ઉત્તર પ્રદેશના બહરાઇચમાં દુર્ઘટના : કૌડિયાલા નદીમાં હોડી પલટી, 20થી વધુ લોકો ગુમ

ઉત્તર પ્રદેશના બહેરાઇચ જિલ્લામાં મોટી દુર્ઘટના સામે આવી છે. કૌડિયાલા નદીમાં એક હોડી પલટી જતા 20થી વધુ લોકો ગુમ થયા હોવાનું પ્રાથમિક અહેવાલો પરથી જાણવા મળ્યું છે. ઘટના બનતાની સાથે જ આસપાસના ગામોમાં ચકચાર મચી ગઈ હતી. નદીમાં વહેતા લોકોને બચાવવા માટે તાત્કાલિક બચાવ દળોને એલર્ટ કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આ હોડીમાં સ્થાનિક ગામલોકો બજાર તરફ જઈ રહ્યા હતા, ત્યારે હોડી અચાનક સંતુલન ગુમાવીને પલટી ગઈ. હોડીમાં કુલ કેટલા લોકો સવાર હતા તે અંગે હજી સ્પષ્ટ માહિતી મળી નથી, પરંતુ 20થી વધુ લોકો ગુમ થયા છે અને કેટલાક લોકોને સ્થાનિક માછીમારો અને ગ્રામજનો દ્વારા બચાવાયા છે.

સ્થાનિક વહીવટીતંત્રે ઘટના બાદ NDRF અને SDRFની ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલી દીધી છે, જ્યાં બચાવ કામગીરી ચાલી રહી છે. પોલીસ અને વહીવટી અધિકારીઓ પણ સ્થળ પર હાજર છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.

બહેરાઇચના ડીએસપી મુખ્યાલયે જણાવ્યું કે ઘટનાની જાણ થતા જ તમામ તંત્રને ચેતવણી આપી દેવામાં આવી છે અને બચાવ કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. સ્થાનિક હોસ્પિટલોમાં તાત્કાલિક સારવારની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.

અધિકારીઓ મુજબ, નદીના જોરદાર પ્રવાહ અને ધૂંધળા હવામાનને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે, પરંતુ ટીમો સતત પ્રયાસ કરી રહી છે. ગુમ થયેલા લોકોની શોધ ચાલુ છે અને હોડી પલટવાની ચોક્કસ કારણોની તપાસ પણ હાથ ધરવામાં આવી છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ઉંદર મારવાના ગ્લુ ટ્રેપ પર પ્રતિબંધ કેમ? સરકારની કડક કાર્યવાહીથી મચ્યો ખળભળાટ 2026 Complete Ban,

ઉંદર મારવાની મનાઈ કેમ? ગુંદરવાળા ટ્રેપ પર સરકારની કડક કાર્યવાહી, નિયમો જાણો નહીં તો થઈ શકે કાનૂની કાર્યવાહી ઉંદરને ગુંદરવાળા ટ્રેપથી પકડવા અને તડપાવીને મારવા સામે સરકાર દ્વારા કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જાણો આ નિર્ણય પાછળનું કારણ, પ્રાણી કલ્યાણના નિયમો અને શું છે કાનૂની જોગવાઈઓ. ઘર, દુકાન, ગોડાઉન અને ખેતરોમાં ઉંદરની સમસ્યા સામાન્ય છે. ઉંદરથી બચવા માટે ઘણા લોકો ગુંદરવાળા ટ્રેપ (Glue Traps) અથવા ચીકણા પૂંઠાંનો ઉપયોગ કરે છે. જોકે, કેટલાક દેશો અને પ્રદેશોમાં આવા ટ્રેપના ઉપયોગ પર પ્રતિબંધ અથવા કડક નિયંત્રણ લાદવામાં આવ્યું છે, કારણ કે પ્રાણી કલ્યાણના દૃષ્ટિકોણથી તેને અત્યંત પીડાદાયક માનવામાં આવે છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર “ઉંદર મારવાની મનાઈ”, “ગુંદરવાળા પૂંઠાં મૂકશો તો જેલ થઈ શકે” જેવા દાવાઓ વાયરલ થયા…

ગુજરાતમાં મેઘમેહર: સુરત, વલસાડ અને રાજકોટમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર 2026 : Furious Monsoon

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: સુરત, વલસાડ અને રાજકોટમાં ભારે વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા  હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો. સુરત, વલસાડ અને રાજકોટમાં ભારે પવન સાથે વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. જાણો તાજી સ્થિતિ અને આગામી આગાહી. ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બનતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી મુજબ સવારથી જ સુરત, વલસાડ અને રાજકોટ સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. સતત વરસતા વરસાદને કારણે અનેક શહેરોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનવ્યવહાર અને દૈનિક જનજીવન પર અસર જોવા મળી. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.…