કર્યું છે. નિકાસ અને સલામતી માટે રાજ્ય સરકારોએ 50,000 થી વધુ લોકોને…