‘નમો શ્રી યોજના’ અંતર્ગત છેલ્લા એક વર્ષમાં 7 લાખથી વધુ લાભાર્થીઓને મળ્યો લાભ, રાજ્ય સરકારે ચુકવ્યા આટલા કરોડ રૂપિયા
રાજ્યમાં માતા અને બાળમૃત્યુ દરમાં ઘટાડો કરવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘નમો શ્રી યોજના’ વર્ષ-2024થી અત્યાર સુધી 7 લાખથી વધુ લાભાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા રૂ.437.32 કરોડ ચૂકવવામાં આવ્યા છે. રાજ્યની સગર્ભા મહિલાઓ ‘નમો શ્રી યોજના’નો બે પ્રસુતિ સુધી લાભ લઇ શકે છે. જે અંતર્ગત લાભાર્થીએ સગર્ભાવસ્થાની નોંધણી ફીમેલ હેલ્થ વર્કર પાસે કરાવવાની રહે છે. આ નોંધણીની મેડીકલ ઓફિસર ત્યારબાદ તાલુકા હેલ્થ ઓફિસર-અર્બન તાલુકા હેલ્થ ઓફિસર ખરાઈ કરે છે. જે અંતર્ગત પ્રથમ પ્રસુતિ દરમિયાન પ્રથમ હપ્તા સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા રૂ. 2000 અને કેન્દ્ર સરકાર રૂ.3000ની સહાય કરવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા રૂ.2000નો બીજો હપ્તો સગર્ભાવસ્થાનાં 6 માસ પૂર્ણ થયા બાદ, ત્રીજો હપ્તો સંસ્થાકીય પ્રસુતિમાં રૂ.3000 જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા રૂ.2000નો ચોથો હપ્તો…







