OPERATION SINDOOR: પાકિસ્તાને ભારતીય હુમલાની કરી કબૂલાત, શાહબાઝે શું કહ્યું જુઓ….

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો કડક જવાબ આપતાં ભારતે “ઓપરેશન સિંદૂર” અંતર્ગત પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલા નવ આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલા કર્યા. ભારતીય સશસ્ત્ર દળોએ કહ્યું કે આ હુમલામાં મહત્વપૂર્ણ આતંકી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવાયું છે.

ભારતીય સેના દ્વારા મળેલી માહિતી મુજબ, આ ઑપરેશનમાં કોટલી, મુઝફ્ફરાબાદ અને બહાવલપુર સહિતના વિસ્તારોમાં આતંકવાદી કેન્દ્રોને નષ્ટ કરવામાં આવ્યા. ભારતીય સેનાએ ઓપરેશનને સફળ ગણાવ્યું છે અને જણાવ્યું કે આ હુમલો આતંકવાદ પર ભારતની શૂન્ય સહનશીલતાની નીતિનો એક ભાગ છે.

પાકિસ્તાની પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ભારતના હુમલાની પુષ્ટિ કરતાં તેને “યુદ્ધ સમાન પગલું” ગણાવ્યું. તેમણે કહ્યું કે પાકિસ્તાન આ હુમલાનો જવાબ આપવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે અને દેશભરના લોકો અને સશસ્ત્ર દળો સંપૂર્ણ રીતે એકજૂટ છે.

પાકિસ્તાની સેના અને ISPRના ડિરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ પણ હુમલાની વિગતો આપી હતી અને તેને “કાયર હુમલો” ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે પાકિસ્તાનની સેનાએ પણ તેની તૈયારી બતાવી છે અને જવાબ આપવા માટે તત્પર છે.

આ હુમલાને લઇને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચિંતાનો માહોલ છે. વિશ્વભરના દેશો શાંતિ જાળવવાની અપીલ કરી રહ્યા છે. જોકે, ભારતે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે આતંકવાદ સામે કોઈ ઢીલ અપાવાનો ઈરાદો નથી રાખતું.

Related Posts

ગુજરાત : 2026 SDRF Fund Approval: કુદરતી આફતો સામે ગુજરાત સજ્જ: કેન્દ્ર તરફથી ₹500 કરોડનું મોટું ફંડ મંજૂર,

કેન્દ્ર સરકારે ગુજરાત માટે રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (SDRF) હેઠળ ₹500 કરોડની રકમ મંજૂર કરી છે. ભારે વરસાદ, પૂર અને કુદરતી આફતો સામે રાહત અને બચાવ કામગીરીને વધુ અસરકારક બનાવવામાં મદદ મળશે. ગુજરાતને કેન્દ્ર સરકારની મોટી મદદ, SDRF હેઠળ ₹500 કરોડ મંજૂર ગુજરાતમાં કુદરતી આફતો સામે રાહત, બચાવ અને પુનઃસ્થાપન કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે ગુજરાત રાજ્ય માટે રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (State Disaster Response Fund – SDRF) હેઠળ ₹500 કરોડની સહાય મંજૂર કરી છે. આ રકમનો ઉપયોગ રાજ્યમાં ભારે વરસાદ, પૂર, વાવાઝોડા, ભૂસ્ખલન સહિતની કુદરતી આફતો દરમિયાન અસરગ્રસ્ત લોકો માટે રાહત કામગીરી, બચાવ કાર્ય અને જરૂરી સુવિધાઓ ઉભી કરવા માટે કરવામાં આવશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી રાજ્યના…

કેરળ 2026 : KERALA RAIN TRAGEDY: કેરળમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: વરસાદી દુર્ઘટનાઓમાં 15 લોકોના મોત, 7 લાપતા!

કેરળમાં સતત ભારે વરસાદના કારણે પૂર, ભૂસ્ખલન અને વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાઓમાં 15 લોકોના મોત અને 7 લોકો ગુમ હોવાના અહેવાલો સામે આવ્યા છે. રાજ્ય સરકારે બચાવ અને રાહત કામગીરી તેજ કરી છે. કેરળમાં મેઘરાજાનો કહેર, અનેક જિલ્લાઓમાં ગંભીર પરિસ્થિતિ દક્ષિણ ભારતનું રાજ્ય કેરળ ફરી એકવાર ભારે વરસાદના કારણે મુશ્કેલીમાં મુકાયું છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદીઓ જોખમી સપાટીથી ઉપર વહે રહી છે, અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ભૂસ્ખલનની ઘટનાઓમાં વધારો થયો છે. વરસાદ સંબંધિત વિવિધ દુર્ઘટનાઓમાં અત્યાર સુધી 15 લોકોના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે, જ્યારે 7 લોકો હજુ પણ લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજ્ય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *