Ahmedabad : આપત્તિ વ્યવસ્થાપન સજ્જતાને મજબૂત કરવા SVPI એરપોર્ટ ખાતે મલ્ટી એજન્સી મોક એક્સરસાઇઝનું આયોજન કરાયું

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) ખાતે કુદરતી આફતો દરમિયાન વિવિધ એજન્સીઓ વચ્ચેની સજ્જતા અને સંકલનની સમીક્ષા કરવા માટે આપત્તિ વ્યવસ્થાપન સંબંધિત ‘મોક એક્સરસાઇઝ’ યોજવામાં આવી હતી.

આ કવાયતનું આયોજન NDMA(એનડીએમએ) દ્વારા AAI (એએઆઈ), GSDMA(જીએસડીએમએ) અને NDRF(એનડીઆરએફ)ના સહયોગથી કરવામાં આવ્યું હતું. મલ્ટિ-હેઝાર્ડ સિનારીયો (બહુવિધ જોખમી પરિસ્થિતિ) પર આધારિત આ કવાયતમાં ભૂકંપ અને તેની અન્ય અસરોનું કૃત્રિમ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રતિભાવ પદ્ધતિઓ, ઇન્સિડન્ટ રિસ્પોન્સ સિસ્ટમ(IRS)ના અમલીકરણ, સંદેશાવ્યવહારની કાર્યક્ષમતા અને સંસાધનોની ગતિશીલતાનું મૂલ્યાંકન કરવાનો હતો.

આ કવાયતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગો, NDRF, SDRF(એસડીઆરએફ), પોલીસ, ફાયર સર્વિસ અને અન્ય હિતધારકોના અધિકારીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો. વિવિધ એજન્સીઓ વચ્ચેના સંકલનને મજબૂત બનાવવાનો, કામગીરીમાં રહેલી ખામીઓને ઓળખવાનો અને કટોકટીના સમયે જાનમાલ તથા મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને બચાવવા માટે સામૂહિક સજ્જતાને વધુ દ્રઢ બનાવવાનો આ મોક એક્સરસાઇઝનો મુખ્ય ઉદ્દેશ હતો.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

Shramik Annapurna Yojana Expands In Mahisagar’s Santrampur 2026: સંતરામપુરમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ..

મહીસાગરના Santrampurમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા કેન્દ્રોનું લોકાર્પણ, શ્રમિકો અને જરૂરિયાતમંદોને મળશે સસ્તા દરે પૌષ્ટિક ભોજન Santrampur સેવા સંકલ્પ અભિયાન–2026 અંતર્ગત બસ સ્ટેન્ડ પાસે સરદાર પટેલ ચોક ખાતે કાર્યક્રમ યોજાયો; ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં શ્રમિક કલ્યાણ અને જનસેવાના સંકલ્પને અપાયું પ્રાધાન્ય Santrampur, મહીસાગર: મહીસાગર જિલ્લાના Santrampurમાં શ્રમિકો અને જરૂરિયાતમંદ લોકોને સસ્તા દરે પૌષ્ટિક ભોજન મળી રહે તે હેતુથી શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સેવા સંકલ્પ અભિયાન–2026 અંતર્ગત બસ સ્ટેન્ડ પાસે આવેલા સરદાર પટેલ ચોક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સંતરામપુરના ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ ડીંડોર ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ શ્રમજીવી વર્ગ અને આર્થિક રીતે નબળા પરિવારોના સભ્યોને ભોજન મેળવવામાં સહાયરૂપ થવાનો છે. રોજિંદા જીવનમાં શ્રમિકો શહેરો અને ગામડાંઓના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા…

Vadodara VNF Garba Anti Addiction Pledge Security: જ્યારે 70 હજાર યુવાનોએ એક અવાજે કહ્યું ‘નો ટુ ડ્રગ્સ’..

નવરાત્રિમાં સુરક્ષિત Vadodaraનો સંકલ્પ: VNF ગરબામાં 70 હજારથી વધુ લોકોએ લીધો નશામુક્તિનો સંકલ્પ Vadodara શહેર પોલીસનું ‘નવ રાત્રિ – નવ સંકલ્પ – એક લક્ષ્ય: સુરક્ષિત વડોદરા’ અભિયાન; માર્ગ સુરક્ષા, નારી સુરક્ષા, સાયબર સુરક્ષા અને બાળ સુરક્ષા બાદ હવે નશામુક્તિનો સંદેશ Vadodara: નવરાત્રિ એટલે આસ્થા, શક્તિ, સંસ્કૃતિ અને સામૂહિક એકતાનો મહાપર્વ. નવ દિવસ સુધી માતાજીની આરાધના સાથે ગરબાના તાલે ઝૂમતા લોકો માત્ર ધાર્મિક ઉત્સવની ઉજવણી જ નથી કરતા, પરંતુ સમાજને એકતાના તાંતણે બાંધવાનું પણ કામ કરે છે. આ જ ઉત્સવને સામાજિક જાગૃતિનું માધ્યમ બનાવી Vadodara શહેર પોલીસ દ્વારા એક વિશેષ પહેલ હાથ ધરવામાં આવી છે. ‘નવ રાત્રિ – નવ સંકલ્પ – એક લક્ષ્ય: સુરક્ષિત Vadodara’ અભિયાન અંતર્ગત નાગરિકોને સુરક્ષા, જવાબદારી અને સામાજિક સુધારણા માટે સંકલ્પ લેવડાવવામાં આવી…