પ્રધાનમંત્રી મોદીનો દિવાળી સંદેશ, “દિપાવલી પ્રકાશ છે, શાંતિ છે અને વિકાસ છે”
દિપાવલી 2025ના પાવન અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી છે અને રાષ્ટ્રની પ્રગતિ, ન્યાયની જીત અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ બળ આપવાની અપીલ કરી છે. પ્રધાનમંત્રીએ પોતાના સંદેશમાં કહ્યું કે, “આ રામમંદિર નિર્માણ પછીની બીજી દિવાળી છે, અને ભગવાન શ્રી રામ આપણને ન્યાયીપણા અને અન્યાય સામે લડવાની હિંમત શીખવે છે. થોડાં મહિના પહેલાં થયેલા ઓપરેશન સિંદૂર એ ભારતીય સેના અને નાગરિકોની અડગ મનોબળનું જીવંત ઉદાહરણ છે.” દિવાળી નક્સલમુક્ત વિસ્તારો સુધી: પ્રધાનમંત્રીએ કહ્યું કે આ દિવાળીએ દેશના દૂર-દરાજના એવા જિલ્લાઓમાં પણ દીવો પ્રગટાશે જ્યાં નક્સલવાદ અને માઓવાદ ક્યારેય શમ્યા નહોતા. તેમણે ઉમેર્યું કે, “અનેક લોકો હિંસાનો માર્ગ છોડીને બંધારણમાં વિશ્વાસ દાખવી રહ્યા છે, જે રાષ્ટ્ર માટે મહાન સિદ્ધિ છે.” જીએસટી બચત ઉત્સવ અને નવી…







