મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ‘મારી રાષ્ટ્રપ્રથમની કલ્પના’ પુસ્તકનું વિમોચન
આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ ખાતે નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત અને ઉદય માહુરકર લિખિત ‘મારી રાષ્ટ્રપ્રથમની કલ્પના’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ભારત દેશના નાગરિકોને પોતાની સંસ્કૃતિ, પરંપરા અને મૂલ્યો પ્રત્યે ગૌરવની ભાવના હોવી જરૂરી છે. તેમણે વિદેશ પ્રવાસ દરમિયાન માતૃભાષામાં વ્યક્ત થયેલા ગૌરવના અનુભવનો ઉલ્લેખ કરતા કહ્યું કે પોતાની ભાષા અને સંસ્કૃતિ જ રાષ્ટ્રીય ઓળખનું મૂળ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ‘રાષ્ટ્રપ્રથમ’ની વિચારધારા માત્ર રાજકીય સૂત્ર નથી, પરંતુ જીવન જીવવાની દિશા છે. જીવમાત્રમાં પરમાત્માનો અંશ વસે છે, તેથી વ્યક્તિએ પોતાના જીવનમાં સકારાત્મક મૂલ્યો અપનાવી રાષ્ટ્ર નિર્માણમાં રચનાત્મક ભાગીદારી નોંધાવવી જોઈએ. સમાજ અને રાષ્ટ્રના હિતને પ્રાથમિકતા આપતી વિચારસરણી દ્વારા જ સમૃદ્ધ અને સશક્ત ભારતનું નિર્માણ શક્ય બને…
પુલવામા હુમલાની સાતમી વરસી, વીર જવાનોને રાષ્ટ્રનું નમન
આજે 14 ફેબ્રુઆરી, 2026ના રોજ સમગ્ર દેશ પુલવામા ખાતે 2019માં થયેલા ભયાનક આતંકી હુમલાની સાતમી વરસી નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. વર્ષ 2019માં આ જ દિવસે થયેલા આતંકી હુમલામાં Central Reserve Police Force (CRPF)ના 40 વીર જવાનો શહીદ થયા હતા. દેશની રક્ષા માટે પ્રાણ ન્યોછાવર કરનાર આ સપૂતોને આજે રાષ્ટ્ર ગર્વ અને આંસુભીની આંખોથી યાદ કરી રહ્યું છે. શહાદતની કાળી બપોર અને અડગ રાષ્ટ્રવાદ 14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોના કાફલા પર થયેલા આત્મઘાતી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આ કાયરતાપૂર્ણ હુમલામાં 40 જવાનોના બલિદાન બાદ ભારતે આતંકવાદ સામે વધુ કડક વલણ અપનાવ્યું હતું. આ ઘટના બાદ દેશભરમાં સુરક્ષા વ્યવસ્થાઓ મજબૂત બનાવવામાં આવી અને આતંકવાદ વિરોધી કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી. શહીદોના…
દેશ માટે પ્રાણાર્પણ કરનાર શહીદ પારગી જયંતિભાઈ હકરાભાઈને સંતરામપુરમાં ભાવભીની અંતિમ વિદાય
દેશની રક્ષા કાજે પોતાના જીવનનું બલિદાન આપનાર સંતરામપુર તાલુકાના ખેડાપા ગામના વતની શહીદ પારગી જયંતિભાઈ હકરાભાઈને આજે સંતરામપુરમાં ભાવભીની અને ગૌરવસભર અંતિમ વિદાય આપવામાં આવી હતી. શહીદની યાત્રા આજે સંતરામપુર નગરમાં આવી પહોંચતાં સમગ્ર વિસ્તાર શોક સાથે ગૌરવની લાગણીથી ભાવવિભોર બન્યો હતો. શહીદના પાર્થિવ દેહને સંતરામપુર પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો, જ્યાં તેમની પત્નીને અંતિમ દર્શન કરાવવામાં આવ્યા હતા. આ સમયે 123 વિધાનસભાના ધારાસભ્ય કુબેર ડીડોર, સંતરામપુર નગરપાલિકા પ્રમુખ નીશાબેન મોદી, ઉપપ્રમુખ જીતેન્દ્રસિંહ ઝાલા, નગરપાલિકા સભ્યો તેમજ સંતરામપુર પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ શહીદને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. કાયદેસરની કાર્યવાહી પૂર્ણ થયા બાદ શહીદના પાર્થિવ દેહને સંપૂર્ણ માન-સન્માન સાથે તેમના માદરે વતન સંતરામપુર તાલુકાના ખેડાપા ગામ લઈ જવામાં આવ્યો હતો. ખેડાપા ગામમાં પરિવારજનો દ્વારા…
IND – PAK: યુદ્ધવિરામ પર બાબા બાગેશ્વરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું….?
ઓપરેશન સિંદૂરના અસરકારક પરિણામોની ચર્ચા ચાલી રહી છે ત્યારે બાગેશ્વર ધામના મહંત ધીન્દ્રેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પાકિસ્તાન અંગે તીખું અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. છતરપુર ખાતેના એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાતચીતમાં તેમણે યુદ્ધવિરામ પર પ્રતિક્રિયા આપતાં પાકિસ્તાનને “બગડેલી ઓલાદ” અને “કૂતરાની પૂંછડી” ગણાવ્યું. “યુદ્ધ વિના કોઈ વિજય કે હાર નથી” – શાસ્ત્રીનો પાકિસ્તાન પર કટાક્ષ ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું કે, “યુદ્ધ વિના કોઈ વિજય કે હાર નથી. આપણી સેના હજુ સુધી યુદ્ધમાં પ્રવેશી પણ નથી, તો પછી તેઓ શું ઉજવણી કરે છે?” તેમણે વધુમાં કહ્યું કે જ્યારે પાકિસ્તાનના વિસ્તારોમાં બોમ્બ ફૂટી રહ્યા હતા, “ત્યારે અમે અહીં મીની દિવાળી ઉજવી રહ્યા હતા.” શાસ્ત્રીએ પાકિસ્તાનની વિચારસરણીને “કુટિલ” અને “ક્યારેય ન સુધરતી” ગણાવી. પાકિસ્તાન હંમેશા પોતાને પીડિત દર્શાવે છે શાસ્ત્રીએ…
ઓપરેશન સિંદૂરના ત્રણ નાયક: લેફ્ટનન્ટ જનરલ ઘાઈ, એર માર્શલ ભારતી અને વાઇસ એડમિરલ પ્રમોદ કોણ છે? જાણો વિગતવાર
ભારતના બહાદુર લશ્કરી અધિકારીઓએ એકવાર ફરી દેશના શત્રુઓને મક્કમ સંદેશ આપ્યો છે. હાલમાં જ ભારતીય સેનાએ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં “ઓપરેશન સિંદૂર” અંગે મહત્વપૂર્ણ ખુલાસાઓ કરવામાં આવ્યા. આ ઓપરેશનના મુખ્ય નાયક ગણાતા ત્રણ લશ્કરી અધિકારીઓએ – લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ (DGMO), વાયુસેનાના એર માર્શલ અવધેશ કુમાર ભારતી અને નૌસેનાના વાઇસ એડમિરલ એ.એન. પ્રમોદે તેમની ભૂમિકા અંગે વિસ્તૃત માહિતી આપી. DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ – ટેરર-હિટ કાશ્મીરના વિશેષજ્ઞ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ 2024ના ઓક્ટોબર માસથી DGMO તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ અગાઉ કાશ્મીરના સંવેદનશીલ ક્ષેત્ર “ચિનાર કોર્પ્સ”ના GOC રહ્યા હતા અને તેમને એલઓસી તથા આતંકવાદ વિરોધી કામગીરીમાં વિશેષ અનુભવ છે. ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના DGMO મેજર જનરલ કાશિફે યુદ્ધવિરામ માટે આધિકૃત રીતે વાતચીત કરી હતી –…
OPERATION SINDOOR: પાકિસ્તાને ભારતીય હુમલાની કરી કબૂલાત, શાહબાઝે શું કહ્યું જુઓ….
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો કડક જવાબ આપતાં ભારતે “ઓપરેશન સિંદૂર” અંતર્ગત પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલા નવ આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલા કર્યા. ભારતીય સશસ્ત્ર દળોએ કહ્યું કે આ હુમલામાં મહત્વપૂર્ણ આતંકી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવાયું છે. ભારતીય સેના દ્વારા મળેલી માહિતી મુજબ, આ ઑપરેશનમાં કોટલી, મુઝફ્ફરાબાદ અને બહાવલપુર સહિતના વિસ્તારોમાં આતંકવાદી કેન્દ્રોને નષ્ટ કરવામાં આવ્યા. ભારતીય સેનાએ ઓપરેશનને સફળ ગણાવ્યું છે અને જણાવ્યું કે આ હુમલો આતંકવાદ પર ભારતની શૂન્ય સહનશીલતાની નીતિનો એક ભાગ છે. પાકિસ્તાની પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ભારતના હુમલાની પુષ્ટિ કરતાં તેને “યુદ્ધ સમાન પગલું” ગણાવ્યું. તેમણે કહ્યું કે પાકિસ્તાન આ હુમલાનો જવાબ આપવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે અને દેશભરના લોકો અને સશસ્ત્ર દળો સંપૂર્ણ રીતે એકજૂટ છે.…
OPERATION SINDOOR: ભારતે પાકિસ્તાનના 9 લક્ષ્યો પર મિસાઇલો છોડી કર્યો હુમલો
ભારતીય સેનાએ 6 મે 2025ની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં નવ આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલો કરીને ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું છે. આ કાર્યવાહી જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના 15 દિવસ બાદ કરવામાં આવી છે, જેમાં 25 ભારતીય અને એક નેપાળી નાગરિકો શહીદ થયા હતા. ભારતે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. પડોશીઓ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી છાવણીઓ પર મિસાઇલો છોડ્યા. મળતી માહિતી મુજબ, ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા છે. ભારતીય સશસ્ત્ર દળોએ આ ઓપરેશનને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપ્યું છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય દળોએ આતંકવાદી માળખાને નિશાન બનાવ્યું છે જ્યાંથી ભારત…













